Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેટલાદમાં ₹13 કરોડના વિકાસકામોનું લોકાર્પણ:નાણા રાજ્ય મંત્રી કમલેશ પટેલે વિવિધ પ્રકલ્પો ખુલ્લા મૂક્યા

    1 day ago

    પેટલાદ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા ₹13 કરોડથી વધુના વિવિધ વિકાસકામોનું નાણા રાજ્ય મંત્રી કમલેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ એન.કે. હાઈસ્કૂલ પાસે આવેલા સરદાર ચોકમાં યોજાયો હતો. મંત્રી કમલેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોથી લઈને શહેરો સુધી સમાન વિકાસ માટે કટિબદ્ધ છે. તેમણે નગરપાલિકા દ્વારા શહેરીજનોની જરૂરિયાત મુજબના કામો કરવા બદલ સરાહનીય કામગીરી ગણાવી હતી. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ નવી સુવિધાઓને સાચવવી એ હવે નગરના નાગરિકોની નૈતિક જવાબદારી છે. લોકાર્પણ કરાયેલા પ્રકલ્પોમાં એન.કે. હાઈસ્કૂલ સ્ટેન્ડ, શેઠ નારણભાઈ પરીખની પ્રતિમાનું અનાવરણ, બ્યુટીફીકેશન સ્પોટ, આધુનિક ગાર્ડન, નવી આંગણવાડી, સ્ટ્રીટ લાઈટ અને પાણીની ટાંકીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિવિધ વિસ્તારોમાં સીસી રોડ, પેવર બ્લોક, વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેન, વડીલો માટે બેઠક વ્યવસ્થા અને અંતિમ વિસામો જેવા કામો પણ જનતા માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા અગ્રણી સંજય પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જય પટેલ, નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ જોષી, શેઠ વ્રજેશભાઈ પરીખ, ઉપપ્રમુખ મનિષાબેન ચૌહાણ, ચીફ ઓફિસર કુણાલ પટેલ સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં પોલીસ ભરતી પ્રક્રિયા પૂર્ણ:51 દિવસમાં 66,980 ઉમેદવારોએ દોડ લગાવી
    Next Article
    Iran Israel War LIVE | કેટલા દિવસ ચાલશે યુદ્ધ?, ગેસનું સંકટ ટળશે? | Gas Shortage | Gujarat | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment