Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગર બાર એસોસિએશન 6 થી 8 ઓગસ્ટ સુધી કામગીરીથી અળગા:હાઈકોર્ટના A4 પેપર અને ફોન્ટ પરિપત્રનો વિરોધ નોંધાવ્યો

    14 hours ago

    ગુજરાત હાઈકોર્ટના તાજેતરના પરિપત્ર સામે મહીસાગર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશને વિરોધ નોંધાવ્યો છે. આ પરિપત્રમાં અદાલતી અરજીઓ, પ્લીડિંગ્સ, એફિડેવિટ અને અપીલ માટે ચોક્કસ સાઈઝના પેપર અને નિયત ફોન્ટમાં કમ્પ્યુટરાઈઝ્ડ ટાઈપિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. વિરોધ સ્વરૂપે, એસોસિએશને 6 થી 8 ઓગસ્ટ, 2026 સુધી મહીસાગર જિલ્લાની તમામ અદાલતોની ન્યાયિક કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે. પ્રમુખ જે. જે. મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી અર્જન્ટ જનરલ મીટિંગમાં આ પરિપત્રના અમલીકરણથી વકીલો અને પક્ષકારોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરીને ન્યાયિક કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય લેવાયો હતો. વકીલોના જણાવ્યા અનુસાર, હાઈકોર્ટના પરિપત્ર મુજબ જરૂરી 75 GSM A4 સાઈઝના પેપર સ્થાનિક બજારમાં સરળતાથી ઉપલબ્ધ નથી, જેના કારણે પ્રિન્ટિંગમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વધુમાં, રોજિંદી નાની-મોટી મુદત અરજીઓ, પુરસીસ કે જામીન એફિડેવિટ કમ્પ્યુટરાઈઝ્ડ ટાઈપ કરવામાં સમયનો વ્યય થાય છે અને કામગીરી અટકી પડે છે. આ ઉપરાંત, દરેક અરજી ટાઈપ કરાવવાથી ગરીબ અને ગ્રામીણ પક્ષકારો પર આર્થિક બોજ વધે છે. વકીલોએ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ પ્રચલિત કમ્પ્યુટર ફોન્ટ્સ વાપરવાની છૂટ આપવાની પણ માંગ કરી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને લેવાયેલા નિર્ણયના ઠરાવની નકલ ગુજરાત હાઈકોર્ટના માનનીય ચીફ જસ્ટિસ સાહેબ, વહીવટી યુનિટ જજ સાહેબ, મહીસાગર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને યોગ્ય કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મહિલા ઘરે જવા તૈયાર ન હોવાથી કાઉન્સિલિંગ કરાયુ:8 દિવસથી વડોદરામાં ભટકતી અમદાવાદની મહિલાનું 181 અભયમની મદદથી પરિવાર સાથે પુનઃમિલન કરાયું, પરિવારજનોએ અભયમનો આભાર માન્યો
    Next Article
    ભુજોડીની 500 વર્ષ જૂની હાથવણાટ કળાને વૈશ્વિક ઓળખ મળી:કચ્છી શાલને GI ટેગ મળ્યો અને 50થી વધુ પ્રતિષ્ઠિત એવોર્ડ્સ પ્રાપ્ત થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment