Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં 518 પોલીસ અધિકારીઓની બદલી:સોમનાથ PI એચ.આર. ગોસ્વામીની સુરત બદલી કરવામાં આવી

    13 hours ago

    ગુજરાત રાજ્યના ગૃહ વિભાગે પોલીસ વિભાગમાં મોટા પાયે બદલીઓ કરી છે. કુલ 518 પોલીસ અધિકારીઓની બદલીના આદેશો બહાર પાડવામાં આવ્યા છે. આ બદલીઓમાં સોમનાથ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એચ.આર. ગોસ્વામીની સુરત ખાતે બદલી કરવામાં આવી છે. પીઆઈ ગોસ્વામીએ ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમય સુધી સેવા આપી છે. તેઓ બે વર્ષ સુધી વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવ્યા બાદ, બે મહિના પહેલા જ ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાના આંતરિક આદેશથી સોમનાથ પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળ્યો હતો. વેરાવળ ખાતેના તેમના કાર્યકાળ દરમિયાન, પીઆઈ ગોસ્વામીએ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તથા અનેક ગુનાઓ ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય યોગદાન આપ્યું હતું અને વેપારીઓ તથા સમાજના અગ્રણીઓ સાથે સારા સંબંધો જાળવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બગવદર પોલીસે ટ્રકમાંથી 82.68 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:રોજીવાડા પાસે 5640 બોટલ સાથે ચાર સામે ગુનો દાખલ
    Next Article
    વેસ્ટ ઝોનનો વિકાસ વધશે:નવા 150 ફૂટ રિંગ રોડ પર એન્ટ્રી વોલ અને સ્માર્ટ સિટી રોડના કામો શરૂ, 45 મીટર પહોળા ડી.પી. રોડને ડેવલોપ કરવાનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment