Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવ-ફરક:વૃક્ષારોપણ માટે પૂર્વ સહિત 2 ઝોનમાં વધુ ભાવથી પાલિકાને રૂા.22 લાખનું નુકસાન

    1 week ago

    પાલિકાના નવા બોર્ડની પહેલી સ્થાયી બેઠકમાં પ્લાન્ટેશનના કામ માટે 2 ઝોનમાં વધુ ભાવનાં કામ મંજૂર થતાં 22 લાખનું નુકસાન થવાની શક્યતા છે. 1 કરોડની મર્યાદામાં ઉત્તર ઝોનનો કોન્ટ્રાક્ટર 30 ટકા ઓછા ભાવમાં કામ કરવા તૈયાર છે. જોકે પૂર્વ-દક્ષિણ ઝોનમાં કોન્ટ્રાક્ટરે આ કામ માટે 18.98 ટકા ઓછા ભાવ ભર્યા છે. સ્થાયીમાં થયેલી ચર્ચા મુજબ કોન્ટ્રાક્ટર આનંદ ફાર્મ એન્ડ નર્સરી પાસે પોતાની નર્સરી છે. જ્યારે હરિકૃષ્ણ નર્સરી એન્ડ પ્લાન્ટેશન બીજેથી પ્લાન્ટ લાવે છે, તેને 30 ટકા ઓછા ભાવ પોષાય તેમ નથી. ચોમાસું શરૂ થવાનું છે ત્યારે તે પૂર્વે કોન્ટ્રાક્ટરે કરેલી દલીલને માન્ય રાખી કામને મંજૂરી અપાય છે. જોકે 30 ટકા ઓછા ભાવ સામે બે ઝોનમાં 19-19 ટકા ભાવ ઓછા હોવાથી 11 ટકાનો તફાવત થયો છે. જેનાથી પાલિકાને 22 લાખનું નુકસાન થશે. ઈ-બસ પ્રોજેક્ટના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં બંદીશ શાહની જગ્યાએ નરવીરસિંહને સ્થાન પીએમ ઈ-બસ સેવા માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ એટલે કે કંપની રજિસ્ટર્ડ કરવાની મંજૂરી અને ડિરેક્ટર તરીકે ચીફ એકાઉન્ટન્ટ અને ઇ-બસ પ્રોજેક્ટના વડાનો ઉમેરો કરવા માટે અને પૂર્વ સ્થાયી સભ્ય બંદીશ શાહનું નામ કમી કરવા માટે દરખાસ્તને મંજૂર કરાઈ છે. જેમાં બંદીશ શાહનું નામ હટાવીને સભ્ય નરવીરસિંહ ચુડાસમાને સ્થાન અપાયું છે. આખરે 11.50 કરોડના મેન પાવર સપ્લાય કરવાના વિવાદિત કામને મુલતવી કરાયું પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખામાં માનવદિન સપ્લાય કરવાના કામ માટે કોન્ટ્રાક્ટર ડી.જી. નાકરાણીને રૂા. 11.50 કરોડનો વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવાનું કામ સ્થાયીમાં મૂકાયું હતું. જોકે સયાજી હોસ્પિટલમાં કામગીરી સામે ઊભા થયેલા સવાલો અને વારંવાર મળેલી નોટિસ અંગેની ફરિયાદ મળતાં સ્થાયીએ કામને મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:કેનેડામાં રહેતા પતિનું કારસ્તાન,PR માટે પત્ની પાસે 2 લાખ ડોલર માગ્યા; નણંદને ઘરે રાખી ‘અંગ્રેજી આવડતું નથી’ કહી છૂટાછેડાની નોટિસ આપી
    Next Article
    પૂર્વમાં જળસંકટ:પાણીની કટોકટી,4 દિવસમાં 2 હજાર ટેન્કર દોડાવીને 80 લાખ લિટર પાણી પહોંચાડાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment