Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવકને હનીટ્રેપમાં ફસાવી ત્રણ શખ્સોએ રૂ. 51,700 પડાવી લીધા:સોશિયલ મીડિયામાં યુવતિના નામની આઈડીથી દોસ્તી કરી બોલાવ્યા બાદ છરી બતાવી માર માર્યો, 4 સામે ગુનો

    7 hours ago

    મહેસાણાના વિસનગર તાલુકાના એક ગામના 26 વર્ષીય યુવક હર્ષકુમાર ચૌધરી હનીટ્રેપનો શિકાર બન્યા છે. તેમને સોશિયલ મીડિયા પર સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ મારફતે નિકીતા પ્રજાપતિ નામના આઈડી પરથી દોસ્તી કરી મળવા માટે ચાણસ્મા તાલુકાના પીપળ ગામ નજીક બોલાવવામાં આવ્યા હતા. 9 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે હર્ષકુમાર પીપળથી સરસાવ જતા રોડ પર આવેલા પુલ પાસે પહોંચ્યા હતા. જોકે, ત્યાં યુવતી મળી નહોતી. આ સમયે નંબર પ્લેટ વગરના બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ તેમની બાઈકની ચાવી કાઢી લીધી હતી. તેમણે હર્ષકુમારને ગાલ પર લાફા મારી અપશબ્દો બોલ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ હર્ષકુમારને છરી બતાવી ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ રૂ. 3,00,000ની માંગણી કરી હતી. હર્ષકુમાર પાસે પૂરતા પૈસા ન હોવાથી આરોપીઓએ ગુગલ પે મારફતે 1,700 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ ઉપરાંત, તેમણે હર્ષકુમારના મિત્ર સૌરભ ચૌધરીને મહેસાણા ડી-માર્ટ ચોકડી બોલાવી તેની પાસેથી 50,000 રૂપિયા રોકડા પડાવી લીધા હતા. આરોપીઓએ હર્ષકુમારના કાનમાં પહેરેલી સોનાની કડી પણ કઢાવી લીધી હતી. આમ કુલ 51,700 રૂપિયાની લૂંટ થઈ હતી. આ સમગ્ર ઘટના અંગે ગભરાયેલા હર્ષકુમારે ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નિકીતા પ્રજાપતિ અને ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં 30 વર્ષીય પરિણીતાને પતિએ 'કપલ સ્વેપીંગ' માટે દબાણ કર્યું:વિરોધ કર્યો તો માર માર્યો, યુવતીએ દેરાણીને વાત કરી તો કહ્યું- 'આધુનિક સમયમાં આવી પાર્ટી કોમન'
    Next Article
    કચ્છમાં વરસાદ ખેંચાતા પશુપાલકો માટે ઘાસ વિતરણ શરૂ:માંડવીમાં 4 લાખ કિલોથી વધુ, જિલ્લામાં કુલ 17 લાખ કિલો ઘાસ અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment