Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં ગરમી બાદ હવે કમોસમી વરસાદનો કહેર:વાતાવરણમાં પલટા સાથે આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી; 50 KMની ઝડપે પવન ફૂંકાશે, ખેડૂતો ચિંતામાં

    14 hours ago

    છેલ્લા થોડાક દિવસોમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો આકરી ગરમીથી પરેશાન થઈ ગયા હતા. જોકે હવે હવામાનમાં પલટો આવતાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના કારણે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 37થી 38 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. હજુ પણ બેથી ત્રણ ડિગ્રીના ઘટાડા સાથે હવામાન વિભાગ દ્વારા 18, 19 અને 20 માર્ચના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી પણ કરી છે. જેથી ખેડૂતો હવે ચિંતામાં મુકાઈ ગયા છે. બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે તેવી શક્યતા રાજ્યમાં સર્જાયેલી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જેથી છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. જો કે, હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રીએ તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. તેમજ આગામી 7 દિવસ સુધી હિટવેવની કોઈપણ પ્રકારની શક્યતા નથી. 18, 19 અને 20 માર્ચે અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદ માર્ચ મહિનામાં જ કમોસમી વરસાદની આગાહીને પગલે 18, 19 અને 20 માર્ચ દરમિયાન અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 18 માર્ચના કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 માર્ચના રાજકોટ, ભાવનગર, અમરેલી, ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 માર્ચના ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી વાતાવરણમાં બદલાવ જોવા મળશે: હવામાન ડાયરેક્ટર હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે, આજથી વાતાવરણમાં બદલાવ જોવા મળશે. જે બાદ કાલથી 3 દિવસ એટલે કે, 18, 19 અને 20 માર્ચના કમોસમી વરસાદ થશે. 40થી 50 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં વરસાદ થશે. 18 માર્ચના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી, દ્વારકા, કચ્છમાં વરસાદ પડશે. 19 માર્ચના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, કચ્છ અને દીવમાં મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે 20 માર્ચના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણામાં વરસાદ થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    નોરા ફતેહી-સંજય દત્તનું 'સરકે ચુનર તેરી' ગીત વિવાદોમાં ફસાયું:અશ્લીલ શબ્દો હોવાના આક્ષેપ; ગીત પર પ્રતિબંધ મૂકવા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત
    Next Article
    દાદાની નજર સામે 21 વર્ષીય પૌત્રીનું અપહરણ:માણસાના લીમ્બોદરામાં હથિયારધારી ટોળકી પરિવાર પર હુમલો કરી પરિણીત યુવતીને ઉઠાવી ગયાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment