Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્ડિયા કોલોનીમાં ભાજપના પ્રચાર કરવા ગયેલા કાર્યકર્તાને માર પડ્યો:સ્થાનિકે કહ્યું, અહીંયા આવવું નહીં, ચાલીમાં આવ્યા તો તમારા હાથ પગ તોડી નાખીશું; ફરિયાદ નોંધાઈ

    22 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આચાર માટે જઈ રહેલા ભાજપના ઉમેદવારોનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદના પણ અલગ અલગ વોર્ડમાં ભાજપના ઉમેદવારનો લોકો વિરોધ કરી રહ્યા છે, ત્યારે ઇન્ડિયા કોલોની વોર્ડમાં પણ ભાજપ સામે સ્થાનિક લોકોની ભારે નારાજગી છે. સરસપુર અશોક મિલની નવી ચાલી પાસે ભાજપના ચૂંટણી પ્રચારમાં ગયેલા કાર્યકર્તાને સ્થાનિક રહીશે તમારે ભાજપ વાળાએ અમારી ચાલીમાં પ્રચાર માટે આવવું નહીં કહી માર માર્યો હતો. લોકસંપર્ક રાઉન્ડ માટે આવ્યા છે એવું કહેતા માર માર્યો અને ગાળા ગાળી થઈ હતી. આ મામલે ભાજપના કાર્યકરે હસમુખ વોરા નામના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભાજપના ઉમેદવારો લોકસંપર્ક રાઉન્ડમાં ગયા ને સ્થાનિકોમા રોષ જોવા મળ્યો મળતી માહિતી મુજબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમદાવાદ મનપામાં ઇન્ડિયા કોલોની વોર્ડના ચારે ઉમેદવારો અલગ અલગ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે લોકસંપર્ક રાઉન્ડ કરી રહ્યાં છે. ત્યારે તેમની સાથે નરોડા રોડ વિસ્તારમાં બુદ્ધનગર સોસાયટીમાં રહેતા ભાજપના કાર્યકર્તા ધીરજભાઈ રાઠોડ પણ ચારેય ઉમેદવારો સાથે લોક સંપર્ક રાઉન્ડમાં જોડાયા હતાં. ચૂંટણી પ્રચાર માટે લક્ષ્મીપુરાની ચાલી અને અશોક મિલની નવી ચાલીની આજુબાજુના વિસ્તારોમાં લોક સંપર્કો રાઉન્ડ માટે ગયા હતાં. કોલર પકડીને ભાજપના કાર્યકરને લાફો મારી દીધો અશોક મિલની નવી ચાલી પાસે ભાજપના કાર્યકર્તાઓ અને ચારેય ઉમેદવારો ગયા હતા, ત્યારે ચાલીના નાકે હસમુખભાઈ વોરા ઉર્ફે કાળુ ગુલાબી ઊભો હતો. હસમુખભાઈએ કહ્યું હતું, તમારે ભાજપવાળા અમારી ચાલીમાં પ્રચાર માટે આવવું નહીં તમે લોકો અહીંયાથી જતા રહો. જેથી ધીરજભાઈએ કહ્યું હતું કે, અમે અહીંયા લોક સંપર્ક રાઉન્ડ માટે આવ્યા છીએ, જે લોક સંપન્ન રાઉન્ડ પૂરો કરી જતા રહીશું. જેથી હસમુખભાઈએ ઉશ્કેરાઈ અને ધીરજભાઈને ગાળા ગાળી કરી હતી. ગાળો બોલવાની ના પાડતા હસમુખભાઈએ કોલર પકડી અને ભાજપના કાર્યકર એવા ધીરજ પ્રજાપતિને લાફો મારી દીધો હતો. ભાજપના કાર્યકરે ફરિયાદ નોંધાવી હસમુખભાઈએ ધમકી આપી હતી કે, હવે પછી અહીંયા ચાલીમાં આવ્યા તો તમારા હાથ પગ તોડી નાખીશું. જેથી ભાજપના કાર્યકરો અને ઉમેદવારો ત્યાંથી નીકળી ગયા હતાં. ભાજપના કાર્યકરને પ્રચારમાં માર મારવામાં આવતા પાર્ટીમાં જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભાજપના કાર્યકરે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે હસમુખ વોરા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોના ટોળા ભેગા થઈ ગયા અને ભાજપના ઉમેદવારનો વિરોધ કર્યો સૂત્રો પાસેથી મળતી માહિતી, મુજબ ઇન્ડિયા કોલોની વોર્ડમાં ભાજપનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે અલગ અલગ જગ્યાએ પ્રકાર માટે જઈ રહેલા ભાજપના ઉમેદવારોને જાકારો મળી રહ્યો છે. ત્યારે અશોક મિલની નવી ચાલી પાસે પણ જ્યારે ભાજપના ઉમેદવારો લોક સંપર્ક રાઉન્ડમાં ગયા હતા ત્યારે સ્થાનિક લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને તેમનો વિરોધ કર્યો હતો. અન્ય એક બે કાર્યકર્તાની સાથે પણ ઝપાઝપી થઈ પોલીસ ફરિયાદ મુજબ માત્ર એક જ ભાજપના કાર્યકર્તાને માર મારવામાં આવ્યો હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ જ્યારે પ્રચારમાં ગયા ત્યારે ભાજપના ઉમેદવારના ભાઈને અને અન્ય એક બે કાર્યકર્તાની સાથે પણ ઝપાઝપી થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઇન્ડિયા કોલોની વોર્ડમાં ભાજપના પ્રચારમાં થઈ રહેલા વિરોધને લઈને સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં રાજકીય ભાષણો બન્યા વિવાદનું કેન્દ્ર:સંયુક્ત મુસ્લિમ સેવા સમાજે પોલીસ કાર્યવાહીની માંગ કરી
    Next Article
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 51836 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ:ઉનાળુ વેકેશન પૂર્વે એક્ઝામ, ચૂંટણીના કારણે 3 દિવસ રજા મળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment