Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં મેગા રોજગાર મેળો: 506 જગ્યાઓ માટે ભરતી:17 એપ્રિલે 18-30 વર્ષના ઉમેદવારો ભાગ લઈ શકશે; વિઠલાપુર, સાણંદ અને અંજારની કંપનીઓ ઉપસ્થિત રહેશે

    1 day ago

    બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આગામી 17 એપ્રિલ, બુધવાર, 2024 ના રોજ જિલ્લા કક્ષાનો મેગા રોજગાર ભરતી મેળો યોજાશે. જિલ્લા રોજગાર કચેરી, પાલનપુર દ્વારા આયોજિત આ મેળામાં કુલ 506 ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી કરવામાં આવશે. આ ભરતી મેળો નગરપાલિકા ટાઉન હોલ, જહાઆરા બાગ, ફાયર સ્ટેશનની બાજુમાં, પાલનપુર ખાતે સવારે 09:30 કલાકે શરૂ થશે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય બનાસકાંઠા જિલ્લાના રોજગારવાંચ્છુ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તકો પૂરી પાડવાનો છે. વિવિધ નામાંકિત કંપનીઓ દ્વારા આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ભરતી મેળામાં વોલ્ટાસ બેકો પ્રા.લી., મિત્સુબિશી ઇલેક્ટ્રિક ઓટોમોટીવ, ટાટા ઓટોકોમ્પ, જે.બી.એમ. પ્રા.લી., અરવિંદ મિલ્સ લિમિટેડ, વેલસ્પન લીવિંગ, યુનો મિંડા લાઈટિંગ અને જે.એન.એસ. જેવી વિઠલાપુર, સાણંદ અને અંજારની કંપનીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે મહેશ બજાજ, કિયા મોટર્સ, સારથી ટોયોટા, સારથી હીરો, લીક-પ્રૂફ એન્જિનિયરિંગ (છાપી), વસંત ફેબ્રિકેટર્સ (છાપી) અને એચ.ડી.એફ.સી. લાઈફ ઈન્સ્યોરન્સ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ જોડાશે. આ ભરતી મેળામાં 18 થી 30 વર્ષની વય મર્યાદા ધરાવતા તેમજ એસ.એસ.સી., એચ.એસ.સી., આઈ.ટી.આઈ. કે સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવતા પુરુષ અને મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે. રસ ધરાવતા ઉમેદવારોએ પોતાના બાયોડેટાની નકલ, શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો અને તેની નકલ, તથા ફોટોગ્રાફ સાથે સ્વ-ખર્ચે રૂબરૂ ઉપસ્થિત રહેવા જિલ્લા રોજગાર અધિકારી એમ. જે. પ્રજાપતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ ભરતી મેળા અંતર્ગત આપવામાં આવતી તમામ સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ નગરપાલિકાએ 1.89 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું:32 વિસ્તારોમાં સીસી રોડ, પેવર બ્લોક, વરસાદી લાઇન બનશે
    Next Article
    10 વર્ષથી નાસતો ફરતો રીઢો આરોપી ઝડપાયો:​અમદાવાદ-સુરતના ગુનાઓમાં વોન્ટેડ શખ્સને SOGએ માંગરોળમાંથી દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment