Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વંદે માતરમ્ ફાઉન્ડેશન દ્વારા આગામી જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે:ગૌશાળામાં 51 મણ લીલા નીરણ સાથે 51 કિલો લાડુનું મહા અનુદાન

    10 hours ago

    વંદે માતરમ્ ફાઉન્ડેશન દ્વારા આગામી જન્માષ્ટમી પર્વ નિમિત્તે ગૌસેવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ 30 ઓગસ્ટના રોજ આશુતોષ કરુણા જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મહારાજની ગૌશાળા ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ફાઉન્ડેશન દ્વારા ગૌમાતાઓ માટે 51 મણ (1020 કિલો) લીલું નીરણ/ઘાસચારો અને 51 કિલો લાડુનું અનુદાન કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશનના સભ્યોએ ગૌશાળામાં ગૌમાતાઓ સાથે સમય વિતાવી તેમની સેવા કરી હતી અને ગૌસેવા દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં જામનગરના અગ્રણી ગૌરક્ષક આશુતોષ પાઠક, વંદે માતરમ્ ફાઉન્ડેશનના કન્વીનર ઉત્તમ રાયચૂરા, સહ-કન્વીનર કરણ ભટ્ટ અને અર્જુન ગોસાઈ, એડવાઈઝરી બોર્ડના સભ્ય રાજેશ તન્ના, ચેરમેન યશ ભૂદેવ, એક્ઝિક્યુટીવ ચેરમેન મેહુલ જોષી, મંત્રી તેજસ કનૈયા, સહમંત્રી ડો. ભાર્ગવ શુક્લ, ખજાનચી રઘુ ભૂત, વાઈસ ચેરમેન હર્ષલ જોષી, હેમાંગ જોષી, અજયસિંહ રાણા અને હાર્દિક શુક્લ, તેમજ ધૈવત ભટ્ટ, અર્જુન ભટ્ટ, મહિરાજસિંહ પરમાર, શ્રીધર ચાંદેગારા, વિશાલ પટેલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વંદે માતરમ્ ફાઉન્ડેશન દ્વારા ગૌમાતાઓ માટે ચારો, લાડુ તેમજ આર્થિક યોગદાન આપી આ સેવાકાર્યમાં સહભાગી બનેલા તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પારડી પોલીસ સ્ટેશનમાં પોલીસ પર હુમલો:નશાની હાલતમાં ઇસમને ચેક કરતાં ઝપાઝપી કરી; કોન્સ્ટેબલના હાથે ફ્રેક્ચર, 6 સામે ફરજમાં રૂકાવટનો ગુનો
    Next Article
    પ્રેમિકાના સુસાઈડ કેસમાં 3 વર્ષે પ્રેમી-માતા સામે દુષ્પ્રેરણાનો ગુનો:ઓડિયો ક્લિપના FSL રિપોર્ટના આધારે કાર્યવાહી, બાજવાનો બનાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment