Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજોડીની 500 વર્ષ જૂની હાથવણાટ કળાને વૈશ્વિક ઓળખ મળી:કચ્છી શાલને GI ટેગ મળ્યો અને 50થી વધુ પ્રતિષ્ઠિત એવોર્ડ્સ પ્રાપ્ત થયા

    13 hours ago

    રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે કચ્છનું ભુજોડી ગામ તેની પાંચ સદી જૂની હાથવણાટ પરંપરા માટે ફરી ચર્ચામાં આવ્યું છે. ભુજ તાલુકાનું આ ગામ કચ્છી ધાબળાથી લઈને આધુનિક શાલના ઉત્પાદન દ્વારા વણકરોની મહેનત અને કૌશલ્યને જીવંત રાખી રહ્યું છે. ભુજોડી આજે માત્ર ગુજરાતનું નહીં, પરંતુ વિશ્વસ્તરે ઓળખાતું હેન્ડલૂમ હબ બની ગયું છે. કચ્છી શાલને મળેલા જીઆઇ ટેગથી આ કળાને વૈશ્વિક ઓળખ મળી છે. અહીંના કારીગરોએ રાષ્ટ્રીય, રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે 50થી વધુ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવી ગામનું ગૌરવ વધાર્યું છે. સમયની માંગને અનુરૂપ, ભુજોડીના કારીગરોએ પરંપરાગત વણાટને આધુનિક ડિઝાઇન, આકર્ષક રંગો અને નવીન ઉત્પાદનો સાથે જોડ્યો છે. શાલ ઉપરાંત, સાડી, સ્ટોલ, કુર્તા, ટેબલ રનર, ગાલીચા, યોગા મેટ, દુપટ્ટા અને કાલા કોટનના વસ્ત્રો જેવા અનેક હેન્ડલૂમ ઉત્પાદનો દેશ-વિદેશના બજારોમાં લોકપ્રિય બન્યા છે. સ્થાનિક કારીગરોએ આ હસ્તકલાને માત્ર કળા સુધી મર્યાદિત રાખ્યા વગર તેને એક સફળ ઉદ્યોગમાં પરિવર્તિત કરી છે. 18થી વધુ દેશોમાં કચ્છી વણાટકામની માંગ અને નિકાસ વધી ભુજોડીમાં 350થી વધુ કારીગરો હાથવણાટના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેમાં મહિલાઓની ભાગીદારી પણ નોંધપાત્ર છે. સરકારી પ્રદર્શનો, હેન્ડલૂમ મેળા અને આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશનમાં ભાગ લેવાની તક મળતા, અનેક કારીગરો અમેરિકા, જાપાન, જર્મની, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ સહિત 18થી વધુ દેશોમાં પોતાની કળાનું પ્રદર્શન કરી ચૂક્યા છે. આના પરિણામે વિદેશી ગ્રાહકો સાથે સ્થાયી વ્યાપારિક સંબંધો બંધાયા છે. આજે ઓનલાઈન ઓર્ડર અને નિકાસ દ્વારા લાખો રૂપિયાનું વાર્ષિક વેચાણ થઈ રહ્યું છે. રણોત્સવ અને 'વોકલ ફોર લોકલ'નું જીવંત ઉદાહરણ બન્યું કચ્છી શાલની વિશેષતા તેની ઝીણવટભરી હસ્તકલા, કુદરતી રંગો અને પરંપરાગત વણાટમાં રહેલી છે. સામાન્ય કિંમતથી લઈને વિશેષ ઓર્ડર મુજબ લાખો રૂપિયાની શાલ પણ અહીં તૈયાર થાય છે, જેને બનાવવામાં ક્યારેક અનેક અઠવાડિયા કે મહિનાઓ લાગી શકે છે. કચ્છમાં યોજાતા રણોત્સવ દરમિયાન ભુજોડી ગામ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. સરકારના પ્રોત્સાહન, વૈશ્વિક બજારમાં વધતી માંગ અને કારીગરોની નવીન વિચારસરણીના કારણે ભુજોડી આજે 'વોકલ ફોર લોકલ'નું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.આ રીતે ભુજોડી વિશ્વમાં કચ્છની હેન્ડલૂમ પરંપરાનો ગૌરવપૂર્ણ પરિચય કરાવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગર બાર એસોસિએશન 6 થી 8 ઓગસ્ટ સુધી કામગીરીથી અળગા:હાઈકોર્ટના A4 પેપર અને ફોન્ટ પરિપત્રનો વિરોધ નોંધાવ્યો
    Next Article
    હનીટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપી ખંડણી માંગનાર ત્રણ ઝડપાયા:ત્રણ માસથી નાસતા ફરતા આરોપીઓ સુરતથી પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment