Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હરદેસણ-પાંચોટ રોડની ઘટના:મહેસાણામાં ધોળેદહાડે રિક્ષાચાલકના ગળે છરી મૂકી એક લાખની ચેઇન લૂંટી

    11 hours ago

    મહેસાણાના હરદેસણ-પાંચોટ રોડ પર ધોળે દિવસે રિક્ષાચાલકને છરીની અણીએ લૂંટી લેવાયો હતો. પેસેન્જરને ઉતારી પરત ફરી રહેલા રિક્ષાચાલકને બે બાઈક સવારોએ રસ્તામાં આંતરી ગળે છરી મૂકી રૂ.1 લાખ કિંમતની એક તોલા સોનાની ચેઇન લૂંટી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે મહેસાણા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી રાજમંદિર સોસાયટીમાં રહેતા 57 વર્ષીય રિક્ષાચાલક ભાવસંગજી અમરાજી ઠાકોર શુક્રવારે બપોરે 1:30 વાગ્યે રિક્ષા (GJ 02 AU 8498) લઈને હરદેસણ ખાતે પેસેન્જર ઉતારી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન હરદેસણથી પાંચોટ જતા રોડ પર પલ્સર બાઈક પર આવેલા 25 થી 30ની વયના બે યુવકોએ તેમની રિક્ષા અટકાવી હતી. બાઈક પરથી ઉતરેલા એક શખ્સે તેમના ગળા પર છરી મૂકી હતી અને બીજા શખ્સે રોડની બાજુએ લઈ જઈ ગળામાં પહેરેલી એક તોલાની રૂ.1 લાખ કિંમતની સોનાની ચેઇન લૂંટી બાઈક પર ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ભાવસંગજી ઠાકોરે મહેસાણા તાલુકા પોલીસ મથકે બે બાઈકસવાર સામે ફરિયાદ નોંધાવી છે. કેટલાક શંકાસ્પદોની ઓળખ થઈ, હાલ તપાસ ચાલુ : PSI PSI બી.આર. પટેલે જણાવ્યું કે, કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓ ધ્યાનમાં આવ્યા છે. ફરિયાદીને સાથે રાખીને તેમની ઓળખ અને તપાસની કાર્યવાહી ચાલી રહી છે. ગુનાનો ભેદ ઉકેલવા માટે તપાસ કરી રહી છે. મોડાસા | મહેસાણા સહિત રાજ્યમાં પેસેન્જર રિક્ષામાં મહિલાઓ અને વૃદ્ધોને બેસાડી દાગીના ચોરતી ગેંગના બે આરોપી મોડાસાથી ઝડપાયા છે. મહેમદાવાદની આ ગેંગના સલમાન ઉર્ફે સલ્લુ કયુમખાન પઠાણ સામે અમદાવાદ, ઊંઝા, મોડાસા, નવસારી, બીલીમોરા સહિત ચેન ચોરીના 15 ગુના , વિક્રમ ચીમન દંતાણી વિરુદ્ધ અમદાવાદ, મહેસાણાના 16 ગુના નોંધાયેલા છે.
    Click here to Read More
    Previous Article
    રહેણાંકી મકાનમાં દારૂનો વેચાણ કરતો હતો:ભંડારીયામાં મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 51 હજારથી વધુનો મુદ્દામાલ ઝડપાયો, બુટલેગર ફરાર
    Next Article
    पुतिन का बड़ा कबूलनामा- यूक्रेनी हमलों से रूस में हो रही तेल की कमी, हम बातचीत को तैयार

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment