Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝાડેશ્વરથી તવરા રોડ પર 500થી વધુ વૃક્ષોનું નિકંદન‎:રૂા. 23 કરોડના ખર્ચથી 4 કિમીનો રસ્તો બનાવવામાં આવ્યો છે, નવા વાવેતરમાં તંત્રની આળસ

    1 week ago

    ઝાડેશ્વર ચોકડીથી જુના તવરા સુધીના વિસ્તારનો વિકાસ તો થયો છે, પણ આ વિકાસના નામે પ્રકૃતિનો ભોગ લેવાયો છે.​​ ઝાડેશ્વર ચોકડીથી જુના તવરા સુધીના ચાર માર્ગીય રોડનું નિર્માણ આશરે રૂપિયા 23 કરોડના તોતિંગ ખર્ચે કરવામાં આવ્યું છે. આ માર્ગની કામગીરી દરમિયાન નડતરરૂપ હોવાનું બહાનું ધરીને વર્ષો જૂના, ઘટાદાર અને છાંયડો આપતા 500થી પણ વધુ વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હતું. આજે આ રોડ બનીને તૈયાર થઈ ગયો છે અને તેને એક વર્ષ પૂર્ણ થવાને આરે છે, તેમ છતાં તંત્ર દ્વારા અહીં નવું એક પણ વૃક્ષ વાવવાની તસદી લેવામાં આવી નથી. ​​ચોંકાવનારી બાબત એ છે કે ફોરલેન રોડની વચ્ચે પ્રોફેશનલ ડીઝાઇન મુજબ ડિવાઈડર બનાવવામાં આવ્યા છે. જો આ ડિવાઈડરમાં રોડ બન્યાની સાથે જ યોગ્ય વૃક્ષો કે છોડનું વાવેતર કરી દેવાયું હોત તો આજે એક વર્ષમાં આ વૃક્ષો કદમાં મોટા થઈ ગયા હોત અને માર્ગની શોભા વધારવાની સાથે પર્યાવરણને પણ ફાયદો પહોંચાડતા હોત. પરંતુ, તંત્રની ઉદાસીનતાને કારણે આ ડિવાઈડર અત્યારે માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે. ​ રાહદારીઓ અને પર્યાવરણપ્રેમીઓની એક જ માગ છે કે તંત્ર વહેલી તકે ઝાડેશ્વર ચોકડીથી જુના તવરા સુધીના માર્ગના ડિવાઈડરમાં સઘન વૃક્ષારોપણ કરવામાં આવે તે જરૂરી બન્યું છે. એક વૃક્ષ કાપવાની સામે 2 થી 3 વૃક્ષ વાવવાનો નિયમ ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી તવરા તરફ નવું શહેર વિકસી રહયું છે અને અહીં ટાઉન પ્લાનિંગની સ્કીમો અમલમાં મુકાઇ છે. રસ્તાઓ પહોળા કરવા માટે હયાત વૃક્ષોને કાપવામાં આવી રહયાં છે. ચાર કિમીના રસ્તા પર જ 500થી વધારે વૃક્ષો કાપી નાખવામાં આવ્યાં છે. સરકારના નિયમ મુજબ રસ્તાના વિકાસ કે અન્ય સરકારી પ્રોજેક્ટ્સ દરમિયાન અડચણરૂપ વૃક્ષો કાપવા બદલ એક વૃક્ષની સામે સામાન્ય રીતે ઓછામાં ઓછા 2 થી 3 નવા વૃક્ષો અને કેટલાક ખાસ કિસ્સાઓમાં 10 નવા વૃક્ષો વાવવાનો સરકારી નિયમ છે.​ ભૂતકાળમાં જ્યારે આ માર્ગ
    Click here to Read More
    Previous Article
    પૂર્વમાં જળસંકટ:પાણીની કટોકટી,4 દિવસમાં 2 હજાર ટેન્કર દોડાવીને 80 લાખ લિટર પાણી પહોંચાડાયું
    Next Article
    નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ સહિતને મોટો ફાયદો:હેડ પોસ્ટ ઓફિસમાં સવારે 8 થી રાત્રે 8 સુધી આધાર સેવા મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment