Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં ટીબીના દર્દીઓ માટે 9 ટ્રુનાટ મશીનો કાર્યરત:શંકાસ્પદ દર્દીઓને સ્થાનિક સ્તરે મળશે ઝડપી અને સચોટ નિદાનની સુવિધા

    7 hours ago

    દાહોદ જિલ્લામાં 'ટીબી મુક્ત ભારત અભિયાન' હેઠળ ક્ષય રોગના દર્દીઓની વહેલી ઓળખ અને સારવાર માટે પહેલ કરાઈ છે. જિલ્લાના 9 સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC) ખાતે આધુનિક ટ્રુનાટ મશીનો શરૂ કરાયા છે. આનાથી શંકાસ્પદ દર્દીઓનું નિદાન ઝડપી બનશે અને તેમને સ્થાનિક સ્તરે જ તપાસની સુવિધા મળશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત અને જિલ્લા ક્ષય અધિકારી ડૉ. આર.ડી. પહાડિયાના માર્ગદર્શન હેઠળ આ સુવિધા દુધિયા, ઢઢેલા, કતવારા, કદવાળ, મીરાખેડી, પેથાપુર, બલૈયા, અગાસવાણી અને જેસાવાડાના આરોગ્ય કેન્દ્રોમાં ઉપલબ્ધ છે. ગ્રામીણ લોકોને હવે ટીબીની તપાસ માટે જિલ્લા મથકે જવું નહીં પડે. ટ્રુનાટ પદ્ધતિથી ઓછા સમયમાં ટીબીના બેક્ટેરિયા અને દવા સામેની પ્રતિકારક શક્તિ જાણી શકાય છે. આનાથી વહેલી તપાસ અને તરત સારવાર શક્ય બનશે. સમયસર નિદાનથી દર્દી જલ્દી સાજા થશે અને રોગ ફેલાવવાનું જોખમ પણ ઘટશે. બે અઠવાડિયાથી વધુ ખાંસી, તાવ કે વજન ઘટવા જેવા લક્ષણો હોય તો તરત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં ગરબા સ્થળો નજીક ખાદ્ય સુરક્ષા વિભાગની તવાઈ:32 ફૂડ સ્ટ્રીટ અને ફાસ્ટફૂડ એકમોની તપાસ, 23 ડબ્બા-બોટલ ફૂડ કલર સહિત 5 કિલો અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ
    Next Article
    Gandhinagar GMC Mayor | ગાંધીનગર મનપાના મેયર કોણ બનશે ? | GMC Election | Mayor | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment