Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં ગરબા સ્થળો નજીક ખાદ્ય સુરક્ષા વિભાગની તવાઈ:32 ફૂડ સ્ટ્રીટ અને ફાસ્ટફૂડ એકમોની તપાસ, 23 ડબ્બા-બોટલ ફૂડ કલર સહિત 5 કિલો અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ

    8 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં નવરાત્રી પર્વ દરમિયાન ખેલૈયાઓ અને નાગરિકોના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય સુરક્ષા ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ફૂડ ડેમીસ્ટ ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ફૂડ સ્ટ્રીટ, લારી-ગલ્લા અને ફાસ્ટફૂડના એકમોમાં તપાસ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કુલ 32 એકમોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 23 ડબ્બા-બોટલ ફૂડ કલરનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે અંદાજે પાંચ કિલો અખાદ્ય ચીજવસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. બસ સ્ટેન્ડથી 80 ફૂટ રોડ સુધી તપાસ નવરાત્રી દરમિયાન ખાણીપીણીના સ્ટોલ પર મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોવાથી ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું પાલન થાય તે માટે વિશેષ ચેકિંગ હાથ ધરાયું હતું. વેરાવળમાં બસ સ્ટેન્ડથી કે.ડી. મીરી સ્કૂલ વિસ્તાર, ટાવર રોડ, રાજેન્દ્ર ભુવન રોડ, રેડિયન્સવાળી રોડ અને 80 ફૂટ રોડ સહિતના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ખાદ્યચીજોની ગુણવત્તા, સ્વચ્છતા અને ખોરાક બનાવવામાં વપરાતી સામગ્રી અંગે ચકાસણી કરવામાં આવી હતી. ફૂડ કલરના 23 ડબ્બા-બોટલ અને વાસી ખોરાકનો નાશ તપાસ દરમિયાન તૈયાર ખાદ્યચીજોમાં ઉપયોગમાં લેવાતા ફૂડ કલરના 23 ડબ્બા-બોટલનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વાસી બટેટા અને પાણીપુરીના પાણી સહિત અંદાજે પાંચ કિલો અખાદ્ય ચીજવસ્તુઓનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ખાદ્યચીજોની ગુણવત્તા જળવાઈ રહે અને દૂષિત કે અખાદ્ય વસ્તુઓના સેવનથી નાગરિકોના આરોગ્યને નુકસાન ન પહોંચે તે હેતુથી તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. વેપારીઓને સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષા અંગે માર્ગદર્શન ચકાસણી દરમિયાન ફૂડ સ્ટ્રીટના સંચાલકો અને વેપારીઓને ખાદ્ય સુરક્ષા તથા સ્વચ્છતા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તૈયાર ખોરાકમાં અનિચ્છનીય રીતે ફૂડ કલરનો ઉપયોગ ન કરવો, વાસી ખોરાક ન પીરસવો અને એક્સપાયરી તારીખ વીતી ગયેલાં ઠંડાં પીણાં, પાણી કે અન્ય સામગ્રીનો ઉપયોગ ન કરવા માર્ગદર્શન અપાયું હતું. દૂધ અને દૂધની બનાવટોને યોગ્ય ઠંડા વાતાવરણમાં સંગ્રહિત રાખવા પણ સૂચના આપવામાં આવી હતી. સ્વચ્છતા જાળવવા અને સુરક્ષિત પાણી વાપરવા પર ભાર તંત્ર દ્વારા વેપારીઓને ગરમાગરમ અને આરોગ્યપ્રદ ખાદ્યચીજોનું વેચાણ કરવા, ખોરાક બનાવવાની જગ્યાએ સ્વચ્છતા જાળવવા અને કચરાનો યોગ્ય નિકાલ કરવા જણાવાયું હતું. કચરો કચરાપેટીમાં જ નાખવો તથા ક્લોરીનેશન કરેલું પાણી વાપરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત નાગરિકોમાં ખાદ્ય સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે જનજાગૃતિની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    મોરબી મહાપાલિકામાં બિલ સુધારણા કૌભાંડ:નાની રકમના બિલમાં ચેડાં કરી મોટી રકમ લખાઈ; 500 નું બિલ 1500 અને 700 નું 10700 કરાયું;ઓડિટ તપાસના આદેશ
    Next Article
    દાહોદમાં ટીબીના દર્દીઓ માટે 9 ટ્રુનાટ મશીનો કાર્યરત:શંકાસ્પદ દર્દીઓને સ્થાનિક સ્તરે મળશે ઝડપી અને સચોટ નિદાનની સુવિધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment