Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેમિકાના સુસાઈડ કેસમાં 3 વર્ષે પ્રેમી-માતા સામે દુષ્પ્રેરણાનો ગુનો:ઓડિયો ક્લિપના FSL રિપોર્ટના આધારે કાર્યવાહી, બાજવાનો બનાવ

    9 hours ago

    વડોદરાના બાજવા નહેરુનગરની યુવતીને પ્રેમસંબંધ બાંધવા બાબતે યુવક અને તેની માતા દ્વારા અપાતા સતત માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીઓથી કંટાળીને યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ વર્ષ 2023માં બન્યો હતો. આ ચકચારી ઘટનામાં ત્રણ વર્ષે FSL રિપોર્ટના આધારે પોલીસે આરોપી પ્રેમી અને તેની માતા સામે આપઘાતની દુષ્પ્રેરણા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. 'તું મારા છોકરા સાથે સંબંધ ન રાખતી,તને પતાવી દઈશ' નહેરુનગર બાજવા ખાતે રહેતી યુવતી સાથે ગામનો જ અક્ષય સોમલાલ સપકાળે નામનો શખ્સ તેનો પીછો કરી પ્રેમસંબંધ રાખવા માટે સતત દબાણ કરતો હતો અને સંબંધ ન રાખે તો ગંભીર પરિણામ ભોગવવાની ધમકીઓ આપી માનસિક ત્રાસ ગુજારતો હતો. આ સમગ્ર વિવાદ વચ્ચે 17 ડિસેમ્બર 2023ના રોજ બપોરના આશરે બે વાગ્યે આરોપી આકાશની માતા શોભાબેન સપકાળે ફરિયાદીના ઘરે આવી પહોંચી હતી. તેણીએ ફરિયાદીની હાજરીમાં જ યુવતીને ધમકાવતા કહ્યું હતું કે, "તું મારા છોકરા સાથે સંબંધ ન રાખતી, જો તારે જીવ ન ખોવો હોય તો દૂર રહેજે, નહીં તો હું તને પતાવી દઈશ." આ પ્રકારની ખુલ્લી ધમકી મળતાં યુવતી અત્યંત ભયભીત અને માનસિક આઘાતમાં સરી પડી હતી. FSL રિપોર્ટ આવતા પ્રેમી અને માતા સામે દુષ્પ્રેરણાનો ગુનો પોલીસ તપાસ દરમિયાન મૃતક યુવતી અને આરોપીઓ વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપો સામે આવી હતી. આ ઓડિયો ક્લિપમાં યુવતી રડતાં-રડતાં પોતાની લાચારી અને માનસિક વેદના વ્યક્ત કરતી સંભળાય છે. આરોપીઓ દ્વારા સતત આપવામાં આવતી યાતના અને માનસિક દબાણ આ ક્લિપો દ્વારા સ્પષ્ટપણે છતું થાય છે, જે કેસમાં મહત્વનો પુરાવો સાબિત થઈ છે. આ ઓડિયો ક્લિપનો FSL રિપોર્ટ આવતા આખરે પ્રેમી અને માતા સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. યુવતીના મોત બાદ અઢી વર્ષ બાદ ગુનો દાખલ આરોપી આકાશ અને તેની માતા શોભાબેન દ્વારા અપાતો અસહ્ય માનસિક ત્રાસ સહન ન થતાં, આખરે ગત તારીખ 18 ડિસેમ્બર 2023ના રોજ બપોરે ત્રણ વાગ્યા પહેલાં યુવતીએ બાજવા પોતાના મકાનમાં રૂમના પંખા સાથે ગળેફાંસો ખાઈ લીધો હતો. આ મામલે પોલીસે આકાશ અને માતા શોભાબેન સામે અઢી વર્ષ બાદ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વંદે માતરમ્ ફાઉન્ડેશન દ્વારા આગામી જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે:ગૌશાળામાં 51 મણ લીલા નીરણ સાથે 51 કિલો લાડુનું મહા અનુદાન
    Next Article
    બોટાદમાં કોંગ્રેસની બેઠક, નિવૃત IPS કુલદીપ શર્મા ઉપસ્થિત:આગામી ચૂંટણી માટે સંગઠન મજબૂત કરવા ચર્ચા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment