Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાવીજેતપુરમાં કારનો ભૂક્કો અને ટ્રેક્ટરના બે ફાડિયા:સુસ્કાલ ગામ પાસે એક્સિડન્ટમાં કારચાલક શખસનું મોત, એરબેગ ખુલી પણ જીવ ન બચી શક્યો

    5 days ago

    પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ ગામ પાસે ગત રાત્રિએ કાર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં એક આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા ટ્રેક્ટરે કારને ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. પાવીજેતપુરના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા રાકેશ જીવન સોલંકી (55) તારીખ 20ની રાત્રિએ પોતાની કાર લઈને પાવીજેતપુર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સુસ્કાલ ગામ પાસે સામેથી આવતા એક અજાણ્યા ટ્રેક્ટરના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી કાર સાથે જોરદાર ટક્કર મારી હતી. ગંભીર ઈજાઓ અને કરુણ મોત અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કુરચો બોલી ગયો હતો. અકસ્માતમાં રાકેશ સોલંકીને ડાબા પગે અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. પોલીસ કાર્યવાહી ઘટના અંગે જાણ થતાં પાવીજેતપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ અને વધુ તપાસ શરૂ કરી છે. દાંડિયા બજારના રહીશના આકસ્મિક અવસાનને પગલે સ્થાનિક પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 51836 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ:ઉનાળુ વેકેશન પૂર્વે એક્ઝામ, ચૂંટણીના કારણે 3 દિવસ રજા મળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ
    Next Article
    પારડીમાં 1.27 લાખના હેરોઈન સાથે ગેરેજ સંચાલક ઝડપાયો:વડોદરા કનેક્શન ખુલ્યું, ગેરેજની આડમાં છૂટક વેચાણ કરતો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment