Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હનીટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપી ખંડણી માંગનાર ત્રણ ઝડપાયા:ત્રણ માસથી નાસતા ફરતા આરોપીઓ સુરતથી પકડાયા

    12 hours ago

    ગીર સોમનાથ SOG ટીમે હનીટ્રેપ અને ખોટી પોલીસ ઓળખથી ખંડણી વસૂલવાના ગુનામાં ત્રણ મહિનાથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતા. પોલીસની ટીમે આરોપીઓ સુધી પહોંચવા માટે સંબંધિત વિભાગો પાસેથી માહિતી મેળવી સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી. સુરત શહેર SOG ટીમની મદદથી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરીને આરોપીઓની સતત વોચ રાખવામાં આવી હતી. આખરે, ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જરૂરી કાયદેસરની કાર્યવાહી બાદ તેમને ગીર ગઢડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓની ગુનો કરવાની મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી હતી. તેઓ લોકો સામે ખોટી પોલીસ ઓળખ ઊભી કરીને તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા અને ત્યારબાદ પૈસા પડાવતા હતા. આ ગુનામાં ઝડપાયેલા આરોપીઓમાં કાજલબેન ઉર્ફે શીવાની (ઉંમર 29, રહે. કામરેજ, સુરત), દિવ્યેશ દેવાયત વાઢેર (ઉંમર 28, રહે. શુભમ રેસિડેન્સી, કટોદરા-ઓલપાડ) અને દિલીપ ચુની ઝાલા (ઉંમર 40, રહે. સુરત આવાસ, પાસોદરા પાટિયા)નો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં કાજલબેન ઉર્ફે શીવાની વિરુદ્ધ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પણ અગાઉ ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કામગીરીમાં SOGના ASI જીજ્ઞેશગીરી અમૃતગીરી, પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ મંગલસિંહ, કલ્પેશભાઈ કાનાભાઈ, ગીર ગઢડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી શિવાનીબેન ભાવસિંહભાઈ, આઉટસોર્સ ડ્રાઇવર ઉદયગીરી તથા સુરત શહેર SOG ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. હનીટ્રેપના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને સુરત સુધી તપાસનો દોર લંબાવીને ઝડપી પાડવામાં આવતા ગીર સોમનાથ પોલીસની કામગીરી નોંધપાત્ર બની છે.
    Click here to Read More
    Previous Article
    ભુજોડીની 500 વર્ષ જૂની હાથવણાટ કળાને વૈશ્વિક ઓળખ મળી:કચ્છી શાલને GI ટેગ મળ્યો અને 50થી વધુ પ્રતિષ્ઠિત એવોર્ડ્સ પ્રાપ્ત થયા
    Next Article
    Survivor's Resignation Letter To Tehelka 13 Years Ago Fought Today's Battles

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment