Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદર મહાનગરપાલિકાનું 2026-27નું બજેટ રજૂ:995 કરોડનું બજેટ, 53.38 કરોડની પુરાંત મંજૂર

    10 hours ago

    પોરબંદર મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2026-27 માટેનું અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું છે. વહીવટદાર એસ.ડી. ધાનાણી (આઈ.એ.એસ.)ના અધ્યક્ષસ્થાને તા. 21/03/2026 ના રોજ સ્થાયી સમિતિની બેઠકમાં આ બજેટ રજૂ કરાયું હતું. આ બજેટમાં કુલ રૂ. 9,95,05,57,707/- (લગભગ 995 કરોડ) ની આવક અને રૂ. 9,41,67,72,164/- (લગભગ 941 કરોડ) ના ખર્ચની જોગવાઈ છે, જેમાં રૂ. 53,38,60,543/- (લગભગ 53.38 કરોડ) ની પુરાંત દર્શાવવામાં આવી છે. આ વિકાસલક્ષી બજેટ શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ કામો હાથ ધરવા પર ભાર મૂકે છે. બિનજરૂરી ખર્ચાઓમાં કાપ મૂકીને પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. રસ્તા અને માળખાગત સુવિધા: શહેરમાં રસ્તાઓના વિકાસ માટે કરોડો રૂપિયાના ખર્ચે નવા રસ્તા, રિસર્ફેસિંગ, સીસી રોડ, પેવરબ્લોક અને સ્ટ્રીટલાઈટ લગાવવાની કામગીરી ચાલી રહી છે. શહેરને ધૂળમુક્ત બનાવવા માટે પેવરબ્લોકના કામોને ગતિ આપવામાં આવી રહી છે. બ્યુટીફિકેશન અંતર્ગત બંદર રોડના બગીચાઓનું અપગ્રેડેશન, ચોપાટી ખાતે નવા ગેટ, કમલાનહેરુ ગાર્ડન તથા પેરેડાઈઝ સર્કલનો વિકાસ, સુકાળા તળાવનું સૌંદર્યકરણ અને શહેરમાં ડેકોરેટિવ લાઈટિંગ તથા વોલ પેઈન્ટિંગ જેવી કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદી પાણીના નિકાલ માટે અંદાજે રૂ. 50 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ અને પમ્પિંગ સ્ટેશનો ઉભા કરવામાં આવી રહ્યા છે. આનાથી પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળશે. ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ માટે રૂ. 160 કરોડથી વધુના આયોજન સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ગટર લાઈન અને એસ.ટી.પી. (સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) બનાવવાની પ્રક્રિયા ચાલુ છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત જૂના ઘન કચરાનો નિકાલ અને નવી મશીનરીની ખરીદી પર ભાર મૂકાયો છે. પાણી પુરવઠા ક્ષેત્રે રૂ. 158 કરોડના ખર્ચે નેટવર્ક અપગ્રેડેશન, નવી ટાંકીઓ અને નવા વિસ્તારોમાં પાણીની સુવિધા વધારવા માટેના કામો રાજ્ય સરકારના GUDC દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. સ્ટ્રીટલાઈટ માટે સ્માર્ટ અને એનર્જી એફિશિયન્ટ લાઈટિંગ સાથે સીસીટીવી કેમેરા સ્થાપનાનો સમાવેશ કરતો વિશાળ પ્રોજેક્ટ અંદાજે રૂ. 55 કરોડના ખર્ચે શરૂ કરવામાં આવ્યો છે. શહેરના હેરીટેજ સંરક્ષણ, શિક્ષણ ક્ષેત્રે મોડર્ન લાઈબ્રેરી, સ્કૂલ બિલ્ડિંગ અને આંગણવાડીના નિર્માણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આ ઉપરાંત, જનસુવિધા કેન્દ્રો, પબ્લિક ટોયલેટ અને પરિવહન સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. શહેરના આધુનિકીકરણ, સુવિધાઓના વિસ્તરણ, પ્રવાસન વિકાસ તથા નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને વિવિધ મહત્વાકાંક્ષી યોજનાઓને આ બજેટમાં પ્રાથમિકતા આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વેસ્ટ ઝોનનો વિકાસ વધશે:નવા 150 ફૂટ રિંગ રોડ પર એન્ટ્રી વોલ અને સ્માર્ટ સિટી રોડના કામો શરૂ, 45 મીટર પહોળા ડી.પી. રોડને ડેવલોપ કરવાનું આયોજન
    Next Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:શેલાની સ્કાયસિટી રિવેરા ઇલાઇટ સોસાયટીમાં આગ, નિવૃત્ત PIની પત્ની-દીકરાના ત્રાસથી આત્મહત્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment