Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ નગરપાલિકાએ 1.89 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું:32 વિસ્તારોમાં સીસી રોડ, પેવર બ્લોક, વરસાદી લાઇન બનશે

    1 day ago

    પાટણ નગરપાલિકા દ્વારા શહેરના 32 વિસ્તારોમાં રૂ. 1.89 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના (UDP-88) અંતર્ગત આ કામો હાથ ધરવામાં આવશે. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારના હસ્તે આ કામગીરીનો પ્રારંભ થયો હતો. આ યોજના હેઠળ સીસી રોડ, પેવર બ્લોક અને વરસાદી પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી કરવામાં આવશે. ખાસ કરીને જળચોક, ઉંચામાઢ વિસ્તારમાં સીસી રોડ બનશે. કુમારપાળ સોસાયટી પાછળના ભવાની પાર્ક અને વિશ્વકર્મા સોસાયટીના મુખ્ય માર્ગોનું પણ નવીનીકરણ કરાશે. આ વિકાસ કામોથી સ્થાનિક રહેવાસીઓની રસ્તા અને પાણીના નિકાલની લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનું નિરાકરણ આવશે. કુલ રૂ. 1,89,30,485ના ખર્ચે આ પ્રોજેક્ટ પૂર્ણ થશે. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી સંજય પટેલ, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, પાટણ શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, જયેશ પટેલ, દેવચંદ પટેલ અને દીક્ષિત પટેલ સહિત નગરપાલિકાના પદાધિકારીઓ અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. પાલિકા તંત્ર દ્વારા આ કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાનું આયોજન છે.
    Click here to Read More
    Previous Article
    અલકાપુરીમાં પૂરપાટ ઝડપે જતી કાર દીવાલ સાથે અથડાઈ, યુવકને ઈજા:સેવાસીમાં કાર અને બાઇક વચ્ચે ટક્કર, એકને ઈજા; વડોદરામાં બે સ્થળે અકસ્માત
    Next Article
    પાલનપુરમાં મેગા રોજગાર મેળો: 506 જગ્યાઓ માટે ભરતી:17 એપ્રિલે 18-30 વર્ષના ઉમેદવારો ભાગ લઈ શકશે; વિઠલાપુર, સાણંદ અને અંજારની કંપનીઓ ઉપસ્થિત રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment