Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કોઈ ગ્રાહક હોય તો આપો, અમે વિઝા કરાવી આપીશું':બોગસ વર્ક પરમીટ પર વિદેશ મોકલતા અમદાવાદી પરિવારનો ભાંડો ફૂટ્યો, પરમિટના નામે સુરતના એજન્ટના ₹1.18 કરોડ લૂંટ્યા

    1 week ago

    વિદેશ જવાની ઘેલછા ધરાવતા લોકોને શિકાર બનાવી કરોડો રૂપિયા ખંખેરી લેતી ગેંગ સુરત અને અમદાવાદમાં સક્રિય થઈ છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં સ્ટુડન્ટ વિઝાનું કામ કરતા એક એજન્ટને લંડનમાં કેર હોમની વર્ક પરમીટ અપાવવાના બહાને અમદાવાદના એક પરિવારે કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. અમદાવાદના બોપલ અને લંડનમાં 'ફ્લાયઓવર ઈન્ટરનેશનલ' નામે ઓફિસ ધરાવતા રવાણી પરિવારે ભેગા મળીને કુલ 1.18 કરોડ (ભોગ બનનારના દાવા મુજબ 1.30 કરોડ) ની છેતરપિંડી આચરતા કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. લંડનમાં પણ ઓફિસ અને કોવિડ પછી કેર હોમમાં જરૂર હોવાનું કહી જાળ બિછાવી સુરતના કાપોદ્રાની મહારાણા પ્રતાપ ચોપાટી નજીક 'સ્ટાર એજ્યુકેશન ગાઈડન્સ' નામે ઓફિસ ધરાવતા અશ્વિન માયાણીએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2023માં અમદાવાદના ટીઆરબી મોલમાં ઓફિસ ધરાવતા 'ફ્લાયઓવર ઈન્ટરનેશનલ' ના સંચાલકો ભાવેશ રવાણી, તેમના પત્ની ભાવનાબેન રવાણી, પુત્ર હર્ષ રવાણી અને પુત્રવધૂ નિરાલી રવાણી સાથે અશ્વિનભાઈનો સંપર્ક થયો હતો. રવાણી પરિવારે વિશ્વાસ આપ્યો હતો કે કોવિડ પછી યુકેમાં કેર હોમ્સમાં માણસોની ભારે જરૂરિયાત છે, જેથી જો કોઈ ગ્રાહક હોય તો આપો, અમે વિઝા કરાવી આપીશું. ઓનલાઈન લાયસન્સ બતાવી બોગસ વર્ક પરમીટો દેખાડી શરૂઆતમાં અશ્વિનભાઈએ પોતાના સંબંધીઓની એક-બે ફાઈલો આપી હતી, જેના વિઝા આવી જતાં ગ્રાહકો લંડન પહોંચ્યા હતા. આ સફળતા જોઈ અશ્વિનભાઈએ બીજી સાતેક ફાઈલોનું કામ રવાણી પરિવારને સોંપ્યું હતું. જોકે, ગ્રાહકો લંડન પહોંચ્યા બાદ ખબર પડી કે ત્યાં આવી કોઈ કંપનીઓ અસ્તિત્વમાં જ નથી! આ શાર્પ માઈન્ડેડ પરિવારે ઓનલાઈન કેર હોમના લાયસન્સ મેળવી, તેના આધારે બોગસ વર્ક પરમીટો બનાવીને લોકોને લંડન બોલાવી લીધા હતા. ત્યાં ગયા પછી લોકોને કોઈ કામ કે વિઝા મળ્યા ન હતા. લંડન પહોંચ્યા તો નોકરી ન મળતા ભાંડો ફૂટયો ભોગ બનનાર અશ્વિન માયાણીએ જણાવ્યું હતું કે, આ લોકો ફૂલ ફેમિલી મળીને ફ્રોડ કામ કરી રહ્યા છે. એમના મમ્મી પપ્પા અહિયાં અમદાવાદ TRB મોલ માં બેસે છે. ફ્લાય ઓવર ઈન્ટરનેશનલ કરીને ઓફીસ છે અને હર્ષ રવાણી લંડન ની અંદર ફ્લાય ઓવર ઈન્ટરનેશનલ કરીને ત્યાં પણ બ્રાંચ ઓપન કરીને કામ કરે છે અને આવી છેતરપીંડીઓ કરે છે. જ્યારે ગ્રાહકોએ લંડન પહોંચીને નોકરી ન મળતા કમ્પ્લેન કરી, ત્યારે આ લોકો તેમની સાથે અભદ્ર ભાષામાં વર્તન કરવા લાગ્યા હતા. અમારી છેલ્લી બે ફાઈલોમાં તો યુકે ઈમિગ્રેશન વિભાગે જ જણાવી દીધું કે આ કંપનીના ડોક્યુમેન્ટ્સ ડુપ્લીકેટ છે, એટલે અમે વિઝા નહીં આપીએ. બ્રિટિશ ઈમિગ્રેશને હર્ષ રવાણીની લંડનમાં ધરપકડ કરી હતી આ આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ભાવેશ રવાણીનો પુત્ર હર્ષ રવાણી છે, જે લંડનમાં રહીને ‘ફ્લાયઓવર ઈન્ટરનેશનલ’ની બ્રાંચ ચલાવે છે. ગયા વર્ષે લંડનમાં બે ભારતીય યુવકોનું કામ ન થતાં તેઓ નવી વર્ક પરમીટ માટે હર્ષની ઓફિસે ગયા હતા, જ્યાં હર્ષના માણસોએ તેમની પાસે 20થી 22 હજાર પાઉન્ડની માંગણી કરી હતી. આ યુવકોએ ગુપ્ત રીતે રેકોર્ડિંગ કરીને લંડન ઈમિગ્રેશન ગવર્મેન્ટને સોંપતા બ્રિટિશ પોલીસે હર્ષ રવાણીની ધરપકડ પણ કરી હતી અને હાલ તે ત્યાં જામીન પર બહાર છે. પૈસા પાછા માંગતા ધમકીઓ મળી રવાણી પરિવારે કરાર મુજબ કમિટમેન્ટ આપી હતી કે જો કોઈને જોબ નહીં મળે તો 100 ટકા પૈસા પાછા અપાશે. જોકે, ફ્રોડ પકડાઈ ગયા બાદ પણ રવાણી પરિવારે અશ્વિન માયાણીના 1.30 કરોડની આસપાસની રકમ પરત કરી ન હતી. આ લોકો પબ્લિક અને એજન્ટોના કરોડો રૂપિયા ઓળવી જઈને અમદાવાદ અને લંડનમાં વૈભવી પ્રોપર્ટીઓ ભાડે રાખીને ફરે છે. આખરે તમામ પુરાવાઓ સાથે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બારોબાર આંગડિયા મારફતે રૂપિયા મેળવ્યા હતા હર્ષ રવાણીએ લંડન સરકારે હેલ્થકેર પ્રોગ્રામ શરૂ કર્યો છે અને ગેરેન્ટેડ જોબની લાલચ આપતા અશ્વિને મયુરી હપાણીના વિઝાનું કામ આપ્યું હતું. મયુરીને વિઝા તો મળ્યા હતા પરંતુ નોકરી મળી ન હતી તેમછતાં અશ્વિને સાત ક્લાઈન્ટની ફાઇલ વિઝા માટે આપી લાખો રૂપિયા હર્ષના પિતા ભાવેશ રવાણીને જયારે સાત ક્લાઈન્ટે બારોબાર આંગડિયા મારફતે 85.76 લાખ મળી કુલ 1.30 કરોડથી વધુ ચુકવ્યા હતા. પરંતુ અશ્વિન પાસે રસીદ માત્ર 1.18 કરોડની હોવાથી ફરિયાદમાં આ રકમનો ઉલ્લેખ કર્યો છે. અવારનવાર વાયદાઓ જ આપતા રહ્યા હતા સુરતની એક મહિલા ક્લાયન્ટ મયૂરીબેન હપાણી લંડન ખાતે પહોંચ્યા હતા. તેઓ જ્યારે ત્યાંની કંપનીમાં જોબ માટે ગયા ત્યારે કંપનીએ ચોખ્ખી ના પાડી દીધી કે, અમે કોઈ જોબ માટે બોલાવ્યા નથી, આ માત્ર વિઝા છે. જોબ માટે તમારા એજન્ટને પૂછો. લંડન ગયેલી મહિલા અટવાઈ પડતા સુરતમાં અશ્વિનભાઈએ અમદાવાદની રવાણી ફેમિલી પાસે ખુલાસો માંગ્યો હતો, પરંતુ તેઓ અવારનવાર વાયદાઓ જ આપતા રહ્યા હતા અને પૈસા પરત કર્યા નહોતા.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:GTની બસમાં શોર્ટ સર્કિટથી ગિલ સહિતના પ્લેયર્સ રાત્રે રઝળ્યા, લાંચિયા અધિકારી પાસેથી સોના લગડીઓ અને 1.76 કરોડની કેશ મળી
    Next Article
    મહીસાગરમાં ભારે પવન સાથે વરસાદથી 51 વીજપોલ ધરાશાયી:MGVCLને 4 લાખનું નુકસાન થયાનો અંદાજ, વીજ પુરવઠો પૂર્વવત કરવા અલગ-અલગ ટીમો બનાવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment