Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજસ્થાનના દર્દીનું 45 લાખનું લીવર ટ્રાન્સપ્લાન્ટ ટળ્યું:સેક્ટર-22ના વૈદ્યે 7 વર્ષ જૂની સિરોસિસની બીમારીનું નિદાન કરીને વૃદ્ધને નવજીવન આપ્યું

    एक दिन पहले

    આધુનિક તબીબી વિજ્ઞાન અને જટિલ સર્જરીના આજના યુગમાં પણ ભારતની પ્રાચીન આયુર્વેદ સારવાર પદ્ધતિ આર્થિક રીતે મધ્યમ કે સામાન્ય વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. પાટનગર ગાંધીનગરના સેક્ટર-22 માં આવેલી સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાંથી આવો જ એક રાહત આપતો કિસ્સો સામે આવ્યો છે. અહીંના નિષ્ણાત વૈદ્યની પંચકર્મ ચિકિત્સા પદ્ધતિને કારણે એક વયોવૃદ્ધ દર્દીને લીવર સિરોસિસ જેવી ગંભીર બીમારીમાં રાહત મળી છે અને તેમનું લાખો રૂપિયાના ખર્ચવાળું ઓપરેશન ટળી ગયું છે. 7 વર્ષ જૂની પીડા અને ₹45 લાખનો આર્થિક બોજ મૂળ રાજસ્થાનના વતની એવા 85 વર્ષીય પ્રહલાદભાઈ જૈન છેલ્લા સાત વર્ષથી લીવર સિરોસિસની ગંભીર અને પીડાદાયક બીમારીથી પીડાતા હતા. આ લાંબી માંદગી દરમિયાન પરિવારજનોએ દેશના અનેક નામાંકિત એલોપેથી ડૉક્ટર્સ અને મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલોની મુલાકાત લીધી હતી. જોકે, તમામ પ્રકારની મોંઘી દવાઓ અને સારવાર છતાં પ્રહલાદભાઈની સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો અને સમય જતાં તેમનું લીવર આશરે 70 ટકા જેટલું ગંભીર રીતે ડેમેજ થઈ ચૂક્યું હતું. છેલ્લા વિકલ્પ તરીકે 'લીવર ટ્રાન્સપ્લાન્ટ'ની સલાહ એલોપેથી વિજ્ઞાનમાં અંતિમ તબક્કાના સિરોસિસ માટે ડૉક્ટર્સ દ્વારા છેલ્લા ઉપાય તરીકે પરિવારને 'લીવર ટ્રાન્સપ્લાન્ટ' કરાવવાની સલાહ આપવામાં આવી હતી પરંતુ, આ પ્રક્રિયા જટિલ અને આર્થિક રીતે કમરતોડ હોય છે. સામાન્ય રીતે આ ઓપરેશન પાછળ ₹45 લાખ જેટલો માતબર ખર્ચ થતો હોય છે, જે મધ્યમ કે ગરીબ પરિવાર માટે અશક્ય સમાન છે. આટલી મોટી રકમની વ્યવસ્થા કરવામાં આવે તો પણ આ ઉંમરે સમયસર યોગ્ય લીવર ડોનર મેળવવું એ લોઢાના ચણા ચાવવા બરાબર સાબિત થાય છે. ગાંધીનગરમાં પંચકર્મ ચિકિત્સાથી નવજીવન આવા નિરાશાજનક સમયે જૈન પરિવારને ગાંધીનગરની સેક્ટર-22 સરકારી આયુર્વેદિક હોસ્પિટલ વિશે જાણકારી મળી હતી. આશાના એક છેલ્લા કિરણ સાથે પરિવાર પ્રહલાદભાઈને લઈને છેક રાજસ્થાનથી ગાંધીનગર આવ્યો હતો. અહીં હોસ્પિટલના નિષ્ણાત પંચકર્મ વૈદ્ય રાકેશ ભટ્ટ દ્વારા દર્દીની તપાસ કરવામાં આવી હતી અને તેમની ગંભીર સ્થિતિને જોતાં તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં એડમિટ કરવાનો નિર્ણય લેવાયો હતો. વૈદ્ય રાકેશ ભટ્ટે આધુનિક દવાઓના ભારે ડોઝ વગર શુદ્ધ ભારતીય ચિકિત્સા પદ્ધતિ પર ભરોસો મૂકી સારવાર શરૂ કરી હતી. દર્દીને સતત 10 દિવસ સુધી હોસ્પિટલમાં ઇન-ડોર પેશન્ટ (IPD) તરીકે રાખીને આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતો અનુસાર પંચકર્મ પદ્ધતિ, શિરોધારા અને નાડીદોષના આધારે સચોટ સારવાર આપવામાં આવી હતી. આ પરંપરાગત શુદ્ધિકરણ પ્રક્રિયા અને વનસ્પતિજન્ય ઔષધિઓની સકારાત્મક અસર માત્ર 10 જ દિવસમાં દેખાવા લાગી હતી. નવો મેડિકલ રિપોર્ટ જોઈ એલોપેથીના ડોક્ટરો પણ આશ્ચર્યચકિત આ આયુર્વેદિક સારવારનો કોર્સ પૂરો થયા બાદ જ્યારે પ્રહલાદભાઈના લીવરના મેડિકલ ટેસ્ટ અને રિપોર્ટ ફરીથી કરાવવામાં આવ્યા ત્યારે રિપોર્ટ જોઈને ખુદ એલોપેથીના ડોક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. 70 ટકા ડેમેજ થઈ ચૂકેલું લીવર ફરીથી એકદમ સામાન્ય રીતે કામ કરતું થઈ ગયું હતું અને તમામ રિપોર્ટ્સ સંપૂર્ણપણે નોર્મલ આવ્યા હતા. 7 વર્ષથી પીડાતા 85 વર્ષના વૃદ્ધ હવે કોઈ પણ ઓપરેશન વિના સંપૂર્ણ સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. સેક્ટર-22ની આ સરકારી હોસ્પિટલે સાબિત કરી દીધું છે કે જો યોગ્ય નિદાન, સચોટ ચિકિત્સા અને 'પથ્ય-અપથ્ય' એટલે કે ખાવા-પીવાની પરેજીના નિયમોનું કડક પાલન કરવામાં આવે, તો આયુર્વેદમાં જટિલ રોગોના વ્યવસ્થાપનની અદ્ભુત ક્ષમતા છે. આ સફળતાએ સામાન્ય વર્ગના દર્દીઓ માટે એક મોટો આર્થિક બોજ હળવો કરીને આયુર્વેદ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    પનીરના નામે ધીમું ઝેર પીરસાતું હતું !:રાજકોટ મનપાનાં દરોડામાં 500 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું, લાયસન્સ વિના ધમધમતું કારખાનું સીલ કરી ફૂડ વિભાગે રૂ. 10,000નો દંડ ફટકાર્યો
    Next Article
    ગોંડલ જેટકો સામે કિસાન આક્રોશની મહારેલી:ડેપ્યુટી કલેક્ટરને અલ્ટીમેટમ આપવા સાથે આપ નેતા અને કિસાન અગ્રણી વચ્ચે શાબ્દિક ટક્કર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment