Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 51836 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ:ઉનાળુ વેકેશન પૂર્વે એક્ઝામ, ચૂંટણીના કારણે 3 દિવસ રજા મળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ

    1 day ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાના અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓની પરીક્ષાનો આજે 21 એપ્રિલથી પ્રારંભ થયો છે. જેમાં 125 પરીક્ષા કેન્દ્ર પરથી 51836 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જેમાં 95 પરીક્ષા કેન્દ્ર પર ઓબ્ઝર્વર મુકવામાં આવ્યા છે. યુનિવર્સિટી દ્વારા ગત વર્ષે ઉનાળુ વેકેશન બાદ પરીક્ષા લેવામાં આવી હતી જેને કારણે વેકેશનમાં વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવી પડી હતી જોકે આ વખતે વેકેશન પૂર્વે પરીક્ષા લેવામાં આવતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ છે. ચૂંટણીના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન ત્રણ દિવસની રજા મળશે અને તેથી 30 એપ્રિલ સુધી આ પરીક્ષા ચાલશે. વિદ્યાર્થિની રશ્મિ રાવલે જણાવ્યું હતું કે, હું કણસાગરા કોલેજમાં એફ.વાય.બી.કોમ.માં અભ્યાસ કરું છું. વખતે પરીક્ષાની તૈયારી ખૂબ જ સારી થઈ છે ગત વર્ષે ઉનાળુ વેકેશન પછી પરીક્ષા લેવામાં આવી હતી જેને કારણે વેકેશનમાં પરીક્ષાની ચિંતા હતી પરંતુ આ વર્ષે વેકેશન પૂર્વે પરીક્ષા લેવામાં આવી રહી છે જેથી ખૂબ જ આનંદ સાથે પરીક્ષા આપી રહ્યા છીએ. ગ્રેજ્યુએશન પછી સરકારી નોકરી મેળવવાની ઈચ્છા છે. જ્યારે અન્ય વિદ્યાર્થિની જાનવી વિરડીયાએ જણાવ્યું હતું કે, હું FY બી.કોમ.માં અભ્યાસ કરું છું. પરીક્ષાની તૈયારી સારી થઈ છે. ગ્રેજ્યુએશન પછી સારી જોબ મેળવવાનું સ્વપ્ન છે. વેકેશન પહેલા પરીક્ષા લેવાઈ રહી છે તે ખૂબ જ સારું છે અને તેનાથી આખું વેકેશન પરીક્ષાની ચિંતા તો ન રહે. કણસાગરા કોલેજના 235 વિદ્યાર્થિની બી.કોમ. સેમેસ્ટર-2 ની પરીક્ષા આપી રહી છે. CCTV અને ચુસ્ત સુપરવિઝન હેઠળ આ પરીક્ષા લેવામાં આવી રહી છે. યુનિવર્સિટીમાં આજે 21 એપ્રિલથી શરૂ થયેલી પરીક્ષામાં સેમેસ્ટર -2 માં બી.એ.માં 17948 તો બી.કોમ.માં 16595 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે બી.સી.એ.માં 5990, બી.બી.એ.માં 5295, બીએસ.સી.માં 1861 અને એમ.એ.માં 1024 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના 25 કોર્સની પરીક્ષા શરૂ થઈ છે. જે 30 એપ્રિલ સુધી ચાલશે કારણકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે તા.25,26 અને 27 એપ્રિલના રજા રાખવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ઇન્ડિયા કોલોનીમાં ભાજપના પ્રચાર કરવા ગયેલા કાર્યકર્તાને માર પડ્યો:સ્થાનિકે કહ્યું, અહીંયા આવવું નહીં, ચાલીમાં આવ્યા તો તમારા હાથ પગ તોડી નાખીશું; ફરિયાદ નોંધાઈ
    Next Article
    પાવીજેતપુરમાં કારનો ભૂક્કો અને ટ્રેક્ટરના બે ફાડિયા:સુસ્કાલ ગામ પાસે એક્સિડન્ટમાં કારચાલક શખસનું મોત, એરબેગ ખુલી પણ જીવ ન બચી શક્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment