Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    10 વર્ષથી નાસતો ફરતો રીઢો આરોપી ઝડપાયો:​અમદાવાદ-સુરતના ગુનાઓમાં વોન્ટેડ શખ્સને SOGએ માંગરોળમાંથી દબોચ્યો

    1 day ago

    ​જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને લાંબા સમયથી પોલીસને થાપ આપીને નાસતા ફરતા ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવા માટે પોલીસ દ્વારા એક વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે એસ.ઓ.જી. કામગીરી હાથ ધરવામાં આવી હતી. મુકેશ ઉર્ફે એમ.ડીને દબોચ્યો ​અમદાવાદ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં વર્ષ 2015માં નોંધાયેલા જુગારધારા કલમ 4 અને 5 મુજબના ગંભીર ગુનામાં છેલ્લા 10 વર્ષથી એક શખ્સ ધરપકડથી બચવા માટે સતત નાસતો ફરતો હતો. આ આરોપીને પકડવા માટે એસ.ઓ.જી.ની ટીમના એ.એસ.આઈ. કરશનભાઈ મોઢા અને વિક્રમભાઈ ચાવડાને ચોક્કસ બાતમી મળી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્ક દ્વારા પોલીસને હકીકત મળી હતી કે અમદાવાદ અને સુરતના વિવિધ પોલીસ સ્ટેશનના ગુનાઓમાં વોન્ટેડ આરોપી મુકેશ ઉર્ફે એમ.ડી. ઉર્ફે મુકેશ મોર્ડન કેવલરામ કપુર હાલ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે છુપાયેલો છે. બ્લોક નંબર 304માં રેડ કરતા મુકેશ મળ્યો ​બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમ દ્વારા માંગરોળના કાજી ફળીયા વિસ્તારમાં આવેલા સીટી સેન્ટર એપાર્ટમેન્ટના બ્લોક નંબર 304 માં ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. આ સર્ચ ઓપરેશન દરમિયાન 48 વર્ષીય મુકેશ ઉર્ફે એમ.ડી. પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપી માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સુરતના અડાજણ પોલીસ સ્ટેશનના ગુનામાં પણ છેલ્લા એક દાયકાથી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. આરોપીની અટકાયત કર્યા બાદ તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે માંગરોળ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. કુલ આઠ જેટલા વિવિધ ગુનાઓમાં સંડોવણી ​આરોપી મુકેશ ઉર્ફે એમ.ડી.નો ગુનાહિત ઇતિહાસ તપાસતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ આરોપી વિરુદ્ધ અગાઉ માંગરોળ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને જુગારધારાના પાંચ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત માંગરોળ મરીન પોલીસ સ્ટેશન અને કચ્છના આદિપુર પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે. આમ, કુલ આઠ જેટલા વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આ રીઢા ગુનેગારને પકડી પાડીને જૂનાગઢ પોલીસે ગુનાખોરીના નેટવર્ક પર પ્રહાર કર્યો છે. ​આ સમગ્ર સફળ ઓપરેશનમાં એસ.ઓ.જી.ના પીઆઈ આર.કે. પરમારની સાથે એ.એસ.આઈ. કરશનભાઈ મોઢા, વિક્રમભાઈ ચાવડા, ઇરફાનભાઈ રૂમી, પોલીસ હેડ કોન્સ્ટેબલ મેણસીભાઈ અગેડ, રોહિતભાઈ ધાધલ અને ડ્રાઈવર પોલીસ હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ બકોત્રા સહિતના સ્ટાફે રાત-દિવસ મહેનત કરીને આરોપીને ઝડપી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુરમાં મેગા રોજગાર મેળો: 506 જગ્યાઓ માટે ભરતી:17 એપ્રિલે 18-30 વર્ષના ઉમેદવારો ભાગ લઈ શકશે; વિઠલાપુર, સાણંદ અને અંજારની કંપનીઓ ઉપસ્થિત રહેશે
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:સગીર પ્રેમીને લઈ ભાગેલી યુવતી રેલવે સ્ટેશનથી ઝડપાઈ, 20 કરોડના ખર્ચે બનેલા ઓડિટોરિયમનું રિનોવેશન પાછળ 23 કરોડનો ખર્ચ!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment