Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓનલાઇન સિસ્ટમના દાવા સામે સવાલો‎:વ્યારામાં વીજ બિલ કલેક્શન કચેરી બંધ થતાં 500નું બિલ ભરવા 200નું ભાડું ખર્ચવું પડે છે

    3 days ago

    વ્યારા નગરમાં ઝંડા ચોક પાસે વર્ષોથી કાર્યરત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડનું સબ-કલેક્શન સેન્ટર અચાનક બંધ કરી દેવાતાં હજારો નગરજનો પારાવાર હાલાકીમાં મુકાયા છે. સામાન્ય વીજ બિલ ભરવા કે વીજળી સંબંધિત નાની-મોટી ફરિયાદો નોંધાવવા માટે પણ રહીશોને 3 થી 4 કિલોમીટર દૂર આવેલી મેઈન ઓફિસે જવાની ફરજ પડી રહી છે. આ ગંભીર નાગરિક સમસ્યાને વાચા આપતાં વ્યારા પાલિકાના બાગ અને સામાજિક વનીકરણ સમિતિના ચેરમેન તથા વોર્ડ નં. 3 ના સભ્ય ડૉ. સિદ્ધાર્થ નિલેશ લુહારે વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓને આવેદન પાઠવી કલેક્શન સેન્ટર સત્વરે પુનઃ શરૂ કરવા ઉગ્ર રજૂઆત કરી છે. અગાઉ ઝંડા ચોક કેન્દ્ર ચાલુ હતું ત્યારે વોર્ડ નં. 1 અને 3 હેઠળ આવતા સિંગી ફળિયું, ગોરૈયા ફળિયું, જૂનું ધોડિયાવાડ, સ્ટેશન રોડ, અભિષેક એસ્ટેટ, રામ કબીર, ઋતુરાજ તેમજ ગાયત્રી સોસાયટી સહિતના વિસ્તારોના લોકોને ઘરઆંગણે સેવા મળતી હતી. જોકે આ સુવિધા છીનવાઈ જતાં લોકો પરેશાન થઈ રહ્યા છે. આ મામલે કેબિનેટ મંત્રી જયરામભાઈ ગામીત અને ધારાસભ્ય મોહનભાઈ કોકણીને પણ નકલ મોકલી યોગ્ય નિરાકરણ લાવવા અનુરોધ કરાયો છે. ઓનલાઇન સિસ્ટમના દાવા સામે સવાલો ડિજિટલ ડિવાઇડ | તંત્ર પેપરલેસ અને ડિજિટલ પેમેન્ટના દાવા કરે છે, પરંતુ ગ્રામીણ-અર્ધશહેરી પંથકના વૃદ્ધો, વિધવાઓ અને શ્રમિક વર્ગ પાસે સ્માર્ટફોન કે યુપીઆઈની સમજ હોતી નથી. આવા લોકો માટે ફિઝિકલ કાઉન્ટર જ એકમાત્ર આશરો હોય છે. ગરીબ પરિવારો પર ભાડાંનો બોજ | શહેરના છેવાડે આવેલી મુખ્ય કચેરી સુધી જવા-આવવા માટે ઓટો રિક્ષા પાછળ ₹150 થી ₹200 ખર્ચાઈ જાય છે. સામાન્ય ગરીબ પરિવાર માટે લઘુત્તમ વીજ બિલ કરતાં વધુ રકમ મુસાફરીમાં વેડફાઈ જવી તે વહીવટી તંત્રની અણઘડ નીતિ છતી કરે છે. સ્થાનિકોએ કરેલી મુખ્ય 3 માંગણીઓ‎ 1. ઝંડા ચોક ખાતેનું જૂનું કલેક્શન સેન્ટર તાત્કાલિક ધોરણે પુનઃ કાર્યરત કરવું. 2. બંને વોર્ડના રહીશોને અનુકૂળ રહે તેવા સેન્ટ્રલ પોઈન્ટ પર કાયમી કેશ કાઉન્ટર ઊભું કરવું. 3. બિલ સ્વીકારવાની સાથે સાથે સામાન્ય ફોલ્ટની ફરિયાદ નોંધણી અને માર્ગદર્શન માટે હેલ્પડેસ્ક શરૂ કરવું. સ્થાનિકોએ કરેલી મુખ્ય 3 માંગણીઓ
    Click here to Read More
    Previous Article
    અસામાજિક તત્વો પર લગામ કસવા પોલીસે ખાસ બેઠક બોલાવી‎:હોટેલ અને ગેસ્ટ હાઉસ સંચાલકોને પથિક સોફ્ટવેરમાં ફરજિયાત નોંધણીના આદેશો
    Next Article
    5 કેન્દ્ર માટે તો તંત્રને જમીન પણ ક્યાંય મળતી નથી:રાજકોટ જિલ્લામાં 221 આંગણવાડી કેન્દ્ર ભાડાના મકાનમાં ચાલે છે !

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment