Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફૂડ વિભાગની કાર્યવાહી:મહેસાણા જિલ્લા ફૂડ વિભાગનો સપાટો, હાઈ-વે પરની 37 હોટલોમાં તપાસ, 7ને નોટિસ અને 15 કિલો અખાદ્ય જથ્થાનો નાશ

    7 घंटे पहले

    મહેસાણા જિલ્લાના વડનગરથી ગાંધીનગર હાઈવે પર આવેલી હોટલો અને રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને યોગ્ય અને આરોગ્યપ્રદ આહાર મળી રહે તેમજ લોકોની સુખાકારી જળવાઈ રહે તે હેતુથી મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તારીખ 18 નવેમ્બરથી 21 નવેમ્બર દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલી કુલ 37 ખાદ્ય પેઢીઓ અને હોટલો પર ફૂડ વિભાગની ટીમો ત્રાટકી હતી.આ તપાસ દરમિયાન ક્ષતિઓ જણાતા 7 હોટલોને ઈમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી છે અને કુલ 15 કિલો જેટલા અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર વેપારીઓ સામે કાર્યવાહી ચાલુ ફૂડ વિભાગની આ કાર્યવાહી અંતર્ગત જે 7 પેઢીઓને સ્વચ્છતા અને ગુણવત્તા સુધારવા માટે ઈમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી છે, તેમાં ગોઝારીયા સ્થિત વી24 લીટલ બાઈટ ફુડ કોર્ટ અને હોટલ કારગીલ, ડાભલા ચોકડી સ્થિત ધનપાલ રેસ્ટોરન્ટ, મહેસાણાની હોટલ ન્યુ જનપથ, મોટીદાઉ સ્થિત હોટલ કોનકોર્ડ તેમજ નંદાસણની હોટલ એપલ અને હોટલ સ્વાગત ઢાબાનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન મોટીદાઉ ખાતે આવેલી હોટલ કોનકોર્ડમાંથી અખાદ્ય જણાયેલો 10 કિલોગ્રામ કાજુકણી અને 5 લીટર ક્રીમનો જથ્થો મળી આવતા ફૂડ વિભાગની ટીમ દ્વારા તેનો તાત્કાલિક અસરથી નાશ કરવામાં આવ્યો હતો. મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝીગ્નેટેડ ઓફિસરના જણાવ્યા અનુસાર જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર વેપારીઓ સામે આગામી સમયમાં પણ આ પ્રકારે કડક તપાસ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી, શેખ હસીનાનાં સમર્થકોનાં 50 ઘરો સળગાવાયા:બે દિવસ પહેલા PM રહમાનની પાર્ટીના 2 નેતાઓની હત્યા કરવામાં આવી, પૂર્વ સાંસદોના પણ ઘર સળગાવ્યા
    Next Article
    રાજકોટના એસ.કે. ચોક નજીક સામે જોવા બાબતે યુવકની હત્યા કરાઈ:3 સંતાનો નિરાધાર બન્યા; મુખ્ય આરોપી સાયબર ફ્રોડના 2 ગુનામાં જેલ જઈ ચૂક્યો છે; બે આરોપીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment