Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોનસૂન સત્ર, વંદે માતરમ અને વિપક્ષી વલણ પર આકરા પ્રહાર:સી.આર. પાટીલે કહ્યું- રિવર લિંકિંગ પ્રોજેક્ટ્સ તેજ ગતિએ, પાર-તાપી મુદ્દે કોંગ્રેસે ભ્રમ ફેલાવ્યો

    1 day ago

    સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને સંસદના ચોમાસુ સત્રની વિગતો આપી હતી. સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પ્રેરિત કોંગ્રેસે સત્ર દરમિયાન સતત હંગામો મચાવીને સંસદને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે આ સત્રનું આઉટપુટ સૌથી ઓછું રહ્યું છે. વધુમાં, 15 ઓગસ્ટે કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્રગીત 'વંદે માતરમ'નું ગાન વચ્ચેથી અટકાવવાનો પ્રયાસ કરાયો હતો તેમજ 'વંદે માતરમ'ના અપમાન બદલ 3 વર્ષની જેલની સજાની જોગવાઈ ધરાવતા બિલ અને પેપર લીક વિરોધી કાયદા પરની ચર્ચામાંથી પણ કોંગ્રેસ દૂર રહી હતી. FCRA બિલ પર હોબાળો કરી જેપીસીમાં ધકેલ્યું તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિપક્ષના પ્રશ્નોના ઉત્તર આપવા ઉપસ્થિત રહ્યા હોવા છતાં વિપક્ષ ચર્ચાથી ભાગ્યો હતો અને પીએમ મોદીના સંબોધન દરમિયાન સતત વિઘ્ન ઉત્પન્ન કર્યું હતું. વિદેશી ફંડિંગ પર નિયંત્રણ મેળવવા માટેના એફસીઆરએ (FCRA) બિલ પર હોબાળો થતાં તેને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC)માં મોકલવું પડ્યું હતું અને દેશહિતના 12 બિલો હંગામા વચ્ચે પસાર કરવા પડ્યા હતા. વિપક્ષ માત્ર ટીવી પર ચમકવા અને પ્રજાના નાણાં વેડફવા માટે જ સંસદમાં આવતો હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો. દેશભરમાં રિવર લિંકિંગ યોજનાઓને નવી ગતિ આ સાથે સી.આર. પાટીલે દેશભરમાં રિવર લિંકિંગ યોજનાઓની પ્રગતિ વિશે વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે, કેન-બેતવા અને પીકેસી (પાર્વતી-કાલીસિંધ-ચંબલ) લિંક પ્રોજેક્ટથી લાખો હેક્ટર જમીનને સિંચાઈ અને પીવાનું પાણી મળશે, જ્યારે કિશાઉ તથા સોન નદી પ્રોજેક્ટના એમઓયુ ટૂંક સમયમાં સંપન્ન થશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, પર્યાવરણના વૈજ્ઞાનિક અભ્યાસ બાદ જ તમામ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવે છે, પરંતુ કોંગ્રેસના નેતાઓ દ્વારા ગેરમાર્ગે દોરવાના કારણે પાર-તાપી-નર્મદા લિંક યોજના અટકાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ખડિયામાં નકલી દૂધ ઝડપાયા બાદ કોંગ્રેસનું કલેક્ટરને આવેદનપત્ર:કેમિકલયુક્ત નકલી દૂધના કારોબાર સામે જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદન પાઠવ્યું, ફૂડ વિભાગની નિષ્ક્રિયતા સામે સવાલ ઉઠાવી દૂધ માફિયાઓ સામે પાસા હેઠળ કાર્યવાહીની માંગ કરી.
    Next Article
    રાજકોટમાં મજદૂર સંઘના 50 હજાર કર્મીઓના પ્રશ્ને મોરચો:PF કચેરી દ્વારા OPS લાગૂ થાય, ગ્રેચ્યુઈટી 30 દિવસ કરવામાં આવે તેવી ડિમાન્ડ, ફિક્સ પે - આઉટ સોર્સિંગ પ્રથા રદ કરવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment