Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજપર ગામમાં રક્તદાન કેમ્પ:પટેલ સમાજ વાડી ખાતે 51 લોકોએ રક્તદાન કરીને સ્વ. લાભુબેનને અનોખી શ્રદ્ધાંજલિ આપી

    9 hours ago

    રાજપર ગામમાં સ્વ. લાભુબેન ભગવાનજીભાઈ મારવણીયાના બેસણા પ્રસંગે રક્તદાન કેમ્પ યોજાયો હતો. ભગવાનજીભાઈ ગોકળભાઈ મારવણીયાના સંકલ્પથી 16 ઓક્ટોબરે રાજપર પટેલ સમાજ વાડી ખાતે આ કેમ્પનું આયોજન થયું હતું. સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી કુલ 51 રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું. સામાન્ય રીતે શોકના પ્રસંગે યોજાતા બેસણાને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડીને મારવણીયા પરિવારે સમાજને પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે. જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્ત ઉપલબ્ધ બને અને સ્વજનની સ્મૃતિ માનવસેવા સાથે જોડાય તે હેતુથી આ પહેલ કરાઈ હતી. કેમ્પને સફળ બનાવવા રમેશભાઈ મારવણીયા, દિનેશભાઈ મારવણીયા, પ્રવીણભાઈ મારવણીયા અને મનજીભાઈ બાવરવા સહિત મારવણીયા પરિવારના સભ્યો તથા રાજપર ગામના યુવાનોએ સહકાર આપ્યો. સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સદગુરુ પ્રેમસ્વામી અને રમેશભાઈ માકાસણાએ આયોજકોનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ એરપોર્ટ પર મોબાઈલ નેટવર્કની સમસ્યા:કલેકટરની સંકલન બેઠક: આટકોટ-ગોંડલ સ્ટેટ હાઈવે બિસ્માર, કુવાડવામાં સાયન્સ સ્કૂલ માટે બિલ્ડીંગની ડિમાન્ડ
    Next Article
    'અલનીનો અને વરસાદના કારણે વીજળીના પ્રશ્નો ઉભા થયા':સાંસદ હરિભાઈ પટેલે કહ્યું-ગરબા સમયે ગામડામાંથી રજૂઆતો મળી, સાંજના સમયે લાઈટ આપો; સંકલનની બેઠકમાં વીજળીના મુદ્દાની ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment