Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી મહાપાલિકામાં બિલ સુધારણા કૌભાંડ:નાની રકમના બિલમાં ચેડાં કરી મોટી રકમ લખાઈ; 500 નું બિલ 1500 અને 700 નું 10700 કરાયું;ઓડિટ તપાસના આદેશ

    9 hours ago

    મોરબી મહાનગરપાલિકાના વર્કશોપ વિભાગમાં નાની રકમના બિલમાં આંકડાકીય ફેરફાર કરીને મોટા બિલ બનાવી નાણાં ચૂકવી દેવાનું ગંભીર કૌભાંડ સામે આવ્યું છે. આ નાણાકીય ઉચાપત અંગે ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ તપાસના આદેશ આપતા ઓડિટ વિભાગ દ્વારા વર્કશોપ સહિતના વિવિધ વિભાગોના મંજૂર થયેલા બિલની સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. બિલમાં આંકડા ઉમેરી મોટી રકમ ચુકવાઈ મહાનગરપાલિકાના વર્કશોપ વિભાગમાં રજૂ કરાયેલા બિલમાં ગેરરીતિ આચરવામાં આવી છે. જેમાં ₹500 ના પંચરના બિલની આગળ '1' ઉમેરીને ₹1500 નું બિલ બનાવી દેવાયું હતું. આ ઉપરાંત, 1000 ગ્લાસની ખરીદી માટે આવેલા ₹700 ના બિલમાં આગળ '10' ઉમેરીને ₹10700 નું મોટું બિલ મંજૂર કરાવી નાણાં મેળવી લેવાયા છે. અગાઉના કૌભાંડમાં પણ પોલીસ ફરિયાદ નોંધાઈ મોરબી મહાનગરપાલિકામાં અગાઉ પણ એક જ કર્મચારી દ્વારા એકથી વધુ લોકોની ગેરકાયદે હાજરી ભરીને પગારની મોટી ઉચાપત કરવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. આ મામલે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અધિકૃત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જોકે, તે ગુનામાં હજુ સુધી કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ઓડિટ તપાસ બાદ કડક કાર્યવાહીની ખાતરી મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીના જણાવ્યા અનુસાર, ઓડિટ વિભાગ દ્વારા માત્ર વર્કશોપ શાખા જ નહીં પરંતુ અન્ય તમામ વિભાગોમાં મંજૂર કરાયેલા બિલની ચોકસાઈથી તપાસ કરવામાં આવશે. આ તપાસ દરમિયાન જો કોઈ પણ પ્રકારની નાણાકીય ઉચાપત કે કૌભાંડ સાબિત થશે તો જવાબદારો સામે કડક કાનૂની અને વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    આંગણવાડીના બાળકોના ભોજન માટે 8.50 રુ.!!:ઉદ્યોગોને 1,100 કરોડની સહાય, છેલ્લા નોરતે વરસાદની આગાહી, સરકારે બજેટની તૈયારીઓ શરુ કરી
    Next Article
    વેરાવળમાં ગરબા સ્થળો નજીક ખાદ્ય સુરક્ષા વિભાગની તવાઈ:32 ફૂડ સ્ટ્રીટ અને ફાસ્ટફૂડ એકમોની તપાસ, 23 ડબ્બા-બોટલ ફૂડ કલર સહિત 5 કિલો અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment