Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ:કહ્યું-બે વર્ષમાં ભારત ટેક્સી 500 શહેર-ગામડાઓમાં પહોંચશે, 4 સવાલના જવાબમાં ભારત ટેક્સીના ફાયદાઓ

    1 day ago

    ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહ 27 અને 28 જૂન એમ બે દિવસ દરમિયાન તેમના સંસદીય ક્ષેત્રના પ્રવાસે છે. આજે તેમણે ગાંધીનગરમાં ભારત ટેક્સીનો પ્રારંભ કરાવ્યો છે. તેમણે કહ્યું કે, મુસાફરો અને ડ્રાઇવરોનું શોષણ ન થાય એટલે ટેક્સી શરૂ કરાવી છે. તેમણે આગળ કહ્યું કે, ભારત ટેક્સી મોંઘી છે, કેટલાક લોકો અફવાઓ ફેલાવે છે. અમે મુંબઈ, નાગપુરથી લઈ જયપુર, કોલકાતા સુધી પહોંચીશું. બે વર્ષમાં નાના-મોટા 500 શહેર-ગામડાઓમાં 2 વ્હીલર-ફોર વ્હીલરનો કોન્સેપ્ટ લોન્ચ કરીશું. આ પ્રવાસ દરમિયાન તેઓ કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોની નાગરિકોને ભેટ આપશે તેમજ સંગઠન અને વહીવટી તંત્ર સાથે મહત્વની સમીક્ષાત્મક બેઠકો યોજી ચિંતન કરશે. ત્યારબાદ બપોરે 12.45 કલાકે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની ડિસ્ટ્રિકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમીટી (DISHA - દિશા) ની મહત્વની બેઠક યોજાશે, જેમાં સરકારી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરાશે. અમદાવાદમાં 'હરિયાળી લોકસભા' અંતર્ગત વૃક્ષારોપણની સમીક્ષા અને લોકદરબાર બપોર બાદ અમિત શાહ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા સર્કિટ હાઉસ એનેક્ષી ખાતે પહોંચશે. અહીં તેઓ ‘ગાંધીનગર લોકસભા - હરીયાળી લોકસભા’ અભિયાન અંતર્ગત હાથ ધરાયેલા "સામુહિક વૃક્ષારોપણ" ની કામગીરી અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કરશે અને અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપશે. ત્યારબાદ સાંજે 6.30 કલાકે સાબરમતી વિધાનસભા વિસ્તારના રાણીપ અને સાબરમતી વોર્ડના નાગરિકોની સમસ્યાઓ સાંભળવા માટે રાણીપમાં જીએસટી ક્રોસિંગ પાસે આવેલી શ્રી સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે એક ભવ્ય ‘લોકદરબાર’ યોજાશે, જેમાં ગૃહમંત્રી જનતાની વચ્ચે ઉપસ્થિત રહેશે. ચિંતન શિબિર અને 'PM Family Care Tracker'નું લોકાર્પણ પ્રવાસના બીજા દિવસે એટલે કે 28 જૂનના રોજ બપોરે 2.30 કલાકે અમિત શાહ સાબરમતી વિધાનસભાના બુથ પ્રમુખો અને શક્તિકેન્દ્રના ઇન્ચાર્જોની ‘ચિંતન શિબિર’માં ઉપસ્થિત રહી આગામી સંગઠનાત્મક કાર્યો અંગે માર્ગદર્શન પૂરું પાડશે. આ પ્રવાસના અંતિમ ચરણમાં ગાંધીનગરના સેક્ટર-17 સ્થિત ટાઉન હોલ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાશે.જેમાં કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે નાગરિકોની સ્વાસ્થ્ય અને કલ્યાણ સુવિધાઓને ડિજિટલી ટ્રેક કરતા અત્યંત મહત્વકાંક્ષી PM Family Care Tracker (FCT) પ્રોગ્રામનું સત્તાવાર લોકાર્પણ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીના આ બે દિવસીય પ્રવાસને પગલે ગાંધીનગર અને અમદાવાદના મનપા પ્રશાસન તેમજ ભાજપ સંગઠન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    કપડવંજમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ:આખી ફેક્ટરી બળીને ખાખ, બે શ્રમિક ગંભીર, લોકોએ કહ્યું- 4 કિમી દૂર સુધી ધડાકો સંભળાયો
    Next Article
    RTO ઇન્સ્પેક્ટરે સમયસૂચકતાથી અકસ્માતગ્રસ્તને બચાવ્યા:મુલેજ ચોકડી પાસે ફરજ દરમિયાન માનવતાનું ઉત્તમ ઉદાહરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment