Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પનીરના નામે ધીમું ઝેર પીરસાતું હતું !:રાજકોટ મનપાનાં દરોડામાં 500 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું, લાયસન્સ વિના ધમધમતું કારખાનું સીલ કરી ફૂડ વિભાગે રૂ. 10,000નો દંડ ફટકાર્યો

    1 day ago

    રાજકોટનાં મોરબી રોડ પરનાં સેટેલાઇટ ચોક નજીક, પુલ નીચે આવેલા પનીરના કારખાના પર ફૂડ વિભાગે ઓચિંતા દરોડા પાડ્યા હતા. જેમાં આશરે 500 કિલો જેટલો શંકાસ્પદ લુઝ પનીરનો જથ્થો ઝડપાયો છે, જેને અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી સીઝ કરવામાં આવ્યો હતો. આ પનીર ક્યાંથી આવ્યું હતું અને તેમાં કયા પદાર્થોનું મિશ્રણ કરવામાં આવ્યું હતું તેની સંપૂર્ણ તપાસ કરવા માટે લુઝ પનીરના 2 અલગ-અલગ સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ કારખાનું કોઈપણ પ્રકારના ફૂડ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહ્યું હોવાનું ખુલતા આ આખું કારખાનું સીલ કરી દેવામાં આવ્યું છે, અને કારખાનાના સંચાલક પ્રકાશભાઈ હરસોડાને રૂ. 10,000 નો દંડ ફટકારીને કડક નોટિસ આપવામાં આવી છે. મનપાના મુખ્ય આરોગ્ય અધિકારી જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ડેરી પ્રોડક્ટ્સ, ખાસ કરીને પનીર અને એનાલોગ પનીરનું ઉત્પાદન અને વેચાણ કરતા એકમો પર સતત નજર રાખવામાં આવી રહી છે. અમારી ફૂડ સેફ્ટી ટીમ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં હાઇજિન કન્ડિશન એટલે કે સ્વચ્છતાની સ્થિતિની ચકાસણી કરવામાં આવે છે. ગત 25 તારીખથી લઈને 1 તારીખ સુધીમાં પનીરના વિવિધ એકમો સામે વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવી છે, જેમાં 25 તારીખે કુલ 3 એકમો પનીરના સીલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ 29 તારીખે વધુ 3 એકમો સીલ કરાયા હતા અને 30 તારીખે 1 એકમ પર સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. આજની કાર્યવાહી પણ આ જ ડ્રાઇવનો એક ભાગ છે. મોરબી રોડ પરથી પકડાયેલું આ પનીર અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી ફૂડ પ્રોડક્શન કંપનીમાંથી મગાવવામાં આવતું હતું. જો કે તે કંપની પાસે એનાલોગ પનીર બનાવવાનું એફએસએસએઆઈ (FSSAI) લાયસન્સ છે અને તેનું બિલ પણ મળ્યું છે, પરંતુ અહીં રાજકોટમાં કોઈપણ પ્રકારના લાયસન્સ વિના એનાલોગ પનીરના ક્યુબ્સને શુદ્ધ મિલ્ક પનીર તરીકે લુઝમાં વેચવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું, જેના કારણે આ કારખાનું સીલ કરવા સુધીના કડક પગલાં લેવાયા છે. એનાલોગ પનીર માનવ શરીર અને આરોગ્ય માટે કેટલું નુકસાનકારક છે તે અંગે જયેશ વાંકાણીએ જણાવ્યું કે એનાલોગ પનીર એ અસલ દૂધમાંથી બનતું પનીર નથી. તે સ્વાસ્થ્ય માટે લાંબા ગાળે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે કારણ કે તે ફોરેન ફેટ અથવા વેજિટેબલ ઓઇલ (વનસ્પતિ તેલ) માંથી બનાવવામાં આવે છે. આ પ્રકારનું પનીર ખાવાથી શરીરને જરૂરી એવું દૂધનું પ્રોટીન બિલકુલ મળતું નથી, પરંતુ માત્ર અને માત્ર નકામી ફેટ (ચરબી) મળે છે. આના સતત સેવનથી નાની ઉંમરમાં જ ઓબેસિટી એટલે કે મેદસ્વીતાનું પ્રમાણ ખૂબ ઝડપથી વધે છે. આ ઉપરાંત, બાળકોના વિકાસ પર તેની ગંભીર અસરો થાય છે અને બાળકોના શરીરમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ (હોર્મોન્સની અસંતુલન) ની સમસ્યાઓ સર્જાય છે. જેમ-જેમ લોકો આ નકલી કે એનાલોગ પનીરનું સેવન વધારતા જાય છે, તેમ-તેમ તેમનામાં કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ એટલે કે હૃદય રોગના હુમલા આવવાની શક્યતાઓ અને લોહી વહન કરતી ધમનીઓમાં ગાંઠ થવાનું જોખમ અનેક ગણું વધી જાય છે. આ પનીર લોહીની નળીઓની મૂળ સ્થિતિસ્થાપકતા ગુમાવી દે છે, જેને કારણે ભવિષ્યમાં હાઈપરટેન્શન અને ડાયાબિટીસ જેવા ગંભીર અને અસાધ્ય રોગો થવાની પણ પૂરેપૂરી સંભાવના રહેલી છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને રીટેલ પનીર વેચતા વેપારીઓને પણ કડક તાકીદ કરવામાં આવી છે કે તેઓ પોતાના વેપારના સ્થળે ગ્રાહકો સરળતાથી જોઈ શકે તે રીતે ફરજિયાત સાઈન બોર્ડ અથવા ડિસ્પ્લે બોર્ડ લગાવે. આ બોર્ડ પર સ્પષ્ટ અક્ષરોમાં લખવાનું રહેશે કે તેઓ ગ્રાહકોને જે પનીર પીરસી રહ્યા છે તે શુદ્ધ મિલ્ક પનીર છે કે પછી એનાલોગ પનીર છે. જો આગામી દિવસોમાં ફૂડ ડિપાર્ટમેન્ટની તપાસ દરમિયાન કોઈપણ ફૂડ બિઝનેસ ઓપરેટરના સ્થળે આવું ડિસ્પ્લે બોર્ડ નહીં જોવા મળે, તો તેમની સામે સીલિંગ સુધીની કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વેસુમાં રિક્ષાને ટક્કર મારી ડસ્ટર કારની પલટી, CCTV:મહિલા રિક્ષામાં બેઠી ને પાછળથી આવેલી ડસ્ટરે એવી ટક્કર મારી કે બંને વાહનો હવામાં ફંગોળાયા
    Next Article
    રાજસ્થાનના દર્દીનું 45 લાખનું લીવર ટ્રાન્સપ્લાન્ટ ટળ્યું:સેક્ટર-22ના વૈદ્યે 7 વર્ષ જૂની સિરોસિસની બીમારીનું નિદાન કરીને વૃદ્ધને નવજીવન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment