Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવાનો માટે 50 હજાર જીતવાની તક:MY Bharat પોર્ટલ પર ગ્રામીણ વિકાસની ગાથા રજૂ કરી મેળવો આકર્ષક રોકડ ઇનામ

    13 hours ago

    કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા દેશના ગ્રામીણ યુવાનોની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે 'MY Bharat' પોર્ટલના સહયોગથી 'વીબી-જી રામ જી યુથ ડિજિટલ કેમ્પેન' શરૂ કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને ડિજિટલ માધ્યમ દ્વારા રાષ્ટ્ર નિર્માણ અને ગ્રામીણ વિકાસના કાર્યોમાં સહભાગી બનાવવાનો છે. 15 થી 29 વર્ષની વયના કોઈપણ યુવાન આમાં ભાગ લઈ શકે છે. લોગો ડિઝાઇન અને વીડિયો સ્પર્ધા આ અભિયાન અંતર્ગત વિવિધ રસપ્રદ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. લોગો ડિઝાઇન સ્પર્ધામાં શ્રેષ્ઠ કલા પ્રદર્શન કરનાર વિજેતાને 50,000 રૂપિયાનું માતબર રોકડ ઇનામ આપવામાં આવશે. આ ઉપરાંત, યુવાનો પોતાના ગામમાં થયેલા વિકાસકાર્યો કે આજીવિકાના સાધનો વિશે 30 થી 60 સેકન્ડનો પ્રભાવશાળી શોર્ટ વીડિયો (રીલ) બનાવીને અપલોડ કરી શકે છે, જેની ફાઈલ સાઈઝ વધુમાં વધુ 25 MB હોવી જોઈએ. ઓનલાઇન ક્વિઝ અને નોંધણીની વિગત યુવાનો માટે 'વિકસિત ભારત - જી રામ જી એક્ટ 2025' અને સરકારી યોજનાઓ પર આધારિત 20 પ્રશ્નોની ઓનલાઇન ક્વિઝ પણ રાખવામાં આવી છે, જેમાં સફળ થનારને ડિજિટલ પ્રમાણપત્ર એનાયત કરાશે. રસ ધરાવતા ઉમેદવારોએ 20 માર્ચ, 2026 સુધીમાં 'MY Bharat' અથવા 'MyGov' પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. વધુ માહિતી માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા શાખાનો સંપર્ક કરી શકાશે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરના રૂપાલ કંપામાં ખેતરમાં ઘાસમાં આગ:ફાયર વિભાગે 2300 લીટર પાણીનો ઉપયોગ કરી આગ બુઝાવી
    Next Article
    ટ્રેનમાં છૂટેલી 1 લાખની બેગ પરત:જયપુરના મુસાફરનો કિંમતી સામાનને ઓખા સ્ટેશનેથી શોધીને પરત કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment