Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં પોલીસ ભરતી પ્રક્રિયા પૂર્ણ:51 દિવસમાં 66,980 ઉમેદવારોએ દોડ લગાવી

    3 days ago

    સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે PSI અને લોકરક્ષકની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. 21 જાન્યુઆરી, 2026ના રોજ શરૂ થયેલી આ પ્રક્રિયા 12 માર્ચ, 2026ના રોજ સમાપ્ત થઈ. 51 દિવસ ચાલેલી આ ભરતી પ્રક્રિયામાં કુલ 66,980 ઉમેદવારોએ દોડ લગાવી હતી. ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મહિલાઓના હસ્તે કેક કાપવામાં આવી હતી. ભરતી દરમિયાન ફરજ બજાવનાર કર્મચારીઓની કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ક્લોઝિંગ સેરેમનીમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, હેડક્વાર્ટર DYSP પાયલ સોમેશ્વર, ભરતી પ્રક્રિયાના SP અને DYSP, PI, PSI અને પોલીસકર્મીઓ સહિત એજન્સીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ પ્રસંગોચિત સંબોધન કર્યું હતું, અને આભાર વિધિ RPI પ્રદીપ પટેલે કરી હતી. હેડક્વાર્ટર DYSP પાયલ સોમેશ્વરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ભરતી પ્રક્રિયા દરરોજ વહેલી સવારે 3.45 વાગ્યે રજિસ્ટ્રેશન સાથે શરૂ થતી હતી. ત્યારબાદ ઉમેદવારોને પ્રવેશ આપીને દોડ, ઊંચાઈ અને છાતી સહિતની શારીરિક તપાસ કરવામાં આવતી હતી. હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર 51 દિવસની આ પ્રક્રિયામાં 66,980 ઉમેદવારોએ PSI અને લોકરક્ષકની ભરતી માટે ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરતની એથર કંપનીના વેરહાઉસ ઉપર ગેરકાયદે પતરાનો ડોમ!:આગ લાગી પણ ફાયર સેફટી કામ ન આવી, આસપાસની ખાખ થયેલી પ્લાયવુડ ટિમ્બરમાં પણ ફાયર સેફ્ટી નહીં, અંદરના વીડિયો
    Next Article
    પેટલાદમાં ₹13 કરોડના વિકાસકામોનું લોકાર્પણ:નાણા રાજ્ય મંત્રી કમલેશ પટેલે વિવિધ પ્રકલ્પો ખુલ્લા મૂક્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment