Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં મજદૂર સંઘના 50 હજાર કર્મીઓના પ્રશ્ને મોરચો:PF કચેરી દ્વારા OPS લાગૂ થાય, ગ્રેચ્યુઈટી 30 દિવસ કરવામાં આવે તેવી ડિમાન્ડ, ફિક્સ પે - આઉટ સોર્સિંગ પ્રથા રદ કરવા માંગ

    1 day ago

    ભારતીય મજદૂર સંઘ દ્વારા 17 ઓગસ્ટના ડિમાન્ડ ડેને અનુલક્ષીને રાજકોટમાં અલગ અલગ કામદાર સંગઠનો સાથે જોડાયેલા 50 હજાર કર્મચારીઓના પ્રશ્ને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં EPFO કચેરી દ્વારા કર્મચારીઓ માટે જૂની પેન્શન સ્કીમ લાગૂ કરવી, સમાન કામ માટે સમાન વેતનની અમલવારી, ગ્રેચ્યુઈટીની ગણતરી 15 દિવસને બદલે 30 દિવસની કરવી અને બેંકોમાં પાંચ-દિવસીય કાર્ય સપ્તાહ સહિતના પ્રશ્નો દૂર કરવા કલેક્ટર મારફત વડાપ્રધાન, શ્રમ પ્રધાન તેમજ નાણાં મંત્રી સમક્ષ માંગ કરવામાં આવી હતી. જ્યારે મજદૂર સંઘ દ્વારા ફિક્સ પે નાબૂદ કરવા, આઉટ સોર્સિંગ બંધ કરવામાં આવે અને આંગણવાડી તેમજ આશા વર્કર બહેનોના પગારમાં 4 વર્ષથી વધારો નથી થયો તો પગાર વધારો કરવામાં આવે તે પ્રકારની અલગ અલગ માંગણીઓ કરવામાં આવી હતી. ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા EPFO ના ઓલ ઇન્ડિયા જનરલ સેક્રેટરી આસિફ શેખે હતું કે, ભારતીય મજદૂર સંઘની રાંચીમાં મીટીંગ થઈ હતી. એમાં નક્કી કરાયું હતું કે 17 ઓગસ્ટને ડિમાન્ડ ડે તરીકે ઉજવવામાં આવશે. જેમાં કેન્દ્ર સરકાર અને અન્ય રાજ્ય સરકારના કર્મચારીઓના જે પ્રશ્નો છે તે સરકાર સુધી પહોંચાડવા માટે રજૂઆત કરવાનું નક્કી કરાયું હતું જેના ભાગરૂપે આજે રાજકોટ કલેક્ટર મારફત પ્રધાનમંત્રી, નાણામંત્રી અને શ્રમમંત્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. જેમાં મુખ્ય મુદ્દાઓમાં ઓલ્ડ પેન્શન સ્કીમ દૂર કરવી. કારણકે ઓલ્ડ પેન્શન સ્કીમનો કોઈ વિકલ્પ નથી. આ ઉપરાંત ESIC અને EPFO ની વેઇજ સિલીંગ વધારવી, બોનસ કેલ્ક્યુલેશનમાં જે વેઇજ સીલીંગ છે તે રૂ.7,000 થી વધારી ડબલ કરવી. આ સાથે જ ગ્રેજયુઇટીમાં 15 દિવસની સેલરી લેવામાં આવે છે તે 30 દિવસનું કરવું. આ ઉપરાંત કોન્ટ્રાક્ટર વર્કર્સનો ઇક્વલ પે, ઇકવલ વર્ક માટેનો મુદ્દો છે. આ સાથે જ હેવી ઇન્ડસ્ટ્રીઝ સહિતના કર્મચારીઓના પ્રશ્નો છે. આ 10 મુદ્દાઓ બાબતે ઓલ ઇન્ડિયા EPF એમ્પ્લોય સંઘની રજૂઆત 1. જૂની પેન્શન યોજના (OPS) ની પુનઃસ્થાપના 2. લઘુત્તમ પેન્શન વધારીને VDA સાથે માસિક ₹7,500 કરવું અને તેને આયુષ્માન ભારત યોજના સાથે જોડવું 3. EPF, ESIC અને બોનસની ગણતરી માટેના કવરેજની મહત્તમ મર્યાદા (સીલિંગ લિમિટ) બમણી કરવી 4. ગ્રેચ્યુઈટીની ગણતરીમાં સુધારો કરીને તેને 15 દિવસના વેતનને બદલે 30 દિવસના વેતન મુજબ કરવી (કોઈપણ મહત્તમ મર્યાદા વિના) 5. કોન્ટ્રાક્ટ કામદારો સહિત તમામ કર્મચારીઓ માટે 'સમાન કામ માટે સમાન વેતન'નો અમલ 6. જીવનનિર્વાહના ખર્ચમાં થયેલા વધારાને અનુરૂપ લઘુત્તમ વેતનમાં વધારો 7. તમામ પ્રકારના યોજનાકીય કામદારો (સ્કીમ વર્કર્સ) ના માનદ વેતનમાં વધારો 8. બેંકોમાં પાંચ-દિવસીય કાર્ય સપ્તાહ (ફાઈવ-ડે વર્ક વીક) ની વ્યવસ્થાનો અમલ 9. શ્રમ સંહિતાઓમાં (Labour Codes) રહેલી કામદાર-વિરોધી જોગવાઈઓ દૂર કરવા માટે યોગ્ય સુધારા કરવા 10. રાંચી સ્થિત હેવી એન્જિનિયરિંગ કંપની અને આઠ રાજ્યોમાં આવેલી 23 નેશનલ ટેક્સટાઈલ મિલોના કામદારો તથા કર્મચારીઓના લાંબા સમયથી પડતર મુદ્દાઓનો તાત્કાલિક ઉકેલ લાવવો. જ્યારે ભારતીય મજદૂર સંઘ રાજકોટના અધ્યક્ષ હાલુભા ઝાલાએ જણાવ્યું હતું કે, ચંદ્ર કક્ષાએથી અમારી સમિતિ તરફથી મળેલી સૂચના મુજબ દરેક જિલ્લા કક્ષાએ આજે કલેકટરને આવેદન આપવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે રાજકોટ ખાતે પણ રજૂઆત આને ધરણા કરવા માટે અમે આવ્યા છીએ. જેમાં ફિક્સ પગારના 5 વર્ષ છે તે ઘટાડી 3 વર્ષ કરવા, આંગણવાડી અને મધ્યાહન ભોજનના કર્મચારીઓને છેલ્લા ચાર વર્ષથી પગાર વધારો આપવામાં આવ્યો નથી, ફિક્સ પગારની પ્રથા સરકાર દ્વારા નાબૂદ કરવામાં આવે, આઉટ સોર્સિંગથી જે ભરતીઓ કરવામાં આવી રહી છે તેની સામે પણ અમારો વિરોધ છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મજદૂર સંઘ સાથે જોડાયેલા 50000 જેટલા કર્મચારીઓ છે. જ્યારે ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ ભાવિકાબેન ચાઉંએ જણાવ્યું હતું કે, ભારતીય મજદૂર સંઘ સાથે 156 જેટલા ફેડરેશન જોડાયેલા છે. જેમાં આંગણવાડી અને મધ્યાહન ભોજન અસંગઠિત ક્ષેત્રોમાં આવે છે અને તેના કર્મચારીઓનું શોષણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. રાજકોટમાં આંગણવાડીના 700 બહેનોનો આ પ્રશ્ન છે. હાલ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આંગણવાડી બહેનોને 24,800 નો પગાર આપવા માટેનો હુકમ થયેલો છે તેમ છતાં પણ તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી. આ ઉપરાંત અન્ય રાજ્યોની જેમ આંગણવાડી બહેનોને 58 ને બદલે 65 વર્ષે નિવૃત્તિ આપવામાં આવે તેવી માંગ છે. સરકાર દ્વારા રૂ.30,000 નું લઘુતમ વેતન આપવામાં આવે એવી અમારી માંગણી છે. આશા વર્કર અને ફેસિલેટર બહેનોના પ્રશ્નો.. (1) આશા અને આશા ફેસિલેટર બહેનોનું કામ કાયમી પ્રકારનું હોય તો આરોગ્ય વિભાગમાં કાયમી કરવા (2) આશા તથા આશા ફેસીલીટર બહેનોને લઘુત્તમ વેતન આપવામાં આવે (3) આશા તથા આશા ફેસીલીટર બહેનોને ઓનલાઈન તથા ઓફલાઈન કામગીરી કરાવવામાં આવે છે તેના ઇનસેટિવની રકમ નિયત સમયે થવી જોઈએ જેમકે બહેનોને પી.એમ.એમ.વી.વાય તથા આભા કાર્ડની કામગીરી કરેલ છે તો તેની ચુકવણી આજ દિન સુધી થયેલ નથી (4) આશા બહેનોને ઓનલાઈન કામગીરી કરવા માટે તાત્કાલિક ધોરણે 5g સ્માર્ટ ફોન આપવામાં આવે (5) આશા તથા આશા ફેસીલેટર બહેનોના કોડ ડ્રેસ બે વર્ષથી મળ્યા નથી તો તે આપવામાં આવે આંગણવાડી વર્કર અને હેલ્પરના પ્રશ્નો : (1) આંગણવાડી બહેનો ને લઘુત્તમ વેતન આપવામાં આવે. (2) આંગણવાડી બહેનોને દર વર્ષે 10 % નો પગાર વધારો આપવામાં આવે. (3) સીનીયોરીટી મુજબ આંગણવાડી બહેનોને પ્રમોશન આપવું તેમેજ વર્કર અને હેલ્પરની ખાલી જગ્યા સત્વરે ભરવી. (4) આંગણવાડી ની કામગીરી સિવાય અન્ય કામગીરી બહેનો પાસે ન કરાવવી જોઈએ. (5) કેન્દ્ર સરકાર ની ગાઈડ લાઇન મુજબ નિવૃતીની ઉમર ૫૮ ની જગ્યાએ ૬૫ વર્ષ કરવામાં આવે. બાંધકામ શ્રમિકો માટેના પ્રશ્નો : 1. બાંધકામ શ્રમિકોને પુત્ર કે પુત્રી ના લગ્ન પ્રસંગે રૂપિયા 20,000 ની સહાય મળવી જોઈએ જે અન્ય રાજ્યોમાં મળે છે. 2. 60 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ દરેક બાંધકામ શ્રમિકને રૂપિયા 2000 માસિક પેન્શન મળવું જોઈએ જે આજથી 10 વર્ષ પહેલાં બાંધકામ બોર્ડમાં ગુજરાત માટે નક્કી કરવામાં આવેલ હતું. તેમજ અન્ય રાજ્યોમાં પણ આપવામાં આવે છે. 3. બાંધકામ શ્રમિકોનું રજીસ્ટ્રેશન ઓનલાઈન તથા ઓફલાઈન બંને રીતે થવું જોઈએ. 4. બાંધકામ બોર્ડમાં કાયમી સ્ટાફની ભરતી થવી જોઈએ જે હાલમાં માત્ર કોન્ટ્રાક્ટ ધોરણે જ ભરતી કરવામાં આવે છે તે બંધ થવું જોઈએ. 5. બાંધકામના નામે વસૂલ થતી સેસની રકમ સરકારના બદલે બાંધકામ બોર્ડના ખાતામાં જમા થવી જોઈએ જેથી તે વાપરવાના અધિકાર પણ બાંધકામ બોર્ડ હસ્તક થઈ શકે. આ ઉપરાંત બાંધકામ શ્રમિકો માટે નવી યોજનાઓ પણ બોર્ડ બનાવી શકે કારણ કે હાલમાં કોઈપણ નવી યોજના માટે સરકાર બજેટમાં મંજુર કરે તો જ આવી યોજના અમલી બની શકે છે. 6. ગુજરાતમાં બાંધકામ બોર્ડ માં ઘણા લાંબા સમયથી માત્ર સરકારી અધિકારીઓ જ આ બોર્ડ ચલાવી રહેલ છે. તેમાં શ્રમિકોના પ્રતિનિધિઓની પણ સત્વરે નિમણૂક થવી જોઈએ. મધ્યાહન ભોજન યોજનાના શ્રમિકોના પ્રશ્નો 1. આ યોજનામાં કામ કરતા સંચાલકોને “શાળા પોષણ સહાયક"તરીકે જાહેર કરી લઘુત્તમ વેતન સહિતના લાભો આપવામાં આવે. 2. આ યોજના અંતર્ગત હવે ચાર પોષણ યોજનાઓ અમલમાં છે ત્યારે લઘુત્તમ વેતન મુજબ રૂપિયા 30,000 માસિક આપવા વિનંતી છે. 3. આ યોજના ભોજન સાથે સંકળાયેલી હોવાથી અગ્નિ સાથેની જોખમી કામગીરીના સંદર્ભે જૂથ વીમા યોજના તથા દુર્ઘટના સંબધિત અઘટીત ઘટનામાં પીડિત પરિવારને મુખ્યમંત્રી સહાય યોજનામાં થી રૂ. 4,00,000 સહાય આપવામાં આવે. 4. આ યોજનાના માનદ સેવકો હોવાને કારણે સેવા નિવૃતિ વી 62 વર્ષ બાદ તબીબી પ્રમાણપત્રના આધારે માંડ સેવા ચાલુ રાખવા વિનંતી છે. 5. આ યોજના રસોઈયા સહિતના કર્મીઓને સામાજિક સુરક્ષાનું કવચ ઉપલબ્ધ કરાવવાની માગણી. 6. આ યોજના માટે પ્રત્યેક શાળાના કિચન/રસોઈ શેડ માટે હાઇજેનિક કીટ ઉપલબ્ધ કરાવવામાં આવે. રાજ્ય સરકાર તથા બોર્ડ/ કોર્પોરેશન/ નિગમ માં ફિક્સ પગાર માં ફરજ બજાવતા કર્મચારીઓનો સમયગાળો પાંચ વર્ષ ની જગ્યાએ બે વર્ષ કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    મોનસૂન સત્ર, વંદે માતરમ અને વિપક્ષી વલણ પર આકરા પ્રહાર:સી.આર. પાટીલે કહ્યું- રિવર લિંકિંગ પ્રોજેક્ટ્સ તેજ ગતિએ, પાર-તાપી મુદ્દે કોંગ્રેસે ભ્રમ ફેલાવ્યો
    Next Article
    કાલેડા ગામના અગ્રણીઓ DPEOને મળ્યા:શાળામાં શિક્ષણ કથળવા અને પ્રવેશ ન આપવા મુદ્દે રજૂઆત, વાલીઓ સાથે ગેરવર્તનનો આરોપ લગાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment