Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નોરા ફતેહી-સંજય દત્તનું 'સરકે ચુનર તેરી' ગીત વિવાદોમાં ફસાયું:અશ્લીલ શબ્દો હોવાના આક્ષેપ; ગીત પર પ્રતિબંધ મૂકવા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત

    11 hours ago

    સંજય દત્ત, નોરા ફતેહી અને શિલ્પા શેટ્ટી સ્ટારર ફિલ્મ 'કેડી: ધ ડેવિલ'ના ગીત ‘સરકે ચુનર તેરી સરકે’ને લઈને વિવાદ થયો છે. ચંદીગઢ કાઉન્સિલ ઓફ લોયર્સના ચેરમેન અને પંજાબ-હરિયાણા હાઈકોર્ટના એડવોકેટ વાસુ રંજન શાંડિલ્યએ મંગળવારે ચંદીગઢના એસએસપીને ફરિયાદ કરી છે. 'ગીતમાં દ્વિઅર્થી શબ્દો છે' તેમણે કહ્યું કે, 'ગીતમાં ડબલ મિનિંગ બોલ છે. તેની સાથે વાંધાજનક દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. આ માત્ર સમાજની શાલિનતા વિરુદ્ધ નથી, પરંતુ ખાસ કરીને બાળકો અને યુવાનોના મન પર ખરાબ અસર કરી શકે છે. આ સાર્વજનિક શાલિનતા માટે અપમાનજનક છે.' આ ગીતમાં નોરા ફતેહી અને સંજય દત્ત જોવા મળ્યા છે, જ્યારે તેના ગીતકાર રકીબ આલમ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ગીત હટાવવાની માંગ પોલીસ પાસે તેમણે માંગ કરી છે કે, 'વાયરલ થઈ રહેલા અશ્લીલ ગીતના મામલે તાત્કાલિક BNSની કલમ 294, 296, 79 તથા IT એક્ટની કલમ 67 અને 67A હેઠળ FIR નોંધવામાં આવે અને ગીતને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવે, કારણ કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે અશ્લીલતાને પ્રોત્સાહન આપવું કાયદેસર ગુનો છે. આના પર કડકમાં કડક કાર્યવાહી જરૂરી છે.' ગૃહમંત્રી અમિત શાહને પણ ફરિયાદ મોકલવામાં આવી તેમણે કહ્યું કે, ‘સેન્સર બોર્ડે આ ગીત કેવી રીતે રિલીઝ થવા દીધું. ફરિયાદની નકલ ગૃહમંત્રી અમિત શાહને પણ મોકલવામાં આવી છે. કોઈને પણ છોડવામાં આવશે નહીં. જરૂર પડશે તો કોર્ટનો દરવાજો પણ ખખડાવવામાં આવશે.’ લોકોનો પણ ગુસ્સો ફાટી નીકળ્યો ગીતને લઈને સોશિયલ મીડિયા પર પણ લોકોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે, ઘણા યુઝર્સ તેને ‘વલ્ગર’ અને ‘ભદ્દુ’ ગણાવી રહ્યા છે. સિંગર અરમાન મલિકે પણ X પર પોસ્ટ કરીને ગીતના લિરિક્સ પર નારાજગી વ્યક્ત કરી છે. 5 ભાષાઓમાં ગીત રિલીઝ થયું છે આ ગીત બે દિવસ પહેલા 15 માર્ચે રિલીઝ થયું હતું. આ ગીતને બેંગલુરુના AMB સિનેમાઝમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ગીત ફક્ત હિન્દી જ નહીં, પરંતુ કન્નડ, તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષાઓમાં પણ એકસાથે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 30 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
    Click here to Read More
    Previous Article
    Oscars 2026 Winners Highlights: One Battle After Another wins Best Picture; Priyanka Chopra nods as co-presenter Javier Bardem demands ‘Free Palestine’
    Next Article
    ગુજરાતમાં ગરમી બાદ હવે કમોસમી વરસાદનો કહેર:વાતાવરણમાં પલટા સાથે આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી; 50 KMની ઝડપે પવન ફૂંકાશે, ખેડૂતો ચિંતામાં

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment