Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રીવા રાચ્છના 'નેહ નેહ' ગીતને દર્શકોએ 'નેહ' આપ્યો:આદિત્ય ગઢવીના અવાજનો જાદુ ચાલ્યો; 'અંબા'માં સાવજ અને નેહડાના લોકોની અનોખી વાર્તા

    7 घंटे पहले

    'લાલોઃ શ્રી કૃષ્ણ સદા સહાયતે' ફેમ એક્ટ્રેસ રીવા રાચ્છ ટૂંક સમયમાં ફિલ્મ 'અંબા'માં મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળશે. ગીરના નેહડામાં રહેતા લોકોનો જંગલના સાવજ સાથેના અનોખા સંબંધને દર્શાવતી વાર્તાના ગીત રિલીઝ થતાં જ લોકોજુબાને ચઢ્યા છે. ડાલામથ્થાની સામે પડી અંબા ફિલ્મના નવા ગીત 'નેહ નેહ'માં ચારણ પરંપરાને આવરી લેવામાં આવી છે. ગીતમાં નેહડામાં રહેતા લોકોનું જીવન, સિંહને માથે વહાલથી હાથ ફેરવતી અંબા તો ક્યારેક પશુધનને બચાવવા ડાલામથ્થાની સામે પડતી અંબાને દેખાડવામાં આવી છે. આદિત્ય ગઢવીએ ગાયેલા ગીતને દર્શકોનો 'નેહ' મળી રહ્યો છે. દર્શકોએ પ્રેમ આપ્યો 'નેહ નેહ' ગીતને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 2 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. 'નેહ નેહ' ઉપરાંત 'અંબા રમવા આવે' અને 'ટિપ્પણી રાસ'ને પણ લોકો તરફથી ખૂબ આવકાર મળી રહ્યો છે. નીમટ્રી એન્ટરટેઇનમેન્ટે સોશિયલ મીડિયા પર ખાસ પોસ્ટ મૂકીને દર્શકોનો આભાર માન્યો. નોંધનીય છે કે, આ હૃદયસ્પર્શી ગીતને કેદાર-ભાર્ગવે સંગીતબદ્ધ કર્યું છે, જ્યારે સૌમ્ય જોશીએ તેના શબ્દો લખ્યા છે. નીમટ્રી એન્ટરટેઈનમેન્ટ પ્રસ્તુત અને વિજયગીરી ફિલ્મોસ પ્રોડક્શનની આ ફિલ્મનું ડિરેક્શન વિજયગીરી બાવાએ કર્યું છે અને નિર્માતા ભૂમિ નાથવાણી છે. ફિલ્મમાં રીવા રાચ્છ, દર્શન પંડ્યા, જગજીતસિંહ વાઢેર, એલેસાન્ડ્રા વ્હેલન, ગૌરાંગ આનંદ, ફિરોઝ ઈરાની, સ્વાતિ દવે, રિદ્ધિ ડાંગર, આકાશ ઝાલા અને ઈમરાન બાદશાહ જેવા કલાકારો મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. 'અંબા' ફિલ્મ 11 ડિસેમ્બર 2026ના રોજ રિલીઝ થશે.
    Click here to Read More
    Previous Article
    'Proves Nothing': Liver Doc Tears Into Deepinder Goyal's Gravity-Ageing Paper
    Next Article
    બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી, શેખ હસીનાનાં સમર્થકોનાં 50 ઘરો સળગાવાયા:બે દિવસ પહેલા PM રહમાનની પાર્ટીના 2 નેતાઓની હત્યા કરવામાં આવી, પૂર્વ સાંસદોના પણ ઘર સળગાવ્યા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment