Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બગવદર પોલીસે ટ્રકમાંથી 82.68 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:રોજીવાડા પાસે 5640 બોટલ સાથે ચાર સામે ગુનો દાખલ

    15 hours ago

    પોરબંદર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત બગવદર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રોજીવાડાથી ઇશ્વરીયા ગામ તરફ જતા રસ્તા પર એક વાડી નજીકથી પોલીસે આઇસર ટ્રકમાંથી ₹82.68 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹82,68,800નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ રેન્જના DIG રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર SP ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં દારૂની બદી નાબૂદ કરવા આપેલી સૂચનાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગ્રામ્ય DYSP સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ બગવદર પીએસઆઈ આર.જી. ચુડાસમા અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ચોક્કસ બાતમીના આધારે, પોલીસે રોજીવાડા ગામની સીમમાં રવી ભોજાભાઈ કણેતની વાડી પાસે ખુલ્લા વિસ્તારમાં ઉભેલા ટ્રક પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન, આઇસર ટ્રકમાંથી 4272 નંગ વિદેશી દારૂની બોટલો (કિંમત ₹55,53,600) અને 1368 નંગ 750 મી.લી.ની બોટલો (કિંમત ₹19,15,200) મળી આવી હતી. આઇસર ટ્રકની કિંમત ₹8,00,000 ગણવામાં આવી છે. આમ, કુલ ₹82,68,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે રોજીવાડાના રવી ભોજાભાઈ કણેત, ઇશ્વરીયાના રાજુ નાથાભાઈ વેસરા, ટ્રકના અજાણ્યા ચાલક અને દારૂનો જથ્થો મોકલનાર અન્ય એક ઇસમ સહિત ચાર લોકો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં આ જથ્થો છુપાવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ હવે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પરિવારના ત્રાસથી નિવૃત્ત PIનો આપઘાત:સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પોલીસબેડામાં મોટો ફેરફાર, રાજ્ય પર ફરી તોળાયું માવઠાનું સંકટ
    Next Article
    રાજ્યમાં 518 પોલીસ અધિકારીઓની બદલી:સોમનાથ PI એચ.આર. ગોસ્વામીની સુરત બદલી કરવામાં આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment