Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેસ્ટ ઝોનનો વિકાસ વધશે:નવા 150 ફૂટ રિંગ રોડ પર એન્ટ્રી વોલ અને સ્માર્ટ સિટી રોડના કામો શરૂ, 45 મીટર પહોળા ડી.પી. રોડને ડેવલોપ કરવાનું આયોજન

    11 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં માળખાગત સુવિધાઓ અને સુંદરતામાં વધારો કરવા માટે બે મહત્ત્વના પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. મનપા દ્વારા નવા 150 ફૂટ રિંગ રોડ અને જામનગર રોડ જંક્શન પર ભવ્ય એન્ટ્રી વોલ સાથે બ્યુટીફીકેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, વોર્ડ નં. 1માં રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધીના 45 મીટર પહોળા ડી.પી. રોડને ડેવલોપ કરવાનું આયોજન પણ અમલમાં મૂકાયું છે. જામનગર રોડ અને બીજા 150 ફૂટ રિંગ રોડના જંક્શનને શહેરના મુખ્ય પ્રવેશદ્વાર તરીકે આકર્ષક બનાવવા માટે રૂ. 3.71 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ડી.પી. રોડ સ્માર્ટ સિટીના જોડાણ અને ટ્રાફિકની સુવિધા માટે મહત્વનો સાબિત થશે આ પ્રોજેક્ટ અંતર્ગત રસ્તાના બંને ખૂણાઓ પર 113 રનિંગ મીટર લંબાઈની કલાત્મક દીવાલ બનાવવામાં આવશે અને ટ્રાફિકના સુચારુ સંચાલન માટે એક ભવ્ય સર્કલનું પણ નિર્માણ કરવામાં આવશે. બીજીતરફ રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધીના કુલ 1300 મીટર લંબાઈના રસ્તાને અદ્યતન રીતે વિકસાવવા માટે અંદાજે 17 કરોડનો ખર્ચ નિર્ધારિત કરવામાં આવ્યો છે. 45 મીટરની પહોળાઈ ધરાવતો આ નવો ડી.પી. રોડ સ્માર્ટ સિટીના જોડાણ અને ટ્રાફિકની સુવિધા માટે અત્યંત મહત્વનો સાબિત થશે. રાજકોટ મહાનગરપાલિકાએ આ કામગીરીનો જોરશોરથી પ્રારંભ થઈ ચૂક્યો હોવાનું સત્તાવાર જાહેર કર્યું છે. લાયન સફારી પાર્કની કામગીરી 90% પૂર્ણ રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂ પાછળ સાકાર થઈ રહેલા મીની સાસણ સમાન લાયન સફારી પાર્કનું કામ હવે અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. આશરે 90 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી હોય, તંત્ર દ્વારા આગામી મે માસના અંતે અથવા જૂનના પ્રારંભમાં, એટલે કે ઉનાળુ વેકેશન દરમિયાન જ આ પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવાની તૈયારીઓ તેજ કરવામાં આવી છે. રૂ. 44 કરોડના ખર્ચે 38 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં ગીર જેવું જ કુદરતી વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. આ સફારી પાર્કમાં પ્રવાસીઓ ખુલ્લી જીપમાં બેસીને એશિયાટિક લાયન અને વાઘ જેવા અનેક વન્ય પ્રાણીઓને મુક્ત અવસ્થામાં જ નિહાળી શકશે. હવે સ્થાનિકો અને સૌરાષ્ટ્રના પ્રવાસીઓને સિંહ દર્શન માટે સાસણ સુધી લાંબા થવું નહીં પડે સલામતીના ભાગરૂપે 5 મીટર ઊંચી ચેઇનલિંક ફેન્સિંગ, નાઇટ શેલ્ટર અને આંતરિક રોડના કામો પૂરા કરી લેવાયા છે. હાલમાં આકર્ષક એન્ટ્રન્સ પ્લાઝા, ફૂડ કોર્ટ, પાર્કિંગ અને ટિકિટ કાઉન્ટરનું કામ પ્રગતિમાં છે. લાલપરી તળાવથી પાણીનું જોડાણ અને ગીર જેવો કલાત્મક પ્રવેશદ્વાર આ પાર્કનું મુખ્ય આકર્ષણ બનશે. રાજકોટ મહાનગરપાલિકાના આ પ્રોજેક્ટથી હવે સ્થાનિકો અને સૌરાષ્ટ્રના પ્રવાસીઓને સિંહ દર્શન માટે સાસણ સુધી લાંબા થવું નહીં પડે અને ઘરઆંગણે જ જંગલ સફારીનો આનંદ મળશે. હરિપર રોડ પર બંગલામાં શોર્ટ સર્કિટથી આગ રાજકોટના કાલાવડ રોડ પર હરિપર રોડ સામે આવેલી આસુતોષ રેસિડન્સીના બંગલા નંબર B/3ના પહેલા માળે આજે બપોરે આગ લાગવાની ઘટના બની હતી. મિલનભાઈ બોસમિયાના માલિકીના આ બંગલાના રૂમમાં એસીમાં અચાનક શોર્ટ સર્કિટ થવાને કારણે આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રૂમમાં રહેલ એસી, ફર્નિચર, POP, ઇલેક્ટ્રિક આઇટમ અને કબાટ સહિતનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ બનાવને પગલે સોસાયટીના રહીશોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. આ બનાવની જાણ થતા જ કાલાવડ ફાયર સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગના જવાનોએ આશરે 40 મિનિટ સુધી સતત પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ફાયર ફાઈટરોની સમયસૂચકતાને કારણે આગને વધુ પ્રસરતી અટકાવી દેવામાં આવી હતી. હાલ નુકસાનીનો ચોક્કસ આંકડો જાણવા મળ્યો નથી, પરંતુ ઘરની કિંમતી વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ છે. મનપા દ્વારા વોર્ડ નં.8ના રૂ. 100 કરોડના કામો માટે ફરી ટેન્ડર પ્રસિદ્ધ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પશ્ચિમ રાજકોટના વોર્ડ નં.8માં ડીઆઈ પાઈપલાઈન અને રોડ રીસ્ટોરેશનના કામો માટે ફરીથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. અગાઉ સ્ટેન્ડિંગ કમીટીમાં 100 કરોડની દરખાસ્ત રજૂ કરાઈ હતી, પરંતુ એજન્સીઓ દ્વારા ઉંચા 'ઓન' ના ભાવ ભરીને રીંગ બનાવવામાં આવતા કામો રીટેન્ડરમાં મોકલાયા હતા. ખાસ કરીને રૈયા રોડ, નિર્મલા રોડ અને કાલાવડ રોડ વિસ્તારના આ કામો માટે હવે અનુક્રમે રૂ. 20.90 કરોડ અને રૂ. 65.34 કરોડના નવા ટેન્ડર પ્રસિદ્ધ થયા છે. અગાઉ સમાન કામોમાં 13થી 14 ટકા ડાઉન ભાવ મળ્યા હતા, જેની સામે આ વખતે માત્ર 4 ટકા ડાઉન ભાવ આવતા કોર્પોરેશનને અંદાજે 10 ટકા જેટલું નુકસાન જાય તેમ હતું. છેલ્લા 3 મહિનામાં મનપાએ એજન્સીઓની આંતરિક મીલીભગત અને ઉંચા ભાવોને કારણે 14 થી વધુ ટેન્ડરો ફરીથી બહાર પાડવા પડ્યા છે. જેમાં બગીચાઓની જાળવણી અને ડ્રોન કામગીરીના ટેન્ડરોનો પણ સમાવેશ થાય છે. હવે આ 100 કરોડના વિકાસકામો પર નવી બોડી દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં 518 પોલીસ અધિકારીઓની બદલી:સોમનાથ PI એચ.આર. ગોસ્વામીની સુરત બદલી કરવામાં આવી
    Next Article
    પોરબંદર મહાનગરપાલિકાનું 2026-27નું બજેટ રજૂ:995 કરોડનું બજેટ, 53.38 કરોડની પુરાંત મંજૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment