Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતની એથર કંપનીના વેરહાઉસ ઉપર ગેરકાયદે પતરાનો ડોમ!:આગ લાગી પણ ફાયર સેફટી કામ ન આવી, આસપાસની ખાખ થયેલી પ્લાયવુડ ટિમ્બરમાં પણ ફાયર સેફ્ટી નહીં, અંદરના વીડિયો

    4 days ago

    સુરત શહેરના સચિન હોજીવાલા વિસ્તારમાં આવેલા એથર કંપનીનાં પાંચ માળના વેરહાઉસમાં ગત રોજ બપોરે અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. ભીષણ આગમાં સોલવન્ટ-કેમિકલ ભરેલા ડ્રમ આગની ઝપેટમાં આવી જતા એક પછી એક એમ કુલ 30થી વધુ બ્લાસ્ટ થયા હતા. જેના કારણે આગ વધુ વિકરાળ બની હતી. શરૂઆતના તબક્કામાં કંપનીના ફાયરબ્રિગ્રેડના જવાનોએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, આગ કાબૂ બહાર નીકળી જતા નાછૂટકે સુરત ફાયરબ્રિગ્રેડ વિભાગને જાણ કરવાની ફરજ પડી હતી. FSLમાં ફાયર સેફ્ટી અને ગેરકાયયદે ડોમ અંગે ચોંકવનાર ઘટસ્ફોટ ફાયરબ્રિગ્રેડની 4 કલાકની જેહમત બાદ અંતે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. જોકે, કુલિંગની કામગીરી રાત્રે એક વાગ્યા સુધી ચાલી હતી. આગના કારણો અંગે FSL દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ત્યારે હેઠળ કંપનીના વેરહાઉસ ઉપર ગેરકાયદે પતરાનો ડોમ થવાનું સામે આવ્યું છે. આ સાથે જ આગમાં ફાયર સેફ્ટીએ કામ ન કર્યું હોય તે પ્રકારની પણ માહિતી મળી રહી છે. જ્યારે આસપાસની ચાર જેટલી ટિમ્બર સહિત કંપનીઓ પણ ઝપેટમાં આવી હતી તેમાં પણ ફાયર સેફ્ટી ન હોવાનું સામે આવ્યું છે. તેથી, આ મામલે આગામી સમયમાં કડક કાર્યવાહી થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. રાત્રે એક વાગ્યા સુધી કુલિંગની કામગીરી ચાલી હતી આગની ઘટનામાં પણ ફાયરબ્રિગ્રેડ વિભાગને તાત્કાલિક જાણ કરવાના બદલે એક કલાક કરતા વધુ સમય બાદ જાણ કરવાની બેદરકારી દાખવવામાં આવી છે. એથર કંપનીના વેરહાઉસમાં કેમિકલનો મોટો જથ્થો હોવાને કારણે આગ વધુ વિકરાળ બની હતી. મોડી સાંજ સુધી પણ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચાલુ રાખવામાં આવ્યો હતો. રાત્રે એક વાગ્યા સુધી કુલિંગની કામગીરી ચાલી હતી. પાંચ માળનાં વેરહાઉસમાં સોલવન્ટ જેવા અત્યંત જવલનશીલ કેમિકલનો કેટલો સંગ્રહ કરવામાં આવ્યો હતો તેની તપાસ જરૂરી છે. આ સાથે જ ટેરેસ પર ગેરકાયેદસર પતરાનો ડોમ પણ બનાવવામાં આવેલો છે. આસપાસની મોટાભાગની ઈમારતો પર ગેરકાયદે ડોમથી ટેરેસ પેક કરી દીધા તક્ષશિલા અગ્નિકાંડ બાદ બિલ્ડિંગો પર બંધાઈ ગયેલાં ગેરકાયદે ડોમ તોડી પાડવાની ઝૂંબેશ મહાનગર પાલિકા દ્વારા ઉપાડવામાં આવી હતી. સમય જતાં મહાનગરપાલિકાનાં સત્તાધીશો ઢીલાં પડતાં ધીમે-ધીમે ગેરકાયદે ડોમ બનાવવાની પ્રવૃત્તિ ફરી ફૂલી ફાલી છે. એથર ઈન્ડસ્ટ્રીઝ કંપનીનાં સચિન હોજીવાલા એસ્ટેટમાં આવેલાં વેરહાઉસ ખાતે પણ પતરાનો ગેરકાયદે ડોમ બનાવી ચારે બાજુથી પેક કરી દેવામાં આવ્યો હોવાનું જણાયું છે. જવલનશીલ કેમિકલનો સંગ્રહ કરવામાં આવતો હોવા છતાં પતરાનાં ડોમથી ટેરેસ પેક કરી દેતાં ફાયરબ્રિગેડનાં જવાનોને પાણીનો મારો કરવામાં પણ મુશ્કેલી પડી હતી. વેરહાઉસ ઉપરાંત આસપાસ આવેલી મોટાભાગની ઈમારતો ઉપર ગેરકાયદે ડોમ બનાવાયા હોવાનું દેખાઈ આવ્યું હતું. માલિકે ફાયર ઓફિસરને આગને કાબૂમાં લેતા નથી કહી બબાલ કરી એથર કંપનીમાં લાગેલી ભીષણ આગને કાબૂમાં લેવાની કામગીરી ચાલુ હતી ત્યારે કેમિકલ ભરેલા ડ્રમ બ્લાસ્ટ થવાના કારણે આગ વધુ વિકરાળ બની. બાજુની કંપનીમાં પણ પ્રસરી જતાં આગ લાગી હતી, તેનો માલિક ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર પ્રકાશ હેડવ પાસે આવ્યો હતો અને તમે લોકો જાણી જોઈને આગને કાબૂમાં લેતા નથી તેમ કહી બબાલ કરી હતી. જેથી, અન્ય ડિવિઝનલ અધિકારી તથા ફાયર ઓફિસરોએ દોડી આવી મામલો થાળે પાડ્યો હતો. મીલનું બે માળનું આખું સ્ટ્રક્ચર તૂટી પડતા અફરાતફરી મચી જવા પામી કેમિકલ ભરેલા ડ્રમમાં આગ લાગ્યા બાદ એક પછી એક મળી કુલ 30થી પણ વધારે બ્લાસ્ટ થયા હતા. જેના કારણે આગ વધુ વિકરાળ બની હતી. આ દરમિયાન કંપનીની બાજુમાં આવેલ શ્રી ગીતા ટિમ્બર પ્લાયવુડ અને શક્તિ પ્લાયવુડ કંપનીમાં પણ આગ પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત બાજુમાં આવેલ બે અલગ-અલગ મિલ તથા એક રેસા બનાવવાનું ગોડાઉનમાં પણ આગ પ્રસરી ગઈ હતી. એથર કંપનીમાં કેમિકલના ડ્રમમાં બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. એથરના વેરહાઉસની બાજુમાં જ આવેલ એક મિલ પણ આગ પ્રસરી ગઈ હતી અને કેમિકલ ભરેલા ડ્રમ બ્લાસ્ટ થવાના કારણે મીલનું બે માળનું આખું સ્ટ્રક્ચર તૂટી પડતા અફરાતફરી મચી જવા પામી હતી. અગાઉ આગની ઘટનામાં 10થી વધુ નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો સચિન GIDC વિસ્તારમાં આવેલ એથર ઈન્ડ્રસ્ટીઝ વિવાદનું પર્યાય બની ગઇ છે. કાયદાને ઘોળીને પી જનારા એથર કંપનીના સંચાલકો અગાઉ લાગેલી ભીષણ આગમાંથી પણ હજુ સુધી કંઈ શીખ્યા નથી. અગાઉ તારીખ 28 નવેમ્બર, 2023ના રોજ સચિન GIDCમાં આવેલ એથર ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં 10થી વધુ નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો. પોલીસે આ સમગ્ર કેસમાં કંપનીના સંચાલકો સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધવાના બદલે પોલીસ જ તેના ખોળામાં બેસી ગઈ હતી. જો કે આ ઘટનામાં પણ સંચાલકોની બેદરકારી સામે આવી હતી.
    Click here to Read More
    Previous Article
    વિલિંગ્ટન ડેમ કાંઠે સિંહ યુગલની રોયલ સવારી:ગિરનારની ગોદમાં પ્રકૃતિનું અદભૂત સૌંદર્ય: ઉનાળાની શરૂઆતે વિલિંગ્ટન ડેમના કિનારે સિંહ યુગલે જમાવ્યો વિસામો, પ્રવાસીઓમાં ભારે કુતૂહલ અને વન વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત.
    Next Article
    હિંમતનગરમાં પોલીસ ભરતી પ્રક્રિયા પૂર્ણ:51 દિવસમાં 66,980 ઉમેદવારોએ દોડ લગાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment