Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસામાજિક તત્વો પર લગામ કસવા પોલીસે ખાસ બેઠક બોલાવી‎:હોટેલ અને ગેસ્ટ હાઉસ સંચાલકોને પથિક સોફ્ટવેરમાં ફરજિયાત નોંધણીના આદેશો

    3 days ago

    શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીનો રવિવારથી પ્રારંભ થયો છે ત્યારે આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારો દરમિયાન પાટણ જિલ્લામાં આંતરિક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રહે તે માટે પાટણ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે શનિવારે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. તહેવારોમાં અજાણ્યા તથા બહારથી આવતા લોકોની અવરજવર વધી જતી હોઈ, કોઈ અપ્રિય ઘટના કે અરાજકતા ન સર્જાય તે હેતુથી પોલીસે હોટેલ અને ગેસ્ટ હાઉસ સંચાલકોને કડક સુરક્ષા તકેદારી રાખવા તાકીદ કરી છે. આ ખાસ બેઠકમાં પાટણ, સિદ્ધપુર અને ચાણસ્મા વિસ્તારના અંદાજે 30 જેટલા હોટેલ તથા ગેસ્ટ હાઉસના માલિકો અને સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન એસ.ઓ.જી. પી.આઈ. જે. જી. સોલંકીએ સંચાલકોને ગ્રાહકોના રોકાણ અને સુરક્ષા સંબંધી માર્ગદર્શિકા આપતા જણાવ્યું હતું કે, હોટેલ કે ગેસ્ટ હાઉસમાં રોકાણ માટે આવતા દરેક ગ્રાહકની પૂરેપૂરી ચકાસણી કર્યા બાદ જ તેમને રૂમ ભાડે આપવાનો રહેશે. પોલીસ અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે, જો કોઈ પણ વ્યક્તિની વર્તણૂક કે હિલચાલ શંકાસ્પદ જણાય અથવા કોઈ અજાણ્યા તત્વો દ્વારા શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ જણાતો હોય, તો હોટેલ સંચાલકોએ સહેજ પણ વિલંબ કર્યા વગર તુરંત જ પાટણ SOG, પાટણ LCB, અન્ય સુરક્ષા એજન્સીઓ કે સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો રહેશે. ગ્રાહકનું ઓળખકાર્ડ ફરજિયાત માન્ય પુરાવા: દરેક ગ્રાહક પાસેથી તેમના માન્ય ઓળખકાર્ડ તથા જરૂરી આધાર-પુરાવા મેળવ્યા બાદ જ એન્ટ્રી આપવાની રહેશે. પથિક સોફ્ટવેર: દરેક હોટેલ અને ગેસ્ટ હાઉસે પોતાના કોમ્પ્યુટરમાં નિયમ મુજબ "પથિક સોફ્ટવેર"માં ગ્રાહકની વિગતોની નિયમિત અને ફરજિયાત નોંધ કરવાની રહેશે.
    Click here to Read More
    Previous Article
    તેલંગાણાના સીએમ બોલ્યા-ભાજપ રાવણ, કોંગ્રેસ રામ:રાવણને હરાવવો હોય તો રામનો સાથ આપો; રાહુલ ગાંધી પીએમ બનશે, માત્ર પંજાના નિશાન પર મત આપો
    Next Article
    ઓનલાઇન સિસ્ટમના દાવા સામે સવાલો‎:વ્યારામાં વીજ બિલ કલેક્શન કચેરી બંધ થતાં 500નું બિલ ભરવા 200નું ભાડું ખર્ચવું પડે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment