Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેતિની પેટર્નમાં પરિવર્તન:30 વર્ષમાં ગુજરાતમાં બાગાયત ખેતીમાં 350% વૃદ્ધિ 4.79 લાખ હેક્ટરથી વધીને 21.59 લાખ હેક્ટર થયો

    3 days ago

    ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકામાં ખેતીના પાકની પસંદગીમાં મોટું પરિવર્તન આવ્યું છે. ખેડૂતો પરંપરાગત અનાજ-કઠોળના પાકોની સાથે ફળ, શાકભાજી, મસાલા અને ફૂલના પાકો તરફ વળ્યા છે. પરિણામે રાજ્યમાં બાગાયતી પાકોનો વિસ્તાર 1994-95માં 4,79,694 હેક્ટર હતો, જે 2024-25માં વધીને 21,59,011 હેક્ટર થયો છે. એટલે કે 30 વર્ષમાં બાગાયત ખેતીનો વિસ્તાર આશરે 350% વધ્યો છે. શાકભાજીના વાવેતરમાં 623%ની વૃદ્ધિ થઈ છે. ખેતિની પેટર્નમાં પરિવર્તન | ખેડૂતો હવે પરંપરાગતમાંથી રોકડિયા પાક તરફ વળી રહ્યા છે જીરું-ધાણાથી દાડમ-હળદર સુધી, પાકની પેટર્ન પણ બદલાઈ છેલ્લા 30 વર્ષમાં બાગાયત વિસ્તાર વધવાની સાથે ખેડૂતોની પાક પસંદગીમાં પણ મોટો ફેરફાર થયો છે. ભીંડા, ટામેટા, બટાટા અને કેરીના વાવેતરમાં પણ અનુક્રમે 1,545.5%, 785.5%, 681.4% અને 371.4%નો વધારો થયો છે. બીજી તરફ ઇસબગુલના વિસ્તારમાં 34.6% અને લસણમાં 25.1%નો ઘટાડો થયો છે. છેલ્લા ત્રણ દાયકામાં કાજુ, કમલમ (ડ્રેગનફ્રુટ), સ્ટ્રોબેરી, મીઠી અંબલી, ફાલશા, આપેલ માહિતી મુજબ તૈયાર કરેલું કોષ્ટક (Table) નીચે મુજબ છે: સિંચાઈ, વધુ વળતર અને બજાર જોડાણથી બાગાયતને વેગ ગુજરાતમાં બાગાયત ખેતીના વિસ્તાર પાછળ સિંચાઈ સુવિધાનું વિસ્તરણ, રોકડીયા પાકોમાં વધુ વળતર, બજાર સાથેનું જોડાણ, આધુનિક ટેક્નોલોજીનો સ્વીકાર, વરસાદની અનિશ્ચિતતા અને સરકારી સહાય જેવા પરિબળો મુખ્ય રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં બાગાયતનો વિસ્તાર 4.84 લાખ હેક્ટર થયો 2024-25માં બાગાયત વિસ્તારની દૃષ્ટિએ કચ્છ 1,65,398 હેક્ટર સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે છે. ત્યારબાદ બનાસકાંઠા 1,56,932 હેક્ટર, સુરેન્દ્રનગર 1,50,902 હેક્ટર, મોરબી 1,05,539 હેક્ટર અને રાજકોટ 1,02,996 હેક્ટર સાથે અગ્રણી પાંચ જિલ્લામાં છે. ઉત્તર ગુજરાતમાં 1994-95માં 1,30,603 હેક્ટર વિસ્તારમાં બાગાયતી પાકો લેવાતા હતા, જે 2024-25માં વધીને 4,84,694 હેક્ટર થયા છે. એટલે કે 30 વર્ષમાં 271.1%નો વધારો થયો છે અને વાર્ષિક વૃદ્ધિદર 4.47% રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    5 કેન્દ્ર માટે તો તંત્રને જમીન પણ ક્યાંય મળતી નથી:રાજકોટ જિલ્લામાં 221 આંગણવાડી કેન્દ્ર ભાડાના મકાનમાં ચાલે છે !
    Next Article
    ગોકુલધામથી ઉમિયા સર્કલ રોડ પર નળ વાલ્વ ચેમ્બર્સ લીક:વાલ્વ ચેમ્બરોમાંથી પાણી સતત વહી રહ્યું હોવાથી આસપાસના વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment