Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાતરની કટોકટીનો ડિજિટલ અંત:સરકારે નવી એપ લોન્ચ કરી, પ્રિ-બુકિંગથી ખેડૂતોને લાંબી લાઈનોમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળશે

    1 week ago

    કેન્દ્ર સરકારે ખેડૂતોને ખાતર મેળવવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે 'ફર્ટિલાઈઝર સેલ એપ્લિકેશન સિસ્ટમ' (FSAS) નામની ખાસ એપ લોન્ચ કરી છે. આ નવી ડિજિટલ સિસ્ટમ દ્વારા ખાતરનું વિતરણ સંપૂર્ણપણે ઓનલાઈન થશે, જેનાથી ખેડૂતોને લાંબી લાઈનોમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળશે. ખેતીની સિઝન દરમિયાન ખેડૂતોને ખાતર માટે સહકારી મંડળીઓ કે ડેપો બહાર કલાકો સુધી રાહ જોવી પડતી હતી. સમયસર ખાતર ન મળવાને કારણે ઘણીવાર પાકને નુકસાન થતું હતું. આ વર્ષો જૂની સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. આ ડિજિટલ પ્રોજેક્ટની શરૂઆત દેશના કેટલાક પસંદગીના જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાનો પણ સમાવેશ થાય છે. નવસારી જિલ્લામાં વાર્ષિક અંદાજે 55 થી 60 હજાર મેટ્રિક ટન ખાતરની જરૂરિયાત રહે છે, જેમાં યુરિયા, DAP, MOP, NPK અને SSP જેવા ખાતરો મુખ્ય છે. ખાસ કરીને નવસારી જિલ્લાના વાંસદા જેવા અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોને વાવણી સમયે ખાતર મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ નવી સિસ્ટમથી તેમની આ સમસ્યાનો અંત આવશે. FSAS સિસ્ટમ અંતર્ગત ખેડૂતો પોતાના મોબાઈલ એપ દ્વારા ઘરબેઠા નજીકની મંડળી, ખાતર ડેપો કે એગ્રી બિઝનેસ સેન્ટરમાં કયું ખાતર કેટલા જથ્થામાં ઉપલબ્ધ છે તે જાણી શકશે. ખેડૂતો પોતાના આધાર કાર્ડ નંબરનો ઉપયોગ કરીને એપમાં લોગઈન કરી શકશે. કૃષિ યુનિવર્સિટીની ભલામણ અનુસાર જમીનની જરૂરિયાત મુજબ ખેડૂતો એપમાં ખાતરનું એડવાન્સ પ્રિ-બુકિંગ કરાવી શકશે. એકવાર બુકિંગ થયા પછી, તે ખાતરનો જથ્થો સંબંધિત ખેડૂત માટે બે દિવસ (48 કલાક) સુધી રિઝર્વ રાખવામાં આવશે. આનાથી ખેડૂતો લાઈનમાં ઊભા રહ્યા વિના સરળતાથી પોતાનો સ્ટોક મેળવી શકશે. ફાર્મર રજિસ્ટ્રી કરાવવી ફાયદાકારક સાબિત થશે જો ખેડૂતોએ અગાઉથી 'ફાર્મર રજિસ્ટ્રી' કરાવી હશે, તો એપમાં માત્ર આધાર વિગતો સબમિટ કરતાની સાથે જ તેમની જમીનનો સર્વે નંબર અને માલિકી સહિતની તમામ વિગતો આપોઆપ એડ થઈ જશે. આથી ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી કરાવી લેવા માટે પણ વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ડિજિટલ નિર્ણયને ખેડૂતો અને વિક્રેતાઓએ વધાવ્યો સરકારના આ ડીજીટલ પ્રયાસને નવસારીના સ્થાનિક ખેડૂતો અને ખાતર વિક્રેતાઓ તરફથી ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. વેસ્મા ગામના ખેડૂતો અને સ્થાનિક વેપારીઓના મતે, આ વ્યવસ્થાથી બ્લેક માર્કેટિંગ અટકશે અને સાચા ખેડૂત સુધી પૂરતો જથ્થો પહોંચશે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં આ પાયલોટ પ્રોજેક્ટ જમીની સ્તરે ખેડૂતો માટે કેટલો આશીર્વાદરૂપ સાબિત થાય છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં ભારે પવન સાથે વરસાદથી 51 વીજપોલ ધરાશાયી:MGVCLને 4 લાખનું નુકસાન થયાનો અંદાજ, વીજ પુરવઠો પૂર્વવત કરવા અલગ-અલગ ટીમો બનાવાઈ
    Next Article
    છોટા ઉદેપુરમાં હાઇડ્રો પ્રોજેક્ટનું ભૂત ફરી ધૂણ્યું:ધારસીમેલ, તુરખેડામાં સર્વેની કામગીરી સામે આદિવાસીઓએ વાડિયામાં સંમેલન યોજ્યું, કલેક્ટર ઓફિસ-સચિવાલયના ઘેરાવની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment