Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં ભારે પવન સાથે વરસાદથી 51 વીજપોલ ધરાશાયી:MGVCLને 4 લાખનું નુકસાન થયાનો અંદાજ, વીજ પુરવઠો પૂર્વવત કરવા અલગ-અલગ ટીમો બનાવાઈ

    1 week ago

    મહીસાગર જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે વીજ માળખાને વ્યાપક નુકસાન થયું છે. MGVCL વિભાગના પ્રાથમિક અંદાજ મુજબ, ભારે પવનના કારણે જિલ્લાના વિવિધ ગામો અને વિસ્તારોમાં કુલ 51 વીજપોલ ધરાશાયી થયા છે. વીજપોલ તૂટી પડવાને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેનાથી સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ વાવાઝોડા અને વરસાદને કારણે MGVCLને અંદાજિત 4 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, MGVCL વિભાગ દ્વારા તાત્કાલિક અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો ઝડપથી પુનઃ શરૂ કરવા માટે કામગીરી કરી રહી છે. કર્મચારીઓ સતત ક્ષેત્રમાં રહીને તૂટેલા વીજપોલ, વાયર અને અન્ય સાધનોનું સમારકામ કરી રહ્યા છે. વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી પ્રગતિમાં છે. શક્ય તેટલી વહેલી તકે તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ વ્યવસ્થા સામાન્ય કરી દેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    'કોઈ ગ્રાહક હોય તો આપો, અમે વિઝા કરાવી આપીશું':બોગસ વર્ક પરમીટ પર વિદેશ મોકલતા અમદાવાદી પરિવારનો ભાંડો ફૂટ્યો, પરમિટના નામે સુરતના એજન્ટના ₹1.18 કરોડ લૂંટ્યા
    Next Article
    ખાતરની કટોકટીનો ડિજિટલ અંત:સરકારે નવી એપ લોન્ચ કરી, પ્રિ-બુકિંગથી ખેડૂતોને લાંબી લાઈનોમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment