Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણમાં દરિયામાં ડૂબતાં યુવકનું રેસ્ક્યૂ, VIDEO:ગણેશ વિસર્જન દરમિયાન યુવક ઊંડા પાણી તરફ ખેંચાયો, લાઇફગાર્ડે બચાવ્યો

    6 hours ago

    વલસાડ જિલ્લાને અડીને આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં મંગળવારે ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના ટળી હતી. સમુદ્ર નારાયણ જેટી પર ગણપતિની પ્રતિમા સાથે પાણીમાં ઉતરેલો એક યુવક અચાનક તેજ લહેરોની ચપેટમાં આવી ગયો હતો. પાણીનો પ્રવાહ વધુ હોવાથી યુવક પોતાનો કાબૂ ગુમાવી ડૂબવા લાગ્યો હતો. આ ઘટનાને પગલે જેટી પર હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. યુવક ઊંડા પાણી તરફ ખેંચાયો ગણેશ વિસર્જન માટે મોટી સંખ્યામાં લોકો સમુદ્ર નારાયણ જેટી પર પહોંચ્યા હતા. આ દરમિયાન એક યુવક ગણપતિની પ્રતિમા સાથે સમુદ્રના પાણીમાં ઉતર્યો હતો. જોકે, અચાનક આવેલી તેજ લહેરોના કારણે તે ઊંડા પાણી તરફ ખેંચાઈ ગયો હતો અને ડૂબવા લાગ્યો હતો. યુવકને ડૂબતો જોઈ આસપાસના લોકોએ બૂમાબૂમ કરી મદદ માટે પોકાર કરી હતી. લાઇફગાર્ડે સમુદ્રમાં છલાંગ લગાવી યુવક ડૂબી રહ્યો હોવાની જાણ થતાં જેટી પર ફરજ બજાવી રહેલા લાઇફગાર્ડે સમય ગુમાવ્યા વિના સમુદ્રમાં છલાંગ લગાવી હતી. ભારે લહેરો વચ્ચે લાઇફગાર્ડ યુવક સુધી પહોંચ્યો હતો અને તેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. સમયસર હાથ ધરાયેલા રેસ્ક્યૂ ઓપરેશનના કારણે યુવકનો જીવ બચી ગયો હતો. પોલીસની મદદથી હોસ્પિટલ ખસેડાયો યુવકને સમુદ્રમાંથી બહાર કાઢ્યા બાદ દમણ પોલીસે પણ તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. યુવકને પોલીસ વાન મારફતે સારવાર માટે દમણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તબીબોએ તેની સારવાર શરૂ કરી હતી. લાઇફગાર્ડની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી ગણેશ વિસર્જન દરમિયાન બનેલી આ ઘટનાથી થોડા સમય માટે સમુદ્ર નારાયણ જેટી પર ચિંતા પ્રસરી હતી. જોકે, લાઇફગાર્ડની સતર્કતા અને ત્વરિત રેસ્ક્યૂના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
    Click here to Read More
    Previous Article
    કાદવ-કીચડ વચ્ચે પણ લોકોએ તરણેતરના મેળાની મોજ માણી:લાડુ સ્પર્ધામાં 52 વર્ષીય સ્પર્ધકે 28 લાડુ ઝાપટી મેદાન માર્યું, હૂડા રાસે આકર્ષણ જમાવ્યું
    Next Article
    બોટાદના અળવ રોડ પર રેલવે ફાટક પાસે કાર સળગી:યુવાનો સમયસર બહાર નીકળી જતાં જાનહાનિ ટળી, સ્થાનિકોએ આગ બુઝાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment