Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી, શેખ હસીનાનાં સમર્થકોનાં 50 ઘરો સળગાવાયા:બે દિવસ પહેલા PM રહમાનની પાર્ટીના 2 નેતાઓની હત્યા કરવામાં આવી, પૂર્વ સાંસદોના પણ ઘર સળગાવ્યા

    10 hours ago

    બાંગ્લાદેશમાં હિંસાની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. નરાઇલ જિલ્લામાં શેખ હસીનાની પાર્ટી અવામી લીગના નેતાઓ, કાર્યકરો અને સમર્થકોનાં આશરે 50 ઘરો અને દુકાનોમાં આગ લગાવી દેવામાં આવી. આ ઘટના શુક્રવારે કાલિયા ઉપજિલ્લાના બેન્દર ચાર ગામમાં બની હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ હુમલા શુક્રવારે બપોરથી મોડી રાત સુધી ચાલુ રહ્યા હતા. હુમલાખોરોએ અનેક ઘરોમાં તોડફોડ કરી અને ત્યાં રાખેલું ફર્નિચર, કિંમતી સામાન તથા અન્ય વસ્તુઓ લૂંટી લીધી. પૂર્વ વડાપ્રધાન શેખ હસીના દેશ પરત ફરવાની વાત કહી ચૂકી છે. ત્યારથી જ તણાવ વધી ગયો છે. ગત દિવસોમાં થયેલી હિંસામાં વડાપ્રધાન તારિક રહેમાનની પાર્ટી BNPના બે નેતાઓની હત્યા કરવામાં આવી હતી. આગચંપીની 3 તસવીરો પૂર્વ સાંસદ અને મેયરના ઘરો પર પણ હુમલો અવામી લીગના પૂર્વ સાંસદ ઉપરાંત પૂર્વ મેયર અને પાર્ટી સાથે જોડાયેલા મોટા નેતાઓના ઘરોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. આ હુમલાઓ માટે પીએમ તારિક રહેમાનની પાર્ટી BNPના કાર્યકર્તાઓને જવાબદાર ગણાવવામાં આવ્યા છે. ફાયર સર્વિસ અનુસાર, શુક્રવાર સાંજે અનેક ઘરોમાં આગ લાગવાની માહિતી મળી હતી. રસ્તામાં કેટલાક લોકોએ વૃક્ષો કાપીને નાખી દીધાં હતાં. તેના કારણે ફાયર બ્રિગેડની ગાડીઓ મોડી પહોંચી. 18 નવેમ્બરથી હિંસા શરૂ થઈ હતી BNPની રેલી પર હુમલો: 18 નવેમ્બરની સાંજે બેન્દર ચાર વિસ્તારમાં BNP કાર્યકર્તાઓની મોટરસાઇકલ રેલી પર હુમલો થયો હતો. આ રેલી અવામી લીગની હિંસક પ્રવૃત્તિઓના વિરોધમાં કાઢવામાં આવી હતી. હુમલામાં રેલીમાં સામેલ અનેક મોટરસાઇકલોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. બે લોકોનાં મોત થયાં હતાં. BNP નેતાઓ અને કાર્યકર્તાઓએ આ હુમલા માટે અવામી લીગના સભ્યોને જવાબદાર ઠેરવ્યા હતા. ચટગાંવમાં 18 નવેમ્બરની રાત્રે વચગાળાની સરકારના વડા રહેલા મોહમ્મદ યુનુસના પૈતૃક ઘરમાં આગ લગાવી દેવામાં આવી હતી. 20 નવેમ્બરે હુમાયૂન કબીરના ઘરમાં આગચંપી: બાંગ્લાદેશમાં વિદેશ રાજ્યમંત્રી હુમાયૂન કબીરના ઘર પર શુક્રવારે પેટ્રોલ બોમ્બ ફેંકીને આગ લગાવી દેવામાં આવી હતી. ઘટના સમયે હુમાયૂન કબીર ત્યાં હાજર નહોતા. કબીરે આ હુમલા માટે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગને જવાબદાર ઠેરવી હતી. તેમણે અવામી લીગને આતંકવાદી સંગઠન પણ ગણાવ્યું હતું. કારણ: શેખ હસીનાએ ડિસેમ્બરમાં ભારતથી બાંગ્લાદેશ પરત ફરવાની વાત કહી હતી. તેમણે નવા પાસપોર્ટ અને ઓળખપત્રની માંગ કરી હતી, પરંતુ બાંગ્લાદેશ સરકારે તેમની માંગ સ્વીકારી નહોતી. ત્યારબાદ તેમની પાર્ટી અવામી લીગે સરકારના વિરોધમાં પ્રદર્શન અને રેલીઓ શરૂ કરી હતી. દેશવ્યાપી બંધનું એલાન પણ કરવામાં આવ્યું હતું. હસીનાના ગૃહ જિલ્લા ગોપાલગંજમાં સૌથી વધુ હિંસા થઈ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના ગૃહ જિલ્લા ગોપાલગંજમાં 15 નવેમ્બરથી જ તણાવ છે. અહીં અવામી લીગના સમર્થકોએ રેલી કાઢી હતી. આ દરમિયાન પોલીસની ગાડીઓ અને બૂથોમાં તોડફોડ કરવામાં આવી હતી. ત્યારબાદ 17 નવેમ્બરે એક પોલીસ સ્ટેશન અને અનેક ઘરોમાં આગ લગાવી દેવામાં આવી હતી. 19 નવેમ્બરે સ્થિતિ વધુ વણસી ગઈ. પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશન, ગ્રામીણ બેંકની શાખા અને અનેક ઘરોમાં આગ લગાવી દીધી. ત્યારબાદ જિલ્લામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. હસીના ડિસેમ્બરમાં દેશમાં પરત ફરવા માંગે છે બાંગ્લાદેશમાં 2024માં થયેલા વિદ્યાર્થી આંદોલન બાદ શેખ હસીનાની સરકાર પડી ગઈ હતી. તેઓ 5 ઑગસ્ટ 2024ના રોજ ભારત આવી ગયાં હતાં. ત્યારથી તેઓ અહીં જ રહી રહ્યાં છે. હસીના બાદ મોહમ્મદ યુનુસે વચગાળાની સરકારની કમાન સંભાળી હતી. તેમણે હસીનાની પાર્ટી અવામી લીગ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ ચાલુ રાખ્યો હતો. ચૂંટણી બાદ તારિક રહેમાન બાંગ્લાદેશના વડાપ્રધાન બન્યા. તેમની સરકારે આ પ્રતિબંધ ચાલુ રાખ્યો છે. હસીનાએ જુલાઈ 2026માં ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાની અને ત્યાંની અદાલતમાં કાનૂની પ્રક્રિયાનો સામનો કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ મહિને તેમણે ફરીથી કહ્યું કે તે કોઈપણ સંજોગોમાં ડિસેમ્બરમાં પરત ફરશે. ત્યારથી દેશમાં રાજકીય તણાવ વધ્યો છે. ------------------------ આ સમાચાર પણ વાંચો… બાંગ્લાદેશમાં વિદેશ રાજ્યમંત્રીના ઘરમાં આગ લગાવી:ગઈકાલે યુનૂસનું ઘર સળગાવ્યું હતું; વડાપ્રધાને હિંસા માટે હસીનાને જવાબદાર ઠેરવી બાંગ્લાદેશમાં વિદેશ રાજ્યમંત્રી હુમાંયૂ કબીરના ઘર પર શુક્રવારે પેટ્રોલ બોમ્બ ફેંકીને આગ લગાવી દેવામાં આવી હતી. ઘટનાના સમયે હુમાંયૂ કબીર ત્યાં હાજર નહોતા. ઘટના બાદ નિવાસસ્થાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    રીવા રાચ્છના 'નેહ નેહ' ગીતને દર્શકોએ 'નેહ' આપ્યો:આદિત્ય ગઢવીના અવાજનો જાદુ ચાલ્યો; 'અંબા'માં સાવજ અને નેહડાના લોકોની અનોખી વાર્તા
    Next Article
    ફૂડ વિભાગની કાર્યવાહી:મહેસાણા જિલ્લા ફૂડ વિભાગનો સપાટો, હાઈ-વે પરની 37 હોટલોમાં તપાસ, 7ને નોટિસ અને 15 કિલો અખાદ્ય જથ્થાનો નાશ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment