Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાદવ-કીચડ વચ્ચે પણ લોકોએ તરણેતરના મેળાની મોજ માણી:લાડુ સ્પર્ધામાં 52 વર્ષીય સ્પર્ધકે 28 લાડુ ઝાપટી મેદાન માર્યું, હૂડા રાસે આકર્ષણ જમાવ્યું

    12 hours ago

    સુરેન્દ્રનગરના થાનગઢ નજીક આવેલા ઐતિહાસિક ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ તરણેતરનો લોકમેળો શરૂ થઈ ગયો છે. દેશ-વિદેશથી લાખો સહેલાણીઓ જેની કાગડોળે રાહ જોતા હોય છે, તે મેળાના પ્રથમ દિવસે જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા રંગમાં ભંગ પડ્યો હતો. જોકે, બીજા દિવસે આકરા તાપ વચ્ચે મેળામાં ભારે ભીડ જોવા મળી રહી છે અને મેળો બરાબરનો જામ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમ આજે વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાના ગ્રાઉન્ડ રિપોર્ટ માટે પહોંચી ત્યારે આખા મેળામા ભારે વરસાદના પગલે ચારેબાજુ કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. સૌથી પહેલાં જુઓ તરણેતરના મેળાની તસવીરો વરસતા વરસાદમાં નેતાઓએ મેળો ખુલ્લો મુક્યો ભાદરવા સુદ ત્રીજ (કેવડા ત્રીજ)ના રોજ રાજકીય અગ્રણીઓ અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરમાં પૂજન-અર્ચન તથા જલાભિષેક કરીને મેળાનો પ્રારંભ કરાયો હતો. ચાલુ વરસાદે નેતાઓએ છત્રીઓ ઓઢીને મેળાને ખુલ્લો મુક્યો હતો. એક તરફ નેતાઓ વોટરપ્રૂફ મંચ પર બિરાજમાન હતા, તો બીજી તરફ મેળાના પ્રારંભે યોજાયેલી સ્પર્ધાઓમાં ભાગ લેવા આવેલા વિદ્યાર્થીઓ વરસતા વરસાદમાં મોટા પ્લાસ્ટિકની ઓથ નીચે ઉભા રહેવા મજબૂર બન્યા હતા. જેને પગલે સરકારી આયોજન સામે સવાલો પણ ઉઠ્યા હતા. લાડુ સ્પર્ધામાં અંતિમ તબક્કામાં પાંચ સ્પર્ધકો વચ્ચે ભારે રસાકસી જોવા મળી મેળાના બીજા દિવસે ગ્રામીણ ઓલિમ્પિક્સ અંતર્ગત યોજાયેલી 'લાડુ સ્પર્ધા' લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ સ્પર્ધામાં 25થી 75 વર્ષની વયજૂથ ધરાવતા 28 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તમામ સ્પર્ધકોએ 30 મિનિટના નિશ્ચિત સમયમાં દાળ સાથે બેસનના ખાંડવાળા લાડુ ખાવાના હતા. સ્પર્ધાની શરૂઆત થતાં જ સ્પર્ધકોએ ઝડપથી લાડુ ખાવાનું શરૂ કર્યું હતું. પહેલી 15 મિનિટમાં જ મોટાભાગના સ્પર્ધકો સરેરાશ 15 જેટલા લાડુ આરોગીને વારાફરતી સ્પર્ધામાંથી બહાર થવા લાગ્યા હતા. પરંતુ અંતિમ તબક્કામાં પ્રથમ સ્થાને આવવા માટે પાંચ સ્પર્ધકો વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. સ્પર્ધકો જ્યારે 22, 24 અને 26 લાડુ સુધી પહોંચ્યા, ત્યારે ઉપસ્થિત દર્શકોએ પણ તાળીઓ અને ચિચિયારીઓ સાથે તેમનો ઉત્સાહ વધાર્યો હતો. વિજેતા બળવંતને રૂ. 2,000નો રોકડ પુરસ્કાર અપાયો સ્પર્ધાની આખરી મિનિટમાં વાતાવરણ ખૂબ જ ઉત્સુકતાપૂર્ણ બની ગયું હતું. આખરે વિંછીયાના ઓરીના વતની 52 વર્ષીય બળવંત રાઘવાણીએ 28 લાડુ ઝાપટીને પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જ્યારે જ્યારે જેરામ લઘુભાઈએ 26 લાડુ ખાઈ બીજો નંબર મેળવ્યો હતો. બળવંતને રૂ. 2,000નો રોકડ પુરસ્કાર અપાયો હતો. જિલ્લા કલેક્ટર જી.એચ.સોલંકીએ જણાવ્યું કે, લોકોના આટલા મોટા ઉત્સાહ અને પ્રતિસાદના કારણે જ સ્પર્ધકોને ભાગ લેવાનો સાચો આનંદ મળ્યો છે. તરણેતરનો આ મેળો આપણી સાંસ્કૃતિક વિરાસતને સાચવવાની સાથે લોકોમાં આનંદ, ઉત્સાહ અને ભાઈચારાની ભાવના પૂરી પાડે છે. ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવી તરણેતર ખાતે સંતો-મહંતોએ સૌ પ્રથમ ધજાજીનું પૂજન કર્યું હતું. જે બાદ વાજતે-ગાજતે શોભાયાત્રા કઢાઈ હતી. તેમજ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી. વિસામણ બાપુની જગ્યાના મહંત નિર્મળાબાએ જણાવ્યું કે, ધ્વજા ચડાવી ખૂબ આનંદની લાગણી થાય છે. અહીં ધ્વજા ચડાવવાની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. તમામ નાગરિકો ઉપર ત્રિનેત્રેશ્વર મહાદેવની કૃપા યથાવત્ રહે તેવી પ્રાર્થના. પ્રથમ દિવસે કાદવ-કીચડનું સામ્રાજ્ય, લોકો નિરાશ થઈ પરત ફર્યા લાંબા સમયથી રાહ જોઈ રહેલા લોકો અને દૂર-દૂરથી આવેલા સહેલાણીઓ પ્રથમ દિવસે મુશળધાર વરસાદના કારણે ભાતીગળ મેળાની મજા માણી શક્યા નહોતા. મેળાના મેદાનમાં જ્યાં માનવ મહેરામણ છલકાતો હોય છે, ત્યાં ચારેય તરફ કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. આથી, લોકો નિરાશ થઈને ઘરે પરત ફરવા મજબૂર બન્યા હતા અને ‘મેઘા હવે ખમૈયા કરો’ તેવી પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. વેપારીઓ અને રાઈડ્સ સંચાલકોની ચિંતા વધી લાખો રૂપિયાના ખર્ચે પ્લોટ ભાડે રાખીને દુકાનો તથા ચકડોળ લગાવનારા વેપારીઓની સ્થિતિ કફોડી બની છે. ત્યારે દિવ્ય ભાસ્કરે મેળામાં આવેલા લોકો, સ્ટોલધારકો અને રાઈડના સંચાલકો સાથે વાતચીત કરી તેઓની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ‘વરસાદ ન પડે તો જ બે પૈસા કમાઈ શકીશું’ મોટી ચકડોળના સંચાલકોએ જણાવ્યું હતું કે, લાખોના ખર્ચે સાધનો લાવ્યા છીએ, પરંતુ પ્રથમ દિવસ સંપૂર્ણ ધોવાઈ ગયો. હવે બાકીના દિવસોમાં વરસાદ ન પડે તો જ બે પૈસા કમાઈ શકીશું. ‘પ્રથમ દિવસે એક પણ ગ્રાહક આવ્યો નથી’ નાની ચકડોળના સંચાલકે જણાવ્યું હતું કે, બહારના રાજ્યમાંથી આવીને રૂ. 2 લાખના ખર્ચે પ્લોટ રાખ્યો છે અને રૂ. 60,000 ભરી પણ દીધા છે. પ્રથમ દિવસે એક પણ ગ્રાહક આવ્યો નથી. જો હજુ વરસાદ પડશે તો બાકીના પૈસા ભરવા પણ સક્ષમ નહીં રહીએ. ‘સામાન પલળતો બચાવવા પ્લાસ્ટિકના મીણીયા શોધવાનો વારો આવ્યો’ રમકડાના વેપારી મહિલાએ જણાવ્યું હતું કે, વરસાદના કારણે દુકાન શરૂ જ ન થઈ શકી. ઉલટાનું સામાન પલળતો બચાવવા પ્લાસ્ટિકના મીણીયા શોધવાનો વારો આવ્યો હતો. બીજા દિવસે તડકો નીકળતાં મેળો જામ્યો, પણ વરસાદની આશંકા યથાવત્ ગત રાત્રે પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા, પરંતુ મેળાના બીજા દિવસે આકરો તાપ નીકળતા જનમેદની ઉમટી પડી હતી અને મેળો જોરદાર જામ્યો હતો. આજથી મેળામાં તમામ ઓલમ્પિક સ્પર્ધાઓનો પણ પ્રારંભ કરી દેવાયો છે. 'પશુ પ્રદર્શન હરીફાઈ'નું પણ ભવ્ય આયોજન કરાયું હતું. આ હરીફાઈમાં શ્રેષ્ઠ પશુઓ અને ઉત્સાહી પશુપાલકોની હાજરી આકર્ષણનું કેન્દ્ર બની છે. નાની વયે પશુપાલન ક્ષેત્રે વિશિષ્ટ રસ ધરાવતા રાજકોટના બાળ પશુપાલક શિવમ બોરીચાએ પોતાના અનુભવ વિશે જણાવ્યું કે, અમે વોળકી ઔલાદનું ગાય લઈને આવ્યા છીએ. જે ગાય એક ટાઈમમાં 10 લીટર દૂધ આપે છે. અમે છેલ્લા 2 વર્ષથી અહીં આવીએ છીએ. અમારો સમગ્ર પરિવાર પશુઓનો વ્હાલપૂર્વક ઉછેર કરે છે. જોકે, આકરા તાપ અને આકાશમાં વાદળોની ઘેરાબંધી જોતા મોડી સાંજ સુધીમાં ફરી વરસાદ ખાબકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તો તમામ વેપારીઓ અને મુલાકાતીઓ બાકીના દિવસોમાં મેઘરાજા વિરામ લે તે માટે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને પ્રાર્થના કરી રહ્યા છે. આ પણ વાંચો, ઝાલાવાડની લોકપરંપરા-લોકકલા સાથે 3 દિવસીય ગ્રામીણ ઓલિમ્પિક, અઢી લાખથી વધુ લોકો ઉમટશે
    Click here to Read More
    Previous Article
    અફઘાનિસ્તાને 148 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી:નીતિશ રેડ્ડી અને અર્શદીપ સિંહે બે-બે બેટર્સને પેવેલિયન ભેગા કર્યા, રવિ બિશ્નોઈ-અક્ષર પટેલ પણ વિકેટ મળી
    Next Article
    દમણમાં દરિયામાં ડૂબતાં યુવકનું રેસ્ક્યૂ, VIDEO:ગણેશ વિસર્જન દરમિયાન યુવક ઊંડા પાણી તરફ ખેંચાયો, લાઇફગાર્ડે બચાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment