Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ લોકમેળાના બીજા દિવસનો આકાશી નજારો:રાઇડસોની રંગબેરંગી લાઈટોએ ચાર ચાંદ લગાવ્યા, બે દિવસમાં બે લાખથી વધુ લોકોએ મેળાની મજા માણી

    7 hours ago

    રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં યોજાયેલ લોકમેળાનો આજે (4 સપ્ટેમ્બર) ત્રીજો દિવસ છે. ગઈકાલે બીજા એટલે કે સાતમના દિવસે બપોર બાદ સાંજના સમયે યાંત્રિક રાઇડ્સને પરવાનગી આપવામાં આવતા રાત્રિના સમયે રાઇડસોની રંગબેરંગી લાઈટોએ ચાર ચાંદ લગાવી મેળાની ચમક વધારી દીધી હતી. આજે મેળાનો ત્રીજો એટલે જે જન્માષ્ટમીનો દિવસ છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સવારથી જ મોટી સંખ્યામાં લોકો રાજકોટ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રભરમાંથી મેળાની મજા માણવા આવી રહ્યા છે. ત્યારે ડ્રોન મારફત લેવાયેલ અવકાશી દૃશ્યોમાં નીચે જાણે કીડિયારું ઉભરાયું હોય તે રીતે માનવ મહેરામણ જોવા મળતું હતું. 12 લાખથી વધુ લોકો મેળાની મજા માણશે ખાસ આ વખતે સતત બીજા વર્ષે તંત્ર દ્વારા મેળામાં આવતા લોકોની ગણતરી અને ભીડ નિયંત્રણ માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે સતત સવારના 10થી રાત્રિના 12 વાગ્યા સુધી ડ્રોન મારફત મેળામાં AI મદદથી ક્રાઉડ કાઉન્ટ અને મેનેજમેન્ટ માટે ઉપયોગી બને છે. જન્માષ્ટમીના 5 દિવસ સુધીમાં 12 લાખથી વધુ લોકો મેળાની મજા માણશે તેવો તંત્રનો અંદાજ છે. તસવીરોમાં જુઓ લોકમેળાની રંગત
    Click here to Read More
    Previous Article
    નેપાળની તબાહીમાં ભારત સૌથી મોટું મદદગાર બન્યું:5 ખેપમાં 74 ટન રાહત મોકલી; ડોકટરો, બચાવ નિષ્ણાતો અને ફોરેન્સિક ટીમને પણ પહોંચાડવામાં આવી
    Next Article
    શ્રીકૃષ્ણના 5253મા જન્મોત્સવે દ્વારકા-ડાકોર-શામળાજીમાં ભક્તિનો મહાસાગર:મંગળા આરતી પછી શામળિયાનો પંચામૃત અભિષેક; વહેલી સવારથી ભક્તો દર્શન માટે ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment