Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વમાં જળસંકટ:પાણીની કટોકટી,4 દિવસમાં 2 હજાર ટેન્કર દોડાવીને 80 લાખ લિટર પાણી પહોંચાડાયું

    1 week ago

    ગત સોમવારે મોડી સાંજે આવેલા વિનાશક વાવાઝોડાને કારણે શહેરના પૂર્વ વિસ્તારમાં સર્જાયેલા પાણીના ભારે સંકટને પગલે તંત્ર દોડતું થયું છે. છેલ્લા 4 દિવસમાં જ પૂર્વ વિસ્તારની તરસ છીપાવવા માટે પાલિકા દ્વારા પાણીનાં 2 હજાર જેટલાં ટેન્કરો દોડાવવામાં આવ્યાં છે. અછતવાળા વિસ્તારોમાં અંદાજિત 80 લાખ લિટર જેટલું પાણી ટેન્કરો મારફતે પહોંચાડવામાં આવ્યું છે. શહેરમાં ઉનાળાના આરંભથી જ વિવિધ વિસ્તારમાં ઓછા દબાણ સહિત પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ હતી, જેને પગલે રહીશોને હાલાકી પડી રહી છે. બીજી તરફ શહેરને પાણી પૂરું પાડતા આજવા સરોવરમાંથી રોજનું 14.5 કરોડ લિટર પાણી લેવામાં આવે છે. જોકે હાલમાં આજવા સરોવરની જળ સપાટી નીચે ઊતરતાં ગ્રેવિટીથી માત્ર 11.5 કરોડ લિટર પાણી જ મળી રહ્યું છે. બાકીની 3 કરોડ લિટર પાણીની ઘટ પૂરી કરવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પોન્ટૂન પંપ કાર્યરત કરીને પાણી ખેંચવાની ફરજ પડી છે. બીજી તરફ આગામી સમયમાં પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે તંત્ર દ્વારા આજવા સરોવર ખાતે વધુ એક નવા પોન્ટૂન પંપનો ટ્રાયલ રન શરૂ કરી દેવામાં આવ્યો છે. આ નવા પોન્ટૂન પંપ દ્વારા આજવા સરોવરમાંથી વધુ પાણી ખેંચીને શહેરના પૂર્વ વિસ્તારના વાઘોડિયા રોડ, ખોડિયારનગર, ડભોઇ રિંગ રોડ અને પાણીગેટ જેવા વિસ્તારોમાં પાણીનો પુરવઠો વહેલી તકે સામાન્ય કરવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આજવાની મુખ્ય લાઇનમાં મોટું ભંગાણ, રોજનું 30 લાખ લિટર પાણી ગટરમાં ગયું શહેરમાં એક તરફ પાણીની કટોકટી સર્જાઈ રહી છે, બીજી તરફ છેલ્લા એક અઠવાડિયાથી રોજ લાખો લિટર પીવાનું ચોખ્ખું પાણી ગટરમાં વહી રહ્યું હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. શહેરના ગુરુકૂળ ચાર રસ્તા નજીક રુકમણી પાર્ટી પ્લોટ પાસે આજવા સરોવરથી આવતી મુખ્ય લાઈનમાં મસમોટું ભંગાણ સર્જાયું છે. દરમિયાન શુક્રવારે આ સ્થળે મોટો ભૂવો પડતાં અંદર પાણીની મુખ્ય લાઈન તૂટેલી હોવાનું સપાટી પર આવ્યું હતું. પ્રાથમિક અંદાજ મુજબ, આ ભંગાણથી રોજ 30 લાખ લિટર જેટલું પાણી વરસાદી ગટરમાં વેડફાઈ રહ્યું હતું. બીજી તરફ ઘટનાની જાણ થતાં પાણી પુરવઠા વિભાગની ટીમ તાબડતોડ જેસીબી અને જરૂરી સાધનો સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સમારકામ શરૂ કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભાવ-ફરક:વૃક્ષારોપણ માટે પૂર્વ સહિત 2 ઝોનમાં વધુ ભાવથી પાલિકાને રૂા.22 લાખનું નુકસાન
    Next Article
    ઝાડેશ્વરથી તવરા રોડ પર 500થી વધુ વૃક્ષોનું નિકંદન‎:રૂા. 23 કરોડના ખર્ચથી 4 કિમીનો રસ્તો બનાવવામાં આવ્યો છે, નવા વાવેતરમાં તંત્રની આળસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment