Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 કેન્દ્ર માટે તો તંત્રને જમીન પણ ક્યાંય મળતી નથી:રાજકોટ જિલ્લામાં 221 આંગણવાડી કેન્દ્ર ભાડાના મકાનમાં ચાલે છે !

    3 days ago

    રાજકોટ જિલ્લામાં કુલ 328 આંગણવાડી કેન્દ્ર ભાડાના મકાનમાં ચાલી રહ્યાં છે. જેમાંથી 107 કેન્દ્ર સરકારી બિલ્ડિંગોમાં ચાલતાં હોવાથી તેનું ભાડું ચૂકવવામાં આવતું નથી, જ્યારે 221 આંગણવાડી કેન્દ્ર ખાનગી ભાડાના મકાનમાં ચલાવવામાં આવે છે. તેમાં ગ્રામ્ય સ્તરે મકાનમાલિકને રૂ.2,000 અને નગરપાલિકા વિસ્તારમાં રૂ.6,000 ભાડું ચૂકવાય છે. બીજી તરફ, જસદણ અને જેતપુરમાં 5 આંગણવાડી કેન્દ્ર માટે નગરપાલિકા વિસ્તારમાં 600થી 1,000 ચોરસ ફૂટ સુધીની સરકારી કે ગૌચરની જમીનની સ્થાનિક સી.ડી.પી.ઓ. દ્વારા માગણી કરાઇ હતી. જોકે, જમીન ઉપલબ્ધ ન થતાં હવે સરકારીમાં આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ કરવા નિર્ણય લેવાયો છે. રાજકોટ જિલ્લામાં કુલ 1,360 આંગણવાડી કેન્દ્ર મંજૂર થયેલાં છે. તે પૈકી 1,032 આંગણવાડી કેન્દ્ર સરકારી મકાન ધરાવે છે. ભાડાના મકાનમાં ચાલતાં 328 આંગણવાડી કેન્દ્રમાંથી કુલ 238 કેન્દ્રના નવા બાંધકામની પ્રક્રિયા જે-તે સ્તરે પ્રગતિ હેઠળ છે. બાકીનાં 90 આંગણવાડી કેન્દ્રના નવા બાંધકામ માટે સરકારની ગ્રાન્ટ, નાણાં પંચ આયોજનની ગ્રાન્ટ કે અન્ય યોજનાની ગ્રાન્ટ ઉપલબ્ધ થાય અને જરૂરી જમીન ઠરાવ સાથે ઉપલબ્ધ થાય ત્યારે નવા બાંધકામ માટે આયોજન હાથ ધરાશે. હાલ જસદણના વોર્ડ નંબર 9માં જસદણ-16 વિસ્તાર માટે 1 આંગણવાડી કેન્દ્ર, વોર્ડ નંબર 4માં જસદણ-2, જસદણ-26 અને જસદણ-13 તથા જેતપુરના વોર્ડ નંબર 1માં બળદેવધારની 1 મળી કુલ 5 આંગણવાડી કેન્દ્ર માટે શહેરી વિસ્તારમાં જમીન કે જગ્યા ઉપલબ્ધ થઈ નથી. આ અંગે જસદણ અને જેતપુર નગરપાલિકા પાસે સ્થાનિક સી.ડી.પી.ઓ. દ્વારા જમીનની માગણી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ઓનલાઇન સિસ્ટમના દાવા સામે સવાલો‎:વ્યારામાં વીજ બિલ કલેક્શન કચેરી બંધ થતાં 500નું બિલ ભરવા 200નું ભાડું ખર્ચવું પડે છે
    Next Article
    ખેતિની પેટર્નમાં પરિવર્તન:30 વર્ષમાં ગુજરાતમાં બાગાયત ખેતીમાં 350% વૃદ્ધિ 4.79 લાખ હેક્ટરથી વધીને 21.59 લાખ હેક્ટર થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment