Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છમાં વરસાદ ખેંચાતા પશુપાલકો માટે ઘાસ વિતરણ શરૂ:માંડવીમાં 4 લાખ કિલોથી વધુ, જિલ્લામાં કુલ 17 લાખ કિલો ઘાસ અપાયું

    8 hours ago

    કચ્છ જિલ્લામાં વરસાદ મોડો પડવાને કારણે પશુપાલકો અને માલધારીઓને ઘાસચારાની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિમાં રાજ્ય સરકારે ઘાસ વિતરણ શરૂ કર્યું છે, જે પશુપાલકો માટે મોટી રાહત છે. અત્યાર સુધીમાં કચ્છ જિલ્લામાં 17 લાખ કિલોથી વધુ ઘાસ પશુઓ માટે આપવામાં આવ્યું છે, જેમાં માંડવી તાલુકામાં જ 4 લાખ કિલોથી વધુ ઘાસનું વિતરણ થયું છે. માંડવી તાલુકામાં 23 જુલાઈથી ઘાસ વિતરણ શરૂ થયું હતું. તાલુકાના 90 ગામોને આવરી લેવા માટે કુલ 10 ઘાસ ડેપો બનાવવામાં આવ્યા છે. મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવાએ જણાવ્યું કે, તાલુકામાં આશરે 1,40,089 પશુઓ નોંધાયેલા છે. અત્યાર સુધીમાં 5,300 ઘાસકાર્ડ આપવામાં આવ્યા છે અને નવા કાર્ડ બનાવવાની પ્રક્રિયા પણ ચાલુ છે. સરકાર પશુપાલકોને બજાર ભાવ કરતાં ઘણા ઓછા ભાવે ઘાસ આપી રહી છે. બજારમાં જ્યાં 15થી 16 રૂપિયા પ્રતિ કિલો ઘાસ મળે છે, ત્યાં સરકાર માત્ર 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઘાસ આપી રહી છે. આનાથી વરસાદ મોડો પડ્યો હોય તેવા વિસ્તારોમાં પશુપાલકોને તેમના પશુઓનો નિભાવ કરવામાં આર્થિક મદદ મળી રહી છે. કોડાય ગામના પશુપાલક રવિભાઈ ગઢવીએ કહ્યું કે, ઓછા વરસાદને કારણે ઘાસચારાની જરૂરિયાત વધી છે. આવા સમયે સરકાર દ્વારા થતું વિતરણ તેમના માટે રાહત બન્યું છે. તેમણે જણાવ્યું કે, તેઓ પહેલા રાઉન્ડ પછી બીજા રાઉન્ડમાં પણ ઘાસ લેવા આવ્યા છે. કોડાય ગામના સરપંચ વિરલભાઈ જોશીએ જણાવ્યું કે, કોડાયમાં શરૂ કરાયેલા ઘાસ ડેપોમાં આસપાસના 11 ગામોને આવરી લેવાયા છે. સરકાર દ્વારા સસ્તા ભાવે ઘાસ મળવાથી માલધારીઓ અને ખેડૂતોને ઘણી મદદ મળી રહી છે. વરસાદની રાહ જોઈ રહેલા પશુપાલકો માટે હાલ સરકારી ઘાસચારો પશુઓનો નિભાવ કરવામાં મોટો આધાર બની રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    યુવકને હનીટ્રેપમાં ફસાવી ત્રણ શખ્સોએ રૂ. 51,700 પડાવી લીધા:સોશિયલ મીડિયામાં યુવતિના નામની આઈડીથી દોસ્તી કરી બોલાવ્યા બાદ છરી બતાવી માર માર્યો, 4 સામે ગુનો
    Next Article
    થાનગઢની રંગબેરંગી છત્રીઓની હસ્તકલાનો તરણેતર મેળામાં દબદબો:વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર, 25 મહિલાને મળે છે રોજગારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment