Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના નેપાળી પરિવારોએ નેપાળ પૂરના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી:મીણબત્તી પ્રગટાવી આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી, ભારતનો આભાર માન્યો

    7 hours ago

    જામનગરમાં રહેતા નેપાળી પરિવારોએ નેપાળમાં આવેલા પૂર હોનારતમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી. આ માટે ચાંદી બજાર ચોક ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે મીણબત્તી પ્રગટાવી મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ચેરમેન ધીરેનભાઈ મોનાણી અને જામનગર ભાજપ શહેર અધ્યક્ષા બીનોબેન કોઠારીએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. જામનગરમાં લગભગ 15 હજાર જેટલા નેપાળી લોકો રહે છે. નેપાળમાં આવેલી આ ભારે કુદરતી આફતના સમયે ભારતના લોકોએ મદદ કરી હતી. આ મદદ અને સહકાર બદલ નેપાળી પરિવારોએ ભારતવાસીઓનો આભાર માન્યો હતો. ખાસ કરીને મુશ્કેલીના સમયે મદદ કરવા બદલ નેપાળી સમાજે ગુજરાતના લોકોનો પણ દિલથી આભાર માન્યો હતો. કાર્યક્રમમાં હાજર લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવારજનો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    શ્રીકૃષ્ણના 5253મા જન્મોત્સવે દ્વારકા-ડાકોર-શામળાજીમાં ભક્તિનો મહાસાગર:મંગળા આરતી પછી શામળિયાનો પંચામૃત અભિષેક; વહેલી સવારથી ભક્તો દર્શન માટે ઉમટ્યા
    Next Article
    રાજકોટમાં વાહનોના નામ ટ્રાન્સફરમાં રામાયણ:ફેસલેસમાં આધાર કાર્ડ પ્રમાણે જ RC બૂકમાં નામના નવા નિયમથી અરજીમાં 87 ટકાનો ઘટાડો, TVS - બૂલેટની HSRP નંબર પ્લેટ મળતી જ નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment